Posts

Showing posts from September, 2024

વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબિશનના ગુન્હામા નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Image
વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબિશનના ગુન્હામા નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ (IPS) સુરત વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના નાસતા-ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડવા સ્પેશ્યલ ડ્રાઈવનુ આયોજન કરવા સુચના આપતા, ડાંગ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલની સુચના અને માર્ગદર્શન હેઠળ, આહવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી કે.જે.નિરંજન, તથા તેમની ટીમ દ્વારા, ડાંગમા સ્પેશિયલ ડ્રાઈવ યોજી વોચ તપાસ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. જેના અનુસંધાને વઘઈ ગોળ સર્કલ પાસે આવેલ પોલીસ સ્ટાફને સંયુક્ત રીતે બાતમી હકિકત મળતા સને ૨૦૨૪ના પ્રોહીબિશનના ગુન્હામા નાસતો ફરતો/વોન્ટેડ આરોપી અજય ઉર્ફે બંમ્બો સાવળભાઈ રાઉત, રહે. હનવતમાળ, રાઉત ફળીયુ, તા.ધરમપુર જિ.વલસાડ, શરીરે સ્કાય બ્લુ કલરની હાફ બાયની ટી-શર્ટ તથા કમરમા રાખોડી કલરનુ સીક્સ પોકેટ પેન્ટ પહેરેલ છે. જે હાલમાં વઘઈ સાપુતારા રોડ ઉપર ગીરાધોધ ફાટક પાસે બેસેલો છે એ રીતની પાકી અને ચોક્કસ આધારભુત બાતમી મળતા, ગોળ સર્કલથી વઘઇ સાપુતારા રોડ ઉપર બાતમી હકિક...

ડાંગના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્વછતા અભિયાન હાથ ધરાયુ

Image
ડાંગના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્વછતા અભિયાન હાથ ધરાયુ સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ ગત તારીખ ૧૭મી સપ્ટેમ્બરથી આરંભાયેલા, અને આગામી તા.૩૧મી ઓક્ટોબર-૨૦૨૪ સુધી ચાલનારા 'સ્વછતા હી સેવા અભિયાન-૨૦૨૪' અંતર્ગત, ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના આહવા તથા વઘઈ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા, તેમના હસ્તકના માર્ગોની વિશેષ સ્વછતા હાથ ધરવામા આવી છે. 'સ્વભાવ સ્વછતા, સંસ્કાર સ્વછતા' ની થીમ આધારિત ચાલી રહેલા સ્વછતા અભિયાનમા, ડાંગના માર્ગ અને મકાન વિભાગે પણ સામેલ થઈ, રોડ રસ્તાની સફાઈ હાથ ધરી છે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી મહેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, કચેરીના કર્મચારીઓ દ્વારા વઘઈ-આહવા રાજ્યધોરી માર્ગની સાઈડમા જંગલ કટિંગ, અને ઘાસનુ નિંદામણ કરી, રસ્તો ક્લિયર કરવા સાથે રેસ્ટ હાઉસના ગાર્ડન સહિતની સાફ સફાઈ હાથ ધરવામા આવી છે.

ડાંગના લવચાલી રેંન્જમા સમાવિષ્ટ કરંજડા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ

Image
પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉભુ કરાયુ “વન કવચ”નુ આકર્ષણ ડાંગના લવચાલી રેંન્જમા સમાવિષ્ટ કરંજડા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ એક હેક્ટર વિસ્તારમા ૫૮ જાતના કુલ દસ હજાર વૃક્ષોનુ વાવેતર કરાયુ સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે (વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ) સુબીર તાલુકાની લવચાલી રેંન્જમાં સમાવિષ્ટ કરંજડા ખાતે, જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા સમાન “વન કવચ” નુ લોકાર્પણ કર્યુ હતુ. વૃક્ષોના જતન સંવર્ધન માટે “વન કવચ” એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીનો એક મહત્વનો ભાગ છે. ટુક સમયમા ઝડપથી અને ખાસ કરીને પ્રવાસન કે અર્બન એરીયામા વન ઉભુ કરી શકાય તે માટે જાપાનીસ મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને “વન કવચ” તૈયાર કરવામા આવે છે. જેમા મિયાવાકી પદ્ધતિનો ઉચ્ચસ્તરીય, મધ્યમસ્તરીય અને નિમ્નસ્તરીય એવી રીતે વૃક્ષોની જાતો પસંદ કરીને તેનુ વાવેતર કરવામાં આવે છે. તેમ મંત્રીશ્રીએ આ વેળા જણાવ્યુ હતુ. વન કવચ એ એક એવી પદ્ધતિ છે, જેની શોધ જાપાનીસ વનસ્પતિશાસ્ર્...

