ડાંગ જિલ્લાની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા એમ.વી એક્ટ અંતર્ગત ઓગસ્ટ માસમાં ૪૨૩ ગુનાઓની નોંધણી કરાઇ
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા, માહે ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન એમ.વી. એક્ટની વિવિધ કલમોના ભંગ બદલ ૪૨૩ જેટલા ગુન્હાઓની નોંધણી કરવામાં આવી હતી. સાથે આ ગુનાઓમાં અંગે રૂ.૬ લાખ ૫૦ હજાર જેટલી રકમના ચલણ પણ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. આ ગુન્હાઓમા માર્ગ સલામતી અંગેના ૧૩૦ જેટલા ગુન્હાઓની નોંધણી કરવામાં આવી હતી. જ્યારે યોગ્ય લાયસન્સ વગર વાહન ચલાવવુ, વીમા વગર વાહન ચલાવવુ, ફિટનેશ વગર વાહન ચલાવવુ, વાહનની બહાર સામાન નિકળેલ હોય તેવી જોખમી સ્થિતિમા વાહન ચલાવવુ વગેરે જેવા ગુન્હાઓ પણ નોંધવામાં આવ્યા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...