Posts

Showing posts from February, 2023

પાસાના આરોપીને પકડી પાડતી શહેરા પોલીસ.

Image
પાસાના આરોપીને પકડી પાડતી શહેરા પોલીસ. સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓએ અસામાજીક પ્રવ્રુત્તિઓ કરી સમાજમાં દુષણ ફેલાવતાં ઇસમો વિરૂદ્ધ પાસા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના કરેલ જે અન્વયે ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓએ માજીદખાં બિસ્મીલ્લાખાં પઠાણ રહે.વચ્છેસર ફળીયુ આંકડીયા તા.શહેરા જી.પંચમહાલ નાનો શહેરા વિસ્તારમાં ગેરકાયદેસર ગૌવંશના કતલનાં ગુન્હાઓ આચરી સમાજમાં દહેશત ફેલાવી અસામાજીક પ્રવ્રુત્તિઓ કરી ભયનો માહોલ ઉભો કરતો હોય અને આજુબાજુમાં રહેતા લોકોમાં ભય ફેલાવતો હોય. જે માથાભારે ઈસમ વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરતાં મહે. જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પંચમહાલ-ગોધરા નાઓએ પાસા મંજુર કરતાં ઉપરોક્ત ઇસમને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.કે.રાજપુત તથા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના માણસોએ વોરંટ આધારે પકડી લઇ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ...

વઘઈ કૃષિ યુનિવર્સીટીમા 'મિલેટ વર્ષ' ની ઉજવણી કરાઈ...

Image
વઘઈ કૃષિ યુનિવર્સીટીમા 'મિલેટ વર્ષ' ની ઉજવણી કરાઈ  ડાંગ જિલ્લાના લોકોનુ નાગલી ( રાગી ) સાથે જીવન જોડાયેલ છે - શ્રી વિજયભાઈ પટેલ સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ  આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષની ઉજવણીના ભાગરૂપે, વઘઈ કૃષિ યુનિવર્સીટીમા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા મિલેટ ફેસ્ટિવલ - 2023ની ઉજવણી કરવામા આવી હતી.  મિલેટ વર્ષ શિબિરમા પ્રાકૃતિક ખેતી તરફ વળી, મિલેટ પાકોના ઉત્પાદન વધારવા માટે નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામા આવ્યો હતો. પ્રકૃતિ સાથે રહી જૂની પદ્ધતિઓ અપનાવી મિલેટ પાકોની જાળવણી કરવા માટે પણ શ્રી પટેલ દ્વારા વધુમા જણાવાયુ હતુ. ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરતા પ્રાકૃતિક ખેતી માટે સરકાર દ્વારા અનેક સહાય યોજનાઓનો લાભ આપવામા આવે છે. ગાય નિભાવ ખર્ચ, ખેડૂત સન્માન નિધિ યોજના વગેરેનો વધુમા વધુ લાભ લેવા માટે પણ શ્રી વિજયભાઈ દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામા આવ્યો હતો. આ ઉપરાંત ગત રોજ વિધાનસભામા રજૂ થયેલ બજેટમા ડાંગ જિલ્લાને મેડિકલ કોલેજ મળવા બદલ તેમણે સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. માનવજાતના સ્વાસ્થ્ય માટે વડાપ્રધાન...

27મી ફેબ્રુથી સાતમી માર્ચ સુધી હોળાષ્ટકઃ શું છે તેનું મહાત્મ્ય...?