બારડોલી નગર વિસ્તારમાંથી પીડિત યુવતી એ 181 ની મદદ માંગી...

Image
ગત રોજ બારડોલી વિસ્તારમાંથી પીડિત યુવતી એ 181 ની મદદ માંગતા જણાવ્યું કે નોકરી ના બહાને દુકાનમાં બોલાવી ખરાબ કૃત્ય કરવાનો પ્રયત્ન કરેલ. બ્યુરો રિપોર્ટ સરદાર ન્યૂઝ:-બારડોલી ત્યાર બાદ જણાવેલ સરનામે પહોંચી પીડિત યુવતી નું અસરકારક કાઉન્સી લિંગ કરતા જાણવા મળે છે કે યુવતી દોઢ વર્ષ થી એક એન. જી. ઓ મા કામ કરતા હોય. કાર્ય સ્થળ ની બાજુમાં કરિયાણાની દુકાન હોય જ્યાં તેઓ અવારનવાર જરૂરિયાત ની વસ્તુઓ લેવા જતા હોય. યુવતી ની ઘરની પરિસ્થિતિ સારી ના હોવાથી કરિયાણાની દુકાનના માલિકને બે- ત્રણ મહિના પહેલા નોકરી માટે વાત કરી હોય. દુકાન માલિકે બાયોડેટા મંગાવ્યા હોય જે યુવતીએ વોટ શપ દ્વારા મોકલાવી દીધેલ છતાં દુકાન વાળા ભાઈ યુવતીને પોતાની દુકાનમાં બોલાવ્યા હોય અને ખરાબ કૃત્ય કરવાનો પ્રયત્ન કરેલ. યુવતી દુકાન ની બહાર જવાનો પ્રયત્ન કરેલ પરંતુ નોકરી માટે કોલ આવે છે તેવું કહી રોકી રાખ્યા હતા. યુવતી ખૂબ ગભરાઈ ગયા હતા અને ભાગીને પોતાને ઓફિસ માં લોક કરી દીધેલ છતાં દુકાન વાળા યુવતી ની પાછળ ગયા હતા અને દરવાજો ખોલાવવા નો પ્રયત્ન કરેલ. તે સમય ઓફિસ મા કોઇ સ્ટાફ હાજર ન હતા તેથી યુવતી એ સ્ટાફ ને કોલ કરી ને બોલાવી લીધ...

