ડાંગ જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ
ડાંગ જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, ડાંગ જિલ્લા માહિતી કચેરીની આકસ્મિક મુલાકાત લીધી હતી.
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
આહવા સ્થિત PWD કોલોની ખાતે કામચલાઉ ધોરણે કાર્યરત જિલ્લા માહિતી કચેરીની મુલાકાત દરમ્યાન, નાયબ મુખ્ય દંડકશ્રીએ માહિતી અને પ્રસારણ વિભાગની રોજ બરોજની કામગીરીની જાણકારી મેળવી, આહવા ખાતે નવા માહિતી ભવન બાંધકામની ચાલી રહેલી કાર્યવાહી સંબંધિત વિગતો મેળવી હતી.
દરમ્યાન સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગારે મહાનુભાવોનુ પુષ્પગુષ્છ વડે સ્વાગત કરી, તેમને આવકાર્યા હતા. નાયબ મુખ્ય દંડકશ્રી સાથે ગુજરાત પ્રવેશ આદિજાતિ મોર્ચાના પ્રદેશ મંત્રી શ્રી સુભાષભાઈ ગાઈન તથા ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમના ડાંગ જિલ્લાના નોડલ શ્રી દિનેશભાઇ ભોયે સહિતના મહાનુભાવોએ પણ, જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

Comments
Post a Comment