ડાંગ જિલ્લામા રૂ.૩૫૨૩ લાખની કિંમતના ૮૩.૨૪ કિલોમીટર લંબાઈના કુલ ૩૦ માર્ગો મંજૂર કરતી રાજ્ય સરકાર

ડાંગ જિલ્લામા રૂ.૩૫૨૩ લાખની કિંમતના ૮૩.૨૪ કિલોમીટર લંબાઈના કુલ ૩૦ માર્ગો મંજૂર કરતી રાજ્ય સરકાર ડાંગના ધારાસભ્ય-વ-નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો
સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જેવા દુર્ગમ પ્રદેશમા ગ્રામીણ પ્રજાજનોની સુખાકારી માટે સતત ચિંતિત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા, જુદા જુદા ૩૦ જેટલા અંતરિયાળ માર્ગો માટે જોબ નંબર ફાળવાયા છે. ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર, ડાંગ જિલ્લાના ગ્રામ્ય પ્રજાજનોની લાગણી અને માંગણીનો સ્વીકાર કરતા રાજ્ય સરકારે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના- ૨૦૨૪/૨૫ માટે કુલ રૂ.૩૫૨૩ લાખના ખર્ચે ૮૩.૨૪ કિલોમીટરના ૩૦ માર્ગો મંજૂર કર્યા છે. આ માર્ગોનું રિસરફેસિંગ તથા મજબૂતિકરણ અને સ્ટ્રક્ચરની કામગીરી થતા વાહન માલિકોને મોટી રાહત મળી રહેશે. જે માર્ગોના કામો મંજૂર થયા છે તેમા, (૧) આહવા તાલુકાના ૬ માર્ગો, (૨) વઘઇ તાલુકાના ૧૪ માર્ગો, અને (૩) પૂર્વપટ્ટીના સરહદી સુબીર તાલુકાના ૧૦ માર્ગોનો સમાવેશ કરાયો છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...