વન વિભાગ દ્વારા સૂચિત વેસ્ટર્ન ઘાટ ઇકો સિસ્ટમની ગ્રામસભામા સમજુતી અપાઈ

Image
વન વિભાગ દ્વારા સૂચિત વેસ્ટર્ન ઘાટ ઇકો સિસ્ટમની ગ્રામસભામા સમજુતી અપાઈ સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ સૂચિત વેસ્ટર્ન ઘાટ ઇકો સિસ્ટમ બાબતે પ્રજાજનોને સાચી જાણકારી મળી રહે, અને અહીંના સ્થાનિક રહેવાસીઓમા કોઈ ગેરમાન્યતાઓ ન પ્રવર્તે તે માટે, વન વિભાગ દ્વારા ખાસ ગ્રામસભામા આ અંગેની વિગતવાર સમજૂતી આપવામા આવી હતી. વન અધિકારીઓ દ્વારા ઇકો સિસ્ટમ (ઇકો સેન્સેટીવ ઝોન) શું છે ?, તેમા સુચિત કરેલી પ્રતિબંધિત પ્રવૃત્તિઓ, પ્રમોટેડ એકટિવિટી અને રેગ્યુલેટેડ એકટિવિટી વિગેરેની માહિતી આપવામા આવી હતી. આ વેળા લોકોમા સ્થળાંતર જેવી બાબતે પ્રવર્તતિ ગેરમાન્યતાઓથી નહિ દોરવાવાનો પણ વન અધિકારીઓએ અનુરોધ કર્યો હતો. પ્રજાજનોને સરકારશ્રીના નીતિ નિયમોનુસાર ઘાસચારો, સુકુ પડેલુ બળતણ, ગૌણ વન પેદાશો પણ મળી શકશે તે બાબતની વિસ્તૃત સમજુતી પણ ગ્રામજનોને આપવામા આવી હતી. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાની સુચના અને માર્ગદર્શન હેઠળ, બોટાનિકલ ગાર્ડનના અધિક્ષક શ્રી એન.એમ.પંડયા તથા વાંસદા નેશનલ પાર્કના સુપ્રિટેન્ડેન્ટ શ્રી એસ.વી.વાઘેલા, વધઇ સ્ટ્રાઇકીંગ ફોર્સના આર.એફ.ઓ. શ્રી શંકરભાઇ પટેલ તથા ફોરેસ્ટ...

પતિના ઓફીસમાં કામ કરતી મહિલા સહકર્મચારી સાથે અનૈતિક સંબંધોની જાણ થતાં મહિલાએ તેના પતિને સમજાવા માટે બારડોલી ૧૮૧ અભયમ મહિલાઈન હેલ્પલાઇનની મદદ લીધી

Image
પતિના ઓફીસમાં કામ કરતી મહિલા સહકર્મચારી સાથે અનૈતિક સંબંધોની જાણ થતાં મહિલાએ તેના પતિને સમજાવા માટે બારડોલી ૧૮૧ અભયમ મહિલાઈન હેલ્પલાઇનની મદદ લીધી સરદાર ન્યૂઝ-બારડોલી અભયમની ટીમ દ્વારા પીડિતા ના પતિને કાયદાની ભાષામાં લગ્નજીવન ના તૂટે તે માટે સમજાવ્યા કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહીલા દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિ ના બીજી મહિલા સાથે અનૈતિક સંબંધો છે. મારા પતિ અને સાસુ મને ખૂબ માનસિક ત્રાસ આપે છે. તેથી મારે ૧૮૧ ની મદદની જરૂર છે. જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર ખુશ્બુ પટેલ, કોન્સ્ટેબલ અર્ચનાબેન તેમજ પાઇલોટ અકરમભાઈ શેખ તાત્કાલિક બારડોલી થી નીકળી ઘટના સ્થળ પર દોડી ગયા હતા. પીડિતા મહિલાના કાઉન્સિલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે તેમના લગ્નને ૧૧ વર્ષ થયા છે અને સંતાનમાં એક દીકરી છે. પીડિતાના પતિના છેલ્લાં ૧ વર્ષ થી તેમની સાથે કામ કરતા મહિલા સાથે અનૈતિક સંબંધો છે. એ બાબત ની જાણ પીડિતાને થઈ ગઈ હતી. તેથી પીડિતા ના તેમના પતિ સાથે અવાર નવાર ઝઘડાઓ થતા હતા. મહિલા ને ડાયાબિટીસની બીમારી હતી તેની સારવાર પણ ચાલુ હતી. પીડિતાના પતિ તેમની સારવાર માટે તેમજ દીકરીના અભ...