Image
27મી ફેબ્રુથી સાતમી માર્ચ સુધી હોળાષ્ટકઃ શું છે તેનું મહાત્મ્ય...?  સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ હોળી પહેલાની આઠ તિથિ એટલે હોળાષ્ટક. આ સમયગાળાને અશુભ માનવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શિવે કામદેવને ભસ્મ કર્યા એ દિવસ ફાગણ શુક્લ અષ્ટમી હતી. ત્યારથી ફાગણ સુદ અષ્ટમીથી ફાગણ સુદ પૂર્ણિમા એટલે કે હોળી સુધીના સમયગાળાને અશુભ ગણવામાં આવ્યો છે. આ સમયગાળો સાંસારિક કામનાઓને નષ્ટ કરવા માટે છે. કામનાઓની પૂર્તિ માટે નહીં. આ સમય સાધના કરવા માટે, પ્રભુ ભક્તિ કરવા માટે ઉત્તમ છે, પરંતુ આ દરમિયાન કોઈ શુભ કાર્ય એટલે કે સંસારની દૃષ્ટિએ શુભ હોય એવા પ્રસંગો થઈ શકતા નથી. જેમ કે વિવાહ, ખાતમુહૂર્ત, સગાઈ, મુંડન, ગૃહપ્રવેશ, હવન વગેરે. 27મીએ રાતે 12.59 વાગ્યાથી હોળાષ્ટક બેસે છે. (26મીએ રાતે 12 વાગ્યા પછી 27 તારીખ ગણાશે.) એવું કહેવાય છે કે... હોળાષ્ટકની આઠમી તિથિએ ચંદ્ર ઉગ્ર બને છે. - નવમી તિથિએ સૂર્ય ઉગ્ર બને છે. - દસમી તિથિએ શનિ ઉગ્ર બને છે. - અગિયારસે શુક્ર ઉગ્ર બને છે. - બારસ તિથિએ ગુરુ ઉગ્ર બને છે. - ત્રયોદશીએ બુધ ગ્રહ ઉગ્ર બને છે. - ચતુર્દશીએ મંગળ ઉગ્ર બને છે. - પૂનમની તિથિએ રાહ...

વેજલપુર પોલીસે કતલ કરવાના ઇરાદે ક્રુરતાપૂર્વક ખુલ્લા ખેતરમાં બાંધી રાખેલા ૧૨ ગૌવંશને બચાવી લીધા

Image
વેજલપુર પોલીસે કતલ કરવાના ઇરાદે ક્રુરતાપૂર્વક ખુલ્લા ખેતરમાં બાંધી રાખેલા ૧૨ ગૌવંશને બચાવી લીધા સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ કાલોલ ના વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.આર.ગોહિલ સહિત પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે નવાગામ રીછીયા ગામ ચલાલી રોડ ઉપર નિશાળ ફળિયાના ખુલ્લા ખેતરમાં ક્રૂરતાપૂર્વક બાંધીને ઘાસચારા કે પાણીની સગવડ વગર કતલ કરવાનાં ઇરાદે બાંધી રાખેલા તેવી બાતમી વાળી જગ્યાએ પોલીસ સ્ટાફ સાથે તપાસ કરતાં ગાયનંગ-૦૩,બળદ નંગ-૭ અને વાછરડા નંગ એક તથા વાછરડી નંગ એક કુલ ૧૨ ગૌવંશ નંગ જેની કિં.રૂ.૧,૪૫,૦૦૦/ ના મુદ્દામાલ કબજે કરી આરોપી મોહમદ હનીફ ઉર્ફે જખર ઉર્ફે જકરીયો S/O સીદીક ટપ રહે.વેજલપુર તાલુકા કાલોલ જીલ્લા પંચમહાલ નાઓ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમની વિવિધ કલમો અધિનિયમની વિવિ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વેજલપુર પોલીસ દ્વારા પ્રસસનીય કામગીરી કરવામાં આવી.

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા લોન/ધિરાણ માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજાયો

