ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સંકલન સભા
ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સંકલન સભા
આજ રોજ ડાંગ જિલ્લા પંચાયતના સભાખંડ માં ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની કારોબારી સંકલન સભા પ્રમુખશ્રી સુરેન્દ્રભાઈ ગાવિતની અધ્યક્ષતામાં યોજાઈ.આ સભામાં ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી સુરેન્દ્રભાઈ ગાવિત,મહામંત્રીશ્રી ચિંતનકુમાર પટેલ,ખજાનચીશ્રી દલપતભાઈ પટેલ,આંતરિક અન્વેષકશ્રીઓ સુનિલભાઈ ચૌધરી અને વિજયભાઈ પટેલ તથા તમામ જિલ્લા કારોબારી સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા.
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
આ સભામાં નવા હોદ્દેદારોની વરણી,વાર્ષિક લવાજમ-2024 બાબત,જૂની પેન્શન યોજનાની લડતના કાર્યક્રમ બાબત તથા શિક્ષકોનાં વિવિઘ પ્રશ્નો વિશે મુક્ત વાતાવરણમાં ચર્ચા કરવામાં આવી.પ્રમુખશ્રી/મહામંત્રીશ્રી દ્વારા સંગઠનના મિત્રોના સહયોગથી દરેક પ્રશ્નોના ઉકેલ લાવવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.વધુમાં નવા વરાયેલા હોદ્દેદારોને મહામંત્રીશ્રી દ્વારા અભિનંદન પાઠવી કારોબારી સભામાં ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને જિલ્લા કારોબારી સભ્યોનો આભાર વ્યક્ત કરી કારોબારી સભા પૂર્ણ જાહેર કરવામાં આવી.

Comments
Post a Comment