ડાંગ જિલ્લામા રૂ.૩૫૨૩ લાખની કિંમતના ૮૩.૨૪ કિલોમીટર લંબાઈના કુલ ૩૦ માર્ગો મંજૂર કરતી રાજ્ય સરકાર

Image
ડાંગ જિલ્લામા રૂ.૩૫૨૩ લાખની કિંમતના ૮૩.૨૪ કિલોમીટર લંબાઈના કુલ ૩૦ માર્ગો મંજૂર કરતી રાજ્ય સરકાર ડાંગના ધારાસભ્ય-વ-નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જેવા દુર્ગમ પ્રદેશમા ગ્રામીણ પ્રજાજનોની સુખાકારી માટે સતત ચિંતિત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા, જુદા જુદા ૩૦ જેટલા અંતરિયાળ માર્ગો માટે જોબ નંબર ફાળવાયા છે. ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર, ડાંગ જિલ્લાના ગ્રામ્ય પ્રજાજનોની લાગણી અને માંગણીનો સ્વીકાર કરતા રાજ્ય સરકારે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના- ૨૦૨૪/૨૫ માટે કુલ રૂ.૩૫૨૩ લાખના ખર્ચે ૮૩.૨૪ કિલોમીટરના ૩૦ માર્ગો મંજૂર કર્યા છે. આ માર્ગોનું રિસરફેસિંગ તથા મજબૂતિકરણ અને સ્ટ્રક્ચરની કામગીરી થતા વાહન માલિકોને મોટી રાહત મળી રહેશે. જે માર્ગોના કામો મંજૂર થયા છે તેમા, (૧) આહવા તાલુકાના ૬ માર્ગો, (૨) વઘઇ તાલુકાના ૧૪ માર્ગો, અને (૩) પૂર્વપટ્ટીના સરહદી સુબીર તાલુકાના ૧૦ માર્ગોનો સમાવેશ કરાયો છે.
Image
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માં જન્મ દિન નિમિતે સાકળપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ બ્લૂ બ્લડ હોસ્પિટલ ખાતે દર્દી ઓને ફળફળાદી તેમજ બિસ્કિટ વિતરણ નો કાર્યક્રમ તેમજ સાકરપાતલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કેમ્પસ માં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં જિલ્લા ભાજપ ના પ્રમુખ કિશોરભાઇ ગાવીત તેમજ જિલ્લા પંચાયત ના પ્રમુખ નિર્મળાબેન ગસ તેમજ સુભાષભાઈ ગાઇન, મંગલેશભાઈ ભોંયે અને કાર્યકર્તા ઓ હાજર રહ્યા સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

ડાંગ જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ

Image
ડાંગ જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, ડાંગ જિલ્લા માહિતી કચેરીની આકસ્મિક મુલાકાત લીધી હતી. સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ આહવા સ્થિત PWD કોલોની ખાતે કામચલાઉ ધોરણે કાર્યરત જિલ્લા માહિતી કચેરીની મુલાકાત દરમ્યાન, નાયબ મુખ્ય દંડકશ્રીએ માહિતી અને પ્રસારણ વિભાગની રોજ બરોજની કામગીરીની જાણકારી મેળવી, આહવા ખાતે નવા માહિતી ભવન બાંધકામની ચાલી રહેલી કાર્યવાહી સંબંધિત વિગતો મેળવી હતી. દરમ્યાન સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગારે મહાનુભાવોનુ પુષ્પગુષ્છ વડે સ્વાગત કરી, તેમને આવકાર્યા હતા. નાયબ મુખ્ય દંડકશ્રી સાથે ગુજરાત પ્રવેશ આદિજાતિ મોર્ચાના પ્રદેશ મંત્રી શ્રી સુભાષભાઈ ગાઈન તથા ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમના ડાંગ જિલ્લાના નોડલ શ્રી દિનેશભાઇ ભોયે સહિતના મહાનુભાવોએ પણ, જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

ડાંગ જિલ્લામા રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરતુ માર્ગ-મકાન વિભાગ