Image
ડાંગ જિલ્લા પોલીસ દ્વારા લોન/ધિરાણ માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજાયો  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ વ્યાજખોરો સામે લોકોને શોષણમુક્ત બનાવવા તેમજ લોકોની સુખાકારીમા ભાગીદાર બનાવવાના ઉદેશ્યથી કાર્યક્રમ આયોજિત કરાયો  જિલ્લામા 40 લાભાર્થીઓને લોન/ધિરાણ હેઠળ 75 લાખની સહા આપવામા આવી છે : શ્રી પિયુષ પટેલ  ડાંગ જિલ્લાના આહવા પોલીસ હેડક્વાટર ખાતે સુરત રેંજ આઇ.જી શ્રી પિયુષ પટેલની ઉપસ્થિતીમા ડાંગ જિલ્લા પોલીસ દ્વારા લોન/ધિરાણ માર્ગદર્શન શિબિર કાર્યક્રમ આયોજિત કરાવામા આવ્યો હતો.   ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરોની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી છે. તેમજ ગેર કાયદેસર રીતના વ્યાજ ધિરાણ આપનાર આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામા આવ્યા છે તેમ શ્રી પિયુષ પટેલે આ ક્રાયક્રમમા જણાવ્યુ હતુ. વ્યાજખોરો સામે લોકોને શોષણમુક્ત બનાવવાના તેમજ લોકોની સુખાકારીમા ભાગીદાર બનાવવાના ઉદેશ્યથી પોલીસ દ્વારા લોન, ધિરાણ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજવામા આવી રહ્યા છે તેમ શ્રી પિયુષ પટેલે વધુમા જણાવ્યુ હતુ.  ગ્રામ્ય વિસ્તારમા વ્યાજખોરોનુ પ્રમાણ મોટાપાયે નથી,પરંતુ શહેરી...

પંચશીલ કોલેજ ગોધરા ખાતે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો.

Image
પંચશીલ કોલેજ ગોધરા ખાતે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો. સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ " મેં તારા નામનો ટહુકો  અહીં છાતીમાં રાખ્યો છે . ભૂંસાવા ક્યાં દિધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. ખલક કાંઈક કેટલાય ખૂંદયા  બધાની ધૂળ ચોંટી છે. હજી પણ મારો ધબકારો મેં   ગુજરાતીમાં સાચવી રાખ્યો છે. "               આજ રોજ પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે 21 મી ફેબ્રુઆરી "વિશ્વ માતૃભાષા દિવસની" ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉ.ભાવિનીબેન પંડ્યા દ્વારા વિદ્યાર્થીઓને "સાંપ્રત સમયમાં માતૃભાષાનું મહત્વ" વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યએ વિદ્યાર્થીઓને વિશ્વ માતૃભાષા દિવસની શુભકામના પાઠવી.

ડાંગ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આશા ફેસિલીટેટર કાર્યક્રમ યોજાયો

Image
ડાંગ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આશા ફેસિલીટેટર કાર્યક્રમ યોજાયો  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ ડાંગ જિલ્લા પંચાયત આરોગ્ય હસ્તક સેવા આપતી આશા બહેનોને પ્રોત્સાહિત કરવા તેમજ તેમના કૌશલ્ય વર્ધન માટે આરોગ્ય શાખા દ્વારા વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા આશા સંમેલન કાર્યક્રમ ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત કરવામા આવ્યો હતો. આ પ્રંસગે કાર્યક્રમમા ઉપસ્થિત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, આશા બહેનો નિષ્ઠા પુર્વક પોતાની ફરજ અદા કરે છે, ગામમા દરેક લોકોની માહિતી રાખવી, દરેકની કાળજી રાખવાનુ કામ આશા બહેનો દ્વારા કરવામા આવે છે. આશા બહેનો પરિવારના સભ્યોની જેમ સાર સંભાળ રાખતી હોય છે. તેઓ હંમેશા આશા બહેનોના પ્રશ્નોની પડખે છે. પી.એમ.જે.વાય યોજના અને “મા” યોજના અંતર્ગત 1,50,061 લાભાર્થીના લક્ષ્યાકની સામે 90155 થી વધારે લાભાર્થીઓએ આ યોજનાનો કાર્ડ કઢાવેલ છે, તથા આ યોજના અંતર્ગત અત્યાર સુધી 3314 લાભાર્થીઓએ 7.82 કરોડ રૂપીયાની વિના મુલ્યે સારવાર મેળવેલ છે. તેમ શ્રી વિજયભાઇ પટેલે વધુમા  જણાવ્યુ હતુ.  બાળક સગર્ભા અવસ્થામા હોય ત્યારથી લઇ મોટુ થાય ત્યા સુધી ...

