વઘઇ તાલુકાના ડુંગરડા ભેંસકાત્રી રોડ થી બોરીગાવઠા ગામે ૧૦ ગાળાનો પૂર્ણા રિવર બ્રિજ ભારે વહાનો માટે બંધ કરયો
વઘઇ તાલુકાના ડુંગરડા ભેંસકાત્રી રોડ થી બોરીગાવઠા ગામે ૧૦ ગાળાનો પૂર્ણા રિવર બ્રિજ ભારે વહાનો માટે બંધ કરયો
ચિરાગ પંચાલ-ડાંગ
વઘઇ તાલુકાના ડુંગરડા ભેંસકાત્રી રોડ, જે વાટી ફાટક થી ચેઇન મારફત ખાપરી નદી બોરીગાવઠા ગામે ૧૦ ગાળાનો મેજર બ્રિજ અને ચેઇન પૂર્ણા રિવર બ્રિજ જુનો અને જર્જરીત હાલતમા હોય ભારે વહાનો માટે બંધ કરવામા આવ્યા છે.
ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની સ્ટેબિલિટી ચેક કરતા બ્રિજ ક્રિટીકલ કન્ડીશનમા જણાતા પૂર્ણા રિવર બ્રિજ ૧૦ ટન થી વધુના ભારે વહાનો માટે બંધ કરવામા આવ્યો છે.
ભારે વહાનો માટે બ્રિજ બંધ કરાતા વઘઇ – પીંપરી- કાલીબેલ- ભેસકાત્રી રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા જણાવાયુ છે.
આ બાબતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા - ૨૦૨૩ ની કલમ- ૧૬૩ મુજબ ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌધરી દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.
આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ- ૨૨૩ મુજબ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ અધિકારીઓ દ્વારા દંડ અને સજા કરવામા આવશે.
આ જાહેરનામુ તા. ૧૧ સપ્ટેમ્બર થી ૧૦ નવેમ્બર સુધી અમલમા રહેશે.

Comments
Post a Comment