બારડોલી નગર વિસ્તારમાંથી પીડિત યુવતી એ 181 ની મદદ માંગી...
ગત રોજ બારડોલી વિસ્તારમાંથી પીડિત યુવતી એ 181 ની મદદ માંગતા જણાવ્યું કે નોકરી ના બહાને દુકાનમાં બોલાવી ખરાબ કૃત્ય કરવાનો પ્રયત્ન કરેલ.
બ્યુરો રિપોર્ટ સરદાર ન્યૂઝ:-બારડોલી
ત્યાર બાદ જણાવેલ સરનામે પહોંચી પીડિત યુવતી નું અસરકારક કાઉન્સી લિંગ કરતા જાણવા મળે છે કે યુવતી દોઢ વર્ષ થી એક એન. જી. ઓ મા કામ કરતા હોય. કાર્ય સ્થળ ની બાજુમાં કરિયાણાની દુકાન હોય જ્યાં તેઓ અવારનવાર જરૂરિયાત ની વસ્તુઓ લેવા જતા હોય. યુવતી ની ઘરની પરિસ્થિતિ સારી ના હોવાથી કરિયાણાની દુકાનના માલિકને બે- ત્રણ મહિના પહેલા નોકરી માટે વાત કરી હોય. દુકાન માલિકે બાયોડેટા મંગાવ્યા હોય જે યુવતીએ વોટ શપ દ્વારા મોકલાવી દીધેલ છતાં દુકાન વાળા ભાઈ યુવતીને પોતાની દુકાનમાં બોલાવ્યા હોય અને ખરાબ કૃત્ય કરવાનો પ્રયત્ન કરેલ. યુવતી દુકાન ની બહાર જવાનો પ્રયત્ન કરેલ પરંતુ નોકરી માટે કોલ આવે છે તેવું કહી રોકી રાખ્યા હતા. યુવતી ખૂબ ગભરાઈ ગયા હતા અને ભાગીને પોતાને ઓફિસ માં લોક કરી દીધેલ છતાં દુકાન વાળા યુવતી ની પાછળ ગયા હતા અને દરવાજો ખોલાવવા નો પ્રયત્ન કરેલ. તે સમય ઓફિસ મા કોઇ સ્ટાફ હાજર ન હતા તેથી યુવતી એ સ્ટાફ ને કોલ કરી ને બોલાવી લીધા હતા અને બંને પક્ષે બોલાચાલી થઈ હતી પરંતુ સામે પક્ષ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી તેથી યુવતી એ 181 ની મદદ માંગી હતી.181 દ્વારા યુવતીનું અસરકારક કાઉન્સે લિંગ કરી સાંત્વના આપી હતી. 181 દ્વારા બંને પક્ષોની વિગત જાણી દુકાન વાળા ભાઈ ને સમજાવ્યા કે તમારા પત્ની અને બે બાળકો હોવ છતાં આવું કૃત્ય તમને શોભા આપતું નથી. છેડતી કરવી એ કાયદાકીય રીતે ગુનો બને છે અને જેની તમને સજા થઈ શકે છે. 181 દ્વારા સામે પક્ષ ના આધેડ પુરુષ ને કડક શબ્દોમાં કાયદા નું ભાન કરાવ્યું હતું. અને આગળ ની કાયદાકીય કાર્યવાહી કરવા માટે પોલિસ સ્ટેશન મા અરજી કરાવેલ છે.

Comments
Post a Comment