આહવા તેમજ વઘઇ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી

Image
આહવા તેમજ વઘઇ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ હિન્દુ સ્વરાજયના સ્થાપક હિન્દુ હૃદયસમ્રાટ અને મરાઠા શાસનના ઉચ્ચ રક્ષક એવા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વધઇ અને આહવા નગરના મરાઠા અને અન્ય સમાજ દ્વારા અંબા માતાના મંદિર ખાતે શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી છત્રપતિ શિવાજી ની શોભાયાત્રાનો પ્રારંભ વઘઈ અંબામાતા ના મંદિર થી કરાયો હતો જે શોભાયાત્રા યાત્રા માં નગર ના અનેક લોકો જોડાઇ શિવાજી મહારાજ કી જય, જય ભવાની-જય શિવાજીના જયઘોષ સાથે શોભાયાત્રા જુદા જુદા વિસ્તારમાં ફરી ગાંધીબાગ ખાતે પુર્ણ કરાઇ હતી ત્યાર બાદ મરાઠી સમાજ દ્રારા શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે અંબામાતાજી નાં પટાંગણ માં પ્રસાદી નુ પણ આયોજન કરાયુ હતુ જેમાં દરેક સમાજ ના લોકો એ પ્રસાદી નો લાભ લઇ ને ધન્યતા પ્રાપ્ત કરી હતી આ શિવાજી જન્મ જયંતી ની ઉજવણી પ્રસંગ ને શોભાવવા વધઇ ના મરાઠા સેવા સંધ ના મિત્ર મંડળના સભ્યો એ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.ડાંગ જિલ્લાનાં આહવા અને વઘઇમાં શિવાજી જંયતિ નિમિત્તે જય શિવાજીનો જયઘોષ ગુંજી ઉઠ્ય...

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આહવાના સેવાધામ ખાતે યોજાયો

Image
મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આહવાના સેવાધામ ખાતે યોજાયો  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમ  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રસ્ટીવંત નેતૃત્વે ગુજરાતને ‘વનબંધુ કલ્યાણ’ જેવી આદિવાસી સમાજ ઉત્કર્ષની યોજનાની ભેટ આપી - મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  કલાઇમેટ ચેન્જની સ્થિતિ વચ્ચે જળ, જમીન, અને જંગલના જતન સંવર્ધનના કાર્યોમાં સમગ્ર સરકાર સેવાધામની સાથે છે  - મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રસ્ટીવંત નેતૃત્વે ગુજરાતને ‘વનબંધુ કલ્યાણ’ જેવી આદિવાસી સમાજ ઉત્કર્ષની યોજનાની ભેટ આપી, ગુજરાતનાં આદિવાસી બાંધવોને મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ કર્યું છે તેમ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આહવા ખાતે જણાવ્યુ હતું.  ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર્ભાઈ પટેલ આહવાના સેવાધામ ખાતે ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમમાં ઉદબોધન કરી રહ્યા હતા....

ઠગાઇના ગુન્હામાં છેલ્લા સાતેક માસથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી શહેરા પોલીસ.

Image
ઠગાઇના ગુન્હામાં છેલ્લા સાતેક માસથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી શહેરા પોલીસ. સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે જરૂરી સુચના કરેલ અને ગોધરા વિભાગ ગોધરાના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.રાઠોડ સાહેબ નાઓએ નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી, હ્યુમન વધુમાં વધુ ઉપયોગ કરી તેમજ સતત વોચ-તપાસમા રહી નાસતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ – સોર્સીસનો ફરતા વોન્ટેડ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે શહેરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૨૦૪૮૯/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના કામનો નાસતો-ફરતો વોન્ટેડ આરોપી ઈશ્વરભાઈ રંગીતભાઈ બારીઆ રહે.નવાગામ તા.શહેરા જી.પંચમહાલ નાનો પોતાના ઘરે આવેલ છે. તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે પો.ઇન્સ.શ્રી એ પો.સ્ટે.ની સર્વેલન્સના માણસોને જરૂર...

વઘઇ પોલીસની ટીમે બે પિસ્તોલ અને 46 કાર્ટીસ સાથે બસમાં મુસાફરી કરનાર યુવાનને ઝડપી પાડ્યો..

