વન વિભાગ દ્વારા સૂચિત વેસ્ટર્ન ઘાટ ઇકો સિસ્ટમની ગ્રામસભામા સમજુતી અપાઈ

વન વિભાગ દ્વારા સૂચિત વેસ્ટર્ન ઘાટ ઇકો સિસ્ટમની ગ્રામસભામા સમજુતી અપાઈ
સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ સૂચિત વેસ્ટર્ન ઘાટ ઇકો સિસ્ટમ બાબતે પ્રજાજનોને સાચી જાણકારી મળી રહે, અને અહીંના સ્થાનિક રહેવાસીઓમા કોઈ ગેરમાન્યતાઓ ન પ્રવર્તે તે માટે, વન વિભાગ દ્વારા ખાસ ગ્રામસભામા આ અંગેની વિગતવાર સમજૂતી આપવામા આવી હતી. વન અધિકારીઓ દ્વારા ઇકો સિસ્ટમ (ઇકો સેન્સેટીવ ઝોન) શું છે ?, તેમા સુચિત કરેલી પ્રતિબંધિત પ્રવૃત્તિઓ, પ્રમોટેડ એકટિવિટી અને રેગ્યુલેટેડ એકટિવિટી વિગેરેની માહિતી આપવામા આવી હતી. આ વેળા લોકોમા સ્થળાંતર જેવી બાબતે પ્રવર્તતિ ગેરમાન્યતાઓથી નહિ દોરવાવાનો પણ વન અધિકારીઓએ અનુરોધ કર્યો હતો. પ્રજાજનોને સરકારશ્રીના નીતિ નિયમોનુસાર ઘાસચારો, સુકુ પડેલુ બળતણ, ગૌણ વન પેદાશો પણ મળી શકશે તે બાબતની વિસ્તૃત સમજુતી પણ ગ્રામજનોને આપવામા આવી હતી. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાની સુચના અને માર્ગદર્શન હેઠળ, બોટાનિકલ ગાર્ડનના અધિક્ષક શ્રી એન.એમ.પંડયા તથા વાંસદા નેશનલ પાર્કના સુપ્રિટેન્ડેન્ટ શ્રી એસ.વી.વાઘેલા, વધઇ સ્ટ્રાઇકીંગ ફોર્સના આર.એફ.ઓ. શ્રી શંકરભાઇ પટેલ તથા ફોરેસ્ટર મીનાબેન ધુમ, બીટગાર્ડ સંગીતાબેન મુંડકર દ્વારા આંબાબારી, કેવડી, કાળાઆંબા, નાની વઘઇ, અને સાદડદેવીના વનિલ ગ્રામ્ય વિસ્તારમા આયોજિત ગ્રામસભામા હાજર રહી, આ જાણકારી પુરી પાડવામા આવી હતી. જેમા તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચશ્રીઓ, તલાટી-કમ-મંત્રીશ્રીઓ, વહીવટદારશ્રીઓ, ઇકો ડેવલપમેન્ટ કમિટિના પ્રમુખ/મંત્રીશ્રીઓ, ગામના આગેવાનો, મહિલાઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...