ડાંગ જિલ્લા ભાજપના સદસ્યતા અભિયાન- ૨૦૨૪ નો શુભારંભ કરવામાં આવ્યો.
ડાંગ જિલ્લા ભાજપના સદસ્યતા અભિયાન- ૨૦૨૪ નો શુભારંભ કરવામાં આવ્યો.
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના સર્કીટ હાઉસ ખાતે યોજાયેલ ડાંગ ભાજપ સદસ્યા લોન્ચીંગ કાર્યક્રમ દ્વારા જિલ્લા સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈની ઉપસ્થિતીમાં તથા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિતની અધ્યક્ષતામાં તા.૪ સપ્ટેમ્બરથી ડાંગ ભાજપ સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામા આવ્યો.
જિલ્લા, મંડલ તથા મોરચાના હોદેદ્દારો, ચુંટાયેલા પ્રતિનિધીઓની ઉપસ્થિતમાં થઈ રહેલ લોંન્ચીંગ કાર્યક્રમમાં પ્રમુખ કિશોરભાઈ ગાવિતે જણાવ્યુ કે, ભાજપ જ એકમાત્ર એવી પાર્ટી છે જે દર છ વર્ષે સદસ્યતા પૂર્ણ કરી નવા સદસ્યતા બનાવવાની પ્રક્રિયા કરે છે તથા પ્રાથમિક સભ્ય બનાવ્યા પછી સક્રિય સભ્ય બનવાની પણ વાત કરવામાં આવી. ડાંગ જિલ્લામાં સંભવિત ૧ લાખના લક્ષ્યાંક સામે હવે તમામ બુથ સુધી નક્કર આયોજન કરી વધુમાં વધુ સભ્યો પાર્ટી સાથે જોડાય તેવી આશા વ્યકત કરવામાં આવી. પ્રભારી રાજેશભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યુ કે, ભારતીય જનસંઘથી લઈને સને ૧૯૮૦ માં ભાજપની રચના થયા બાદ પાર્ટીના બંધારણ મુજબ અત્યાર સુધી પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્ય બનાવવાની પ્રક્રિયા મુજબ ૧ લી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીએ સદસ્યતા મેળવીને સમગ્ર દેશમાં અભિયાનનો આરંભ કરાવ્યો છે. ૩ સપ્ટેમ્બરે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રાથમિક સદસ્ય બની અભિયાનનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. જ્યારે ૪ સપ્ટેમ્બરે રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં અભિયાનનો શુભારંભ અને પ્રત્રકાર પરિષદ યોજવાનુ આયોજન હતું. જે અંતર્ગત ડાંગ જિલ્લામાં પણ આ અભિયાનનો શુભારંભ થતા તમામ હોદ્દેદારોને તથા તમામ બુથો પર ઓછામાં ઓછા ૧૦૦ પ્રાથમિક સભ્યો બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી. અંતે મહામંત્રી અને અભિયાનના સંયોજક હરિરામભાઈ સાવંતે નમો એપ, ભાજપ વેબસાઈટ, મીસ્ડ કોલ તથા ઓફલાઈન ફોર્મ દ્વારા વધુમાં વધુ સભ્યો ભાજપ સાથે જોડાય તેવી સૂચનાઓ આપવામાં આવી.
મહામંત્રી રાજેશભાઈ ગામીત, અભિયાનના સહ સંયોજક કાંતીલાલભાઈ રાઉત તથા રણજીતાબેન પટેલ સહિત જિલ્લા, મંડલ તથા મોરચાના હોદેદ્દારો, જિલ્લા, તાલુકા સદસ્ય અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા.

Comments
Post a Comment