Image
વઘઇ પોલીસની ટીમે બે પિસ્તોલ અને 46 કાર્ટીસ સાથે બસમાં મુસાફરી કરનાર યુવાનને ઝડપી પાડ્યો.. સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ સહીત વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ પી.બી.ચૌધરીની પોલીસ ટીમને નાસિકથી ડાંગ તરફ આવતી બસમાં ગેરકાયદેસર વિસ્ફોટક હથિયારોની હેરાફેરી અંગેની સઘન બાતમી મળી હતી.જે બાતમીનાં આધારે વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ પી.બી ચૌધરીની ટીમે એલર્ટ બની વઘઇનાં આર.ટી.ઓ ચેકપોસ્ટ પર સઘન વોચ ગોઠવી હતી.અહી વઘઇ પોલીસની ટીમે બાતમીનાં આધારે નાસિક તરફથી આવેલ બસને ઉભી રાખી મુસાફરોનાં સામાનની તપાસ કરી રહ્યા હતા તે વેળાએ પાછળની સીટ પર થેલા સાથે બેસેલ યુવાન પર શંકા ગઈ હતી.પોલીસની ટીમે પંચો સમક્ષ આ યુવાનનાં થેલા ચેક કરતા તેમાંથી બે પિસ્તોલ,46 કાર્ટીશ અને ચપ્પુ સહીતનો ગેરકાયદેસર વિસ્ફોટ સામાન મળી આવતા તુરંત જ આ યુવાનને હીરાશતમાં લીધો હતો.વઘઇની પોલીસે આ ઘાતક હથિયારો સાથે ઝડપી પાડેલ યુવાનની પૂછપરછ કરતા તેનું નામ સમીર હનીફ શેખ રે.વડોદરા હોવાનું જણાવ્યુ હતુ.હાલમાં ડાંગ જિલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષક એ...

વઘઈ તાલુકા ની ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ વિરુદ્ધ 6 સભ્યો એ વિકાસકીય કામોને લઈને અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરતા ખળભળાટ મચી ગયો છે.

Image
વઘઈ તાલુકા ની ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ વિરુદ્ધ 6 સભ્યો એ વિકાસકીય કામોને લઈને અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરતા ખળભળાટ મચી ગયો છે. સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ ના વઘઈ તાલુકા માં સમાવિષ્ટ ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયત માં કોગ્રેસ ના સરપંચ તરીકે  વાસંતીબેન રાજેશભાઇ ચૌધરી આરૂઢ થયા બાદ વિકાસ લક્ષી કામો માં સરપંચ પતિ ના મનસ્વી વહીવટ ને કારણે  આજરોજ ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયતનાં 06 સભ્યોમાં (1) સુનીલ જાદવ ચોર્યા (2) રોહિત સુરેશ ભોયે (3) શંકર રડકીયા પાસયા (4) રૂતિબેન મોહનભાઇ ચોર્યા (5) પ્રકાસ માદાભાઇ ચૌધરી (6) પ્રેમિલા રાકેશ હળપતિ એમ કુલ 6 સભ્યો એ મહિલા સ૨પંચ વાસંતીબેન ચૌધરી વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારી વઘઈ સમક્ષ અવિશ્વાસનાં પ્રસ્તાવની દ૨ખાસ્ત મૂકી જણાવ્યું છે કે ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયતમાં વિકાસનાં કામો સમયસર થતાં નથી, તથા સરપંચ દ્વારા સભ્યો  ના સુચનો ધ્યાને લઇ કાર્યવાહી થતી નથી સભ્યો ને વિશ્વાસ માં લીધા વગર પંચાયત ના કામો સરપંચ મનસ્વી રીતે કરી રહ્યા છે વધુ માં સામાન્ય સભા માં કામો ની નોંધ મહિલા સરપંચ ના પતિ દ્વારા મનમાની મુજબ ક...