Image
ડાંગ જિલ્લામા રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરતુ માર્ગ-મકાન વિભાગ આહવા થી ચિંચલી-બાબુલઘાટ રોડનુ રિપેરીંગ કામ શરૂ સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લામા ભારે વરસાદને પગલે આહવા થી ચિંચલી-બાબુલઘાટ રોડ SH-14 કે જે ક્ષતિગ્રસ્ત થયો હતો, તેનુ હવે વરસાદનુ જોર ધીમુ પડતા, સમારકામ હાથ ધરાયુ છે. રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા આ રસ્તાનુ મેટલ પેચવર્ક પુર્ણ કરવાની સાથે, ડામર સમારકામની કામગીરી શરૂ કરાતા લોકોને આંશિક રાહત થવા પામી છે. ચિંચલી-બાબુલઘાટનો કુલ ૩૧.૨ કી.મીનો રોડ રોડ તાત્કાલિક અસરથી પૂર્વવત કરવા માટે, રાજ્ય માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી એમ.આર.પટેલ, અને નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી વી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ, મદદનીશ ઈજનેર શ્રી ચિરાગ ગાયકવાડ દ્વાર ખડેપગે આ કામગીરી હાથ ધરવામા આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા માર્ગ-મકાન વિભાગ (રાજ્ય) અંતર્ગત આવતા રોડ તેમજ પંચાયત હસ્તકના ગ્રામ્ય રસ્તાઓની પણ હાલ ડામર પેચવર્કની કામગીરી શરૂ કરવામા આવી છે. -

વઘઇ તાલુકાના ડુંગરડા ભેંસકાત્રી રોડ થી બોરીગાવઠા ગામે ૧૦ ગાળાનો પૂર્ણા રિવર બ્રિજ ભારે વહાનો માટે બંધ કરયો

Image
વઘઇ તાલુકાના ડુંગરડા ભેંસકાત્રી રોડ થી બોરીગાવઠા ગામે ૧૦ ગાળાનો પૂર્ણા રિવર બ્રિજ ભારે વહાનો માટે બંધ કરયો ચિરાગ પંચાલ-ડાંગ વઘઇ તાલુકાના ડુંગરડા ભેંસકાત્રી રોડ, જે વાટી ફાટક થી ચેઇન મારફત ખાપરી નદી બોરીગાવઠા ગામે ૧૦ ગાળાનો મેજર બ્રિજ અને ચેઇન પૂર્ણા રિવર બ્રિજ જુનો અને જર્જરીત હાલતમા હોય ભારે વહાનો માટે બંધ કરવામા આવ્યા છે. ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની સ્ટેબિલિટી ચેક કરતા બ્રિજ ક્રિટીકલ કન્ડીશનમા જણાતા પૂર્ણા રિવર બ્રિજ ૧૦ ટન થી વધુના ભારે વહાનો માટે બંધ કરવામા આવ્યો છે. ભારે વહાનો માટે બ્રિજ બંધ કરાતા વઘઇ – પીંપરી- કાલીબેલ- ભેસકાત્રી રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા જણાવાયુ છે. આ બાબતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા - ૨૦૨૩ ની કલમ- ૧૬૩ મુજબ ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌધરી દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ- ૨૨૩ મુજબ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ અધિકારીઓ દ્વારા દંડ અને સજા કરવામા આવશે. આ જાહેરનામુ તા. ૧૧ સપ્ટેમ્બર થી ૧૦ નવેમ્બર સુધી અમલમા રહેશે.
Image
ડાંગ જિલ્લાની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા એમ.વી એક્ટ અંતર્ગત ઓગસ્ટ માસમાં ૪૨૩ ગુનાઓની નોંધણી કરાઇ સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા, માહે ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન એમ.વી. એક્ટની વિવિધ કલમોના ભંગ બદલ ૪૨૩ જેટલા ગુન્હાઓની નોંધણી કરવામાં આવી હતી. સાથે આ ગુનાઓમાં અંગે રૂ.૬ લાખ ૫૦ હજાર જેટલી રકમના ચલણ પણ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. આ ગુન્હાઓમા માર્ગ સલામતી અંગેના ૧૩૦ જેટલા ગુન્હાઓની નોંધણી કરવામાં આવી હતી. જ્યારે યોગ્ય લાયસન્સ વગર વાહન ચલાવવુ, વીમા વગર વાહન ચલાવવુ, ફિટનેશ વગર વાહન ચલાવવુ, વાહનની બહાર સામાન નિકળેલ હોય તેવી જોખમી સ્થિતિમા વાહન ચલાવવુ વગેરે જેવા ગુન્હાઓ પણ નોંધવામાં આવ્યા હતા.

