વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે આહવાના સરકારી કુમાર છાત્રાલયની આકસ્મિક મુલાકાત લીધી
વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે આહવાના સરકારી કુમાર છાત્રાલયની આકસ્મિક મુલાકાત લીધી
હોસ્ટેલની ભૌતિક સુવિધાઓની ચકાસણી કરી, ત્વરીત લાયબ્રેરી કરવાની સુચના આપી
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે ગતરોજ આહવા ખાતે આવેલ સરકારી કુમાર છાત્રાલયની આકસ્મિત મુલાકાત લઈ, અહીંની ભૌતિક સુવિધાઓની ચકાસણી કરી, સંબંધિત અધિકારીઓને યોગ્ય સુચનો કર્યા હતા.
આહવા ખાતે આવેલ આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના સરકારી કુમાર છાત્રાલયમાં ધારાસભ્ય શ્રી પટેલે છાત્રાલયમાં પીવાના પાણીની વ્યવસ્થા, ચોમાસાના પગલે બિલ્ડીંગમાં પાણી ગળતર, વીજળી, ફાયર સેફ્ટી, પંખા, ટ્યુબ લાઇટની વ્યવસ્થા, તેમજ ભોજનાલયમાં જઇ અનાજની ગુણવત્તા તેમજ વિદ્યાર્થીઓને પિરસવામાં આવતા ભોજનની ગુણવત્તાઅંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
અહિં વિદ્યાર્થીઓ દ્વારા ધારાસભ્યશ્રીને લાયબ્રેરી શરૂ કરવા અંગેની રજુઆત કરવામાં આવી હતી. જેમાં આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ આદિજાતી અધિકારી શ્રી ચુનીલાલ ભોવરેને, ત્વરીત કાર્યવાહી પુર્ણ કરી વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી શરૂ કરવાની સુચના આપી હતી.
આ ઉપરાંત ધારાસભ્યશ્રીએ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના કેમ્પસમાં બનાવેલ, વોટર રીચાર્જ સ્ટ્રક્ચરનું જાત નિરીક્ષણ કરી, વહી જતા વરસાદી પાણીના યોગ્ય સંગ્રહ અને સુવ્યવસ્થિત આયોજન કરવા સાથે 'કેચ ધ રેઇન' કાર્યક્રમનું મહત્વ સ્પષ્ટ કર્યું હતું.

Comments
Post a Comment