ડાંગના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્વછતા અભિયાન હાથ ધરાયુ
ડાંગના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્વછતા અભિયાન હાથ ધરાયુ
સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ
ગત તારીખ ૧૭મી સપ્ટેમ્બરથી આરંભાયેલા, અને આગામી તા.૩૧મી ઓક્ટોબર-૨૦૨૪ સુધી ચાલનારા 'સ્વછતા હી સેવા અભિયાન-૨૦૨૪' અંતર્ગત, ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના આહવા તથા વઘઈ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા, તેમના હસ્તકના માર્ગોની વિશેષ સ્વછતા હાથ ધરવામા આવી છે.
'સ્વભાવ સ્વછતા, સંસ્કાર સ્વછતા' ની થીમ આધારિત ચાલી રહેલા સ્વછતા અભિયાનમા, ડાંગના માર્ગ અને મકાન વિભાગે પણ સામેલ થઈ, રોડ રસ્તાની સફાઈ હાથ ધરી છે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી મહેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, કચેરીના કર્મચારીઓ દ્વારા વઘઈ-આહવા રાજ્યધોરી માર્ગની સાઈડમા જંગલ કટિંગ, અને ઘાસનુ નિંદામણ કરી, રસ્તો ક્લિયર કરવા સાથે રેસ્ટ હાઉસના ગાર્ડન સહિતની સાફ સફાઈ હાથ ધરવામા આવી છે.

Comments
Post a Comment