ગલકુંડ અને પિપલપાડા ખાતે જળસંચયના કામોનો શુભારંભ કરાવતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ

Image
ગલકુંડ અને પિપલપાડા ખાતે જળસંચયના કામોનો શુભારંભ કરાવતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સમગ્ર જિલ્લામાં ૧૪૧૦ થી વધુ રેઈન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરાશે : ૧૩૫૧ વ્યક્તિઓને રોજગારી મળશે પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાનો અનુરોધ કરતા શ્રી વિજયભાઈ પટેલ સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી 'જળસંચય જનભાગીદારી અભિયાન' અંતર્ગત ગલકુંડ અને પીપલપાડા ખાતેથી જળસંચયના કામોનો શુભારંભ કરાવતા, નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, વહી જતા વરસાદી પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાનો અનુરોધ કર્યો હતો. નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, ડાંગ જિલ્લામાં ૧૪૧૦ થી વધુ રેઈન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરી, ૧૩૫૧ વ્યક્તિઓને રોજગારી મળશે, તેમ પણ આ વેળા જણાવ્યું હતું. રેઈન વોટર હાર્વેસ્ટિગના ડિજીટલ મોનિટરીંગ ડેશ બોર્ડના તાજેતરમાં કેન્દ્રીય જળસંચય મંત્રી શ્રી સી.આર.પાટિલના હસ્તે થયેલા લોન્ચિંગનો ખ્યાલ આપી, શ્રી વિજયભાઈ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી, જળસંચય અભિયાન હેઠળ બોર...

ગાયખાસ-ચવડવેલ રસ્તે કોઝ-વે ઓળંગવા જતા તણાઇ જવાથી મૃત્યુ પામનારના વારસદારને સહાય ચૂકવાઈ

Image
ગાયખાસ-ચવડવેલ રસ્તે કોઝ-વે ઓળંગવા જતા તણાઇ જવાથી મૃત્યુ પામનારના વારસદારને સહાય ચૂકવાઈ સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ગત તારીખ ૨૬મી જુલાઇ, ૨૦૨૪ના રોજ ડાંગ જિલ્લાના ગાયખાસ-ચવડવેલ તરફ જતા રસ્તામાં કોઝ-વે ઓળંગતા, નદીના પ્રવાહમાં તણાઇ જવાથી મૃત્યુ પામનાર, ગાયખાસના રહિશ સ્વ. ઉમેશભાઈ અર્જુનભાઈ ઠાકરે, ઉ.વ.૩૫ના વારસદારને, રૂ. ૪ લાખની સહાય ચુક્વવામાં આવી છે. કુદરતી આપત્તિને કારણે થયેલા આ મૃત્યુના કેસમાં મૃતકના વારસદાર તેમના પિતા શ્રી અર્જુનભાઈ હીરાજીભાઇ ઠાકરેને આ મંજૂર થયેલી રકમનો હુકમ ડાંગના ધારાસભ્ય-વ-વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનાયત કરાયો હતો.

ડાંગ જિલ્લા ભાજપના સદસ્યતા અભિયાન- ૨૦૨૪ નો શુભારંભ કરવામાં આવ્યો.

