ગાયખાસ-ચવડવેલ રસ્તે કોઝ-વે ઓળંગવા જતા તણાઇ જવાથી મૃત્યુ પામનારના વારસદારને સહાય ચૂકવાઈ
ગાયખાસ-ચવડવેલ રસ્તે કોઝ-વે ઓળંગવા જતા તણાઇ જવાથી મૃત્યુ પામનારના વારસદારને સહાય ચૂકવાઈ
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
ગત તારીખ ૨૬મી જુલાઇ, ૨૦૨૪ના રોજ ડાંગ જિલ્લાના ગાયખાસ-ચવડવેલ તરફ જતા રસ્તામાં કોઝ-વે ઓળંગતા, નદીના પ્રવાહમાં તણાઇ જવાથી મૃત્યુ પામનાર, ગાયખાસના રહિશ સ્વ. ઉમેશભાઈ અર્જુનભાઈ ઠાકરે, ઉ.વ.૩૫ના વારસદારને, રૂ. ૪ લાખની સહાય ચુક્વવામાં આવી છે.
કુદરતી આપત્તિને કારણે થયેલા આ મૃત્યુના કેસમાં મૃતકના વારસદાર તેમના પિતા શ્રી અર્જુનભાઈ હીરાજીભાઇ ઠાકરેને આ મંજૂર થયેલી રકમનો હુકમ ડાંગના ધારાસભ્ય-વ-વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનાયત કરાયો હતો.

Comments
Post a Comment