Image
ડાંગ જિલ્લા ભાજપના સદસ્યતા અભિયાન- ૨૦૨૪ નો શુભારંભ કરવામાં આવ્યો. સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના સર્કીટ હાઉસ ખાતે યોજાયેલ ડાંગ ભાજપ સદસ્યા લોન્ચીંગ કાર્યક્રમ દ્વારા જિલ્લા સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈની ઉપસ્થિતીમાં તથા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિતની અધ્યક્ષતામાં તા.૪ સપ્ટેમ્બરથી ડાંગ ભાજપ સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામા આવ્યો. જિલ્લા, મંડલ તથા મોરચાના હોદેદ્દારો, ચુંટાયેલા પ્રતિનિધીઓની ઉપસ્થિતમાં થઈ રહેલ લોંન્ચીંગ કાર્યક્રમમાં પ્રમુખ કિશોરભાઈ ગાવિતે જણાવ્યુ કે, ભાજપ જ એકમાત્ર એવી પાર્ટી છે જે દર છ વર્ષે સદસ્યતા પૂર્ણ કરી નવા સદસ્યતા બનાવવાની પ્રક્રિયા કરે છે તથા પ્રાથમિક સભ્ય બનાવ્યા પછી સક્રિય સભ્ય બનવાની પણ વાત કરવામાં આવી. ડાંગ જિલ્લામાં સંભવિત ૧ લાખના લક્ષ્યાંક સામે હવે તમામ બુથ સુધી નક્કર આયોજન કરી વધુમાં વધુ સભ્યો પાર્ટી સાથે જોડાય તેવી આશા વ્યકત કરવામાં આવી. પ્રભારી રાજેશભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યુ કે, ભારતીય જનસંઘથી લઈને સને ૧૯૮૦ માં ભાજપની રચના થયા બાદ પાર્ટીના બંધારણ મુજબ અત્યાર સુધી પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્ય બનાવવાની પ્રક્રિયા મુજ...

વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે આહવાના સરકારી કુમાર છાત્રાલયની આકસ્મિક મુલાકાત લીધી

Image
વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે આહવાના સરકારી કુમાર છાત્રાલયની આકસ્મિક મુલાકાત લીધી હોસ્ટેલની ભૌતિક સુવિધાઓની ચકાસણી કરી, ત્વરીત લાયબ્રેરી કરવાની સુચના આપી સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે ગતરોજ આહવા ખાતે આવેલ સરકારી કુમાર છાત્રાલયની આકસ્મિત મુલાકાત લઈ, અહીંની ભૌતિક સુવિધાઓની ચકાસણી કરી, સંબંધિત અધિકારીઓને યોગ્ય સુચનો કર્યા હતા. આહવા ખાતે આવેલ આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના સરકારી કુમાર છાત્રાલયમાં ધારાસભ્ય શ્રી પટેલે છાત્રાલયમાં પીવાના પાણીની વ્યવસ્થા, ચોમાસાના પગલે બિલ્ડીંગમાં પાણી ગળતર, વીજળી, ફાયર સેફ્ટી, પંખા, ટ્યુબ લાઇટની વ્યવસ્થા, તેમજ ભોજનાલયમાં જઇ અનાજની ગુણવત્તા તેમજ વિદ્યાર્થીઓને પિરસવામાં આવતા ભોજનની ગુણવત્તાઅંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. અહિં વિદ્યાર્થીઓ દ્વારા ધારાસભ્યશ્રીને લાયબ્રેરી શરૂ કરવા અંગેની રજુઆત કરવામાં આવી હતી. જેમાં આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ આદિજાતી અધિકારી શ્રી ચુનીલાલ ભોવરેને, ત્વરીત કાર્યવાહી પુર્ણ કરી વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી શર...

ઝાવડાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ

Image
ઝાવડાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આજે ભારે વરસાદ નોંધાયો હતો. જેને પગલે વઘઇથી નજીક આવેલા ઝાવડા ગામમાં અતિભારે વરસાદના સમાચાર મળતા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે તાત્કાલિક ધટના સ્થળે દોડી જઇ, ગામની મુલાકાત લીધી હતી. ઝાવડા ગામમાં સર્વત્ર પાણી ભરાઇ જતાં ગામમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિમાર્ણ થુયં હતુ. આ ગામની બે દુકાનોમાં સંપુર્ણ પાણી ભરાઇ જતાં દુકાનનો સામાન પાણીમાં તણાઇ ગયો હતો. શ્રી વિજયભાઇ પટેલે સ્થાનિક વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ, સાથે ગામની મુલાકાત લઈ નુકશાની અંગે સમીક્ષા હાથ ધરી હતી. તેમજ નુકસાન પામેલા ઘર, દુકાનો, ખેતી વિગેરેનો સર્વે કરી તાત્કાલિક સહાય અને વળતર ચુકવણાં અંગે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતુ. ધારાસભ્યશ્રી સાથેની આ મુલાકાત દરમિયાન વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, વઘઇ તાલુકા વિકાસ અધિકારી સુશ્રી મિનાબેન પટેલ સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારી, કર્મચારીઓ સ્થાનિક આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યાં હ...
Image
ડાંગ જિલ્લા એલસીબી પોલીસે ગણતરીનાં દિવસોમાં મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો.. સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ સાપુતારા પોલીસ મથક વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ 60 હજારની કિંમતનો મોબાઇલ ચોરી થયો હતો.ત્યારે ડાંગ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ PSI કે.જી.નિરંજનનાં માર્ગદર્શન હેઠળ ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી આરોપીની અટકાયત કરી છે.સુરત શહેરનો એક પરિવાર થોડા દિવસ અગાઉ સાપુતારા ખાતે ફરવા માટે આવ્યો હતો.ત્યારે સાપુતારા ટેબલ પોઈન્ટ પર ભીડનો ગેરલાભ લઈ આ પ્રવાસીનાં ખિસ્સામાંથી 60 હજાર ની કિંમતનો મોબાઇલ ચોરી કરવામાં આવેલ હોવાની ફરિયાદ સાપુતારા પોલીસ મથકે નોંધાઈ હતી.જે બાદ ડાંગ જિલ્લા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.ત્યારે ડાંગ જિલ્લા એલસીબીનાં પી.એસ.આઇ. કે.જે.નિરંજનનાં માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે પણ ચોરીનો ભેદ ઉકેલવા પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.ત્યારે પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી કે, સાપુતારા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ મોબાઈલ ફોન સાપુતારા નવાગામ ખાતે રહેતા જગદીશભાઈ સંજયભાઈ ગાંગોર્ડે પાસે છે.જે બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ જગદીશભાઈ ગાંગોર્ડેની અટકાયત કર...

ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સંકલન સભા

Image
ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સંકલન સભા આજ રોજ ડાંગ જિલ્લા પંચાયતના સભાખંડ માં ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની કારોબારી સંકલન સભા પ્રમુખશ્રી સુરેન્દ્રભાઈ ગાવિતની અધ્યક્ષતામાં યોજાઈ.આ સભામાં ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી સુરેન્દ્રભાઈ ગાવિત,મહામંત્રીશ્રી ચિંતનકુમાર પટેલ,ખજાનચીશ્રી દલપતભાઈ પટેલ,આંતરિક અન્વેષકશ્રીઓ સુનિલભાઈ ચૌધરી અને વિજયભાઈ પટેલ તથા તમામ જિલ્લા કારોબારી સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા. સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ આ સભામાં નવા હોદ્દેદારોની વરણી,વાર્ષિક લવાજમ-2024 બાબત,જૂની પેન્શન યોજનાની લડતના કાર્યક્રમ બાબત તથા શિક્ષકોનાં વિવિઘ પ્રશ્નો વિશે મુક્ત વાતાવરણમાં ચર્ચા કરવામાં આવી.પ્રમુખશ્રી/મહામંત્રીશ્રી દ્વારા સંગઠનના મિત્રોના સહયોગથી દરેક પ્રશ્નોના ઉકેલ લાવવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.વધુમાં નવા વરાયેલા હોદ્દેદારોને મહામંત્રીશ્રી દ્વારા અભિનંદન પાઠવી કારોબારી સભામાં ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને જિલ્લા કારોબારી સભ્યોનો આભાર વ્યક્ત કરી કારોબારી સભા પૂર્ણ જાહેર કરવામાં આવી.