રંભાસ માધ્યમિક શાળા ખાતે માતૃ-પિતૃ વંદના તેમજ વાલી મિટીંગનો કાર્યક્રમ યોજાયો

Image
રંભાસ માધ્યમિક શાળા ખાતે માતૃ-પિતૃ વંદના તેમજ વાલી મિટીંગનો કાર્યક્રમ યોજાયો  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ   BAPS સ્વામીનારાયણ સંસ્થાના સહયોગથી ચાલતા જ્ઞાનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-રંભાસ (ડાંગ) સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાર્ગવ માહલા, પૂ. મંગલનયન સ્વામીજી, પૂ. મુનીચરણ સ્વામીજી, ગામના આગેવાન શ્રી ગણેશભાઈ માહલા તથા ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમા તાજેતરમાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ અને ત્રીજી વાલી મિટિંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમા શાળાના વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાનુ પૂજન, આરતી, પ્રદક્ષિણા અને પંચાંગ-પ્રણામ કરી પોતાના હાથે માતા-પિતાને સંપૂર્ણ ભોજન કરાવ્યુ હતુ. આ પ્રસંગે પૂ. મંગલનયન સ્વામીજીએ ઉપસ્થિત વાલીઓને શ્રેષ્ઠ વાલી તરીકેની પોતાની ફરજોનો ઉપદેશ આપી, શાળામા શિક્ષણની સાથે સંસ્કારનુ સિંચન કરવા માહિતગાર કર્યા હતા.  કાર્યક્રમના અતિથી વિશેષ તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાર્ગવ માહલાએ શાળાના શિસ્ત અને સંસ્કારની સરાહના કરી હતી. તથા ધોરણ-10 અને ધોરણ-12 ની બોર્ડની જાહેર પરીક્ષામા શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બાબતે...

ડાંગના કાલીબેલ અને ભેંસકાતરી રેંજમા વન વિભાગની ક્લસ્ટર યોજના અંતર્ગત વિવિધ સાધનોનુ વિતરણ કરાયુ

Image
ડાંગના કાલીબેલ અને ભેંસકાતરી રેંજમા વન વિભાગની ક્લસ્ટર યોજના અંતર્ગત વિવિધ સાધનોનુ વિતરણ કરાયુ   સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાનો વિકાસ લોકોના સહયારા પ્રયાસથી શક્ય બનશે :- શ્રી વિજયભાઈ પટેલ નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે 1915 લાભાર્થીઓને વિવિધ સાધનોનુ વિતરણ કરાયુ ;  ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકના કાલીબેલ અને ભેંસકાતરી રેંજમા વન વિભાગની 'ક્લસ્ટર યોજના' અંતર્ગત ખેડૂત લાભાર્થીઓને પતરા, થાંભલા, સ્કૂલના બાળકોને શેક્ષણિક કીટ, કિશાન કીટ, આંબા કલમના લાભાર્થીઓને ટાંકી, પાઇપ, ફેરણા કીટ, મશરૂમ કીટ વગેરેનું વિતરણ કરવામા આવ્યુ હતુ. આ પ્રંસગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, બહેનો આર્થિક રીતના પગભર બની છે. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી બહેનોને સખી મંડળની યોજનાઓનો લાભ મળ્યો છે. પશુપાલન કે મશરૂમ જેવા વ્યવસાયથી બહેનો આર્થિક રીતના પગભર બની છે.  જરૂરિયાતમંદ લાભાર્થીઓને યોજનાકીય સહાય આપવા બદલ શ્રી વિજયભાઈ પટેલે...

ચંચોપા પ્રાથમિક શાળા ખાતે સર્વોદય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચશીલ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ ગોધરાના NSS વિભાગની વાર્ષિક શિબિરનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો.

Image
ચંચોપા પ્રાથમિક શાળા  ખાતે સર્વોદય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચશીલ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ ગોધરાના NSS વિભાગની વાર્ષિક શિબિરનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો. સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ તારીખ- 10 ફેબ્રુઆરી 2023ના રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન પંચશીલ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ ગોધરાના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા ગોધરા તાલુકાના ચંચોપા ગામ ખાતે "वसुधैव कुटुंबकम् વિચારધારા એક સમાજ,એક ગામથી લઈને વૈશ્વિક સ્તર સુધી" ના વિચાર સાથે  સપ્તદિવસીય વાર્ષિક શિબિરનો  ઉદ્દઘાટન સમારોહ યોજાઇ ગયો. આ સપ્તદિવસીય શિબિરના ઉદ્દઘાટન કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શેઠ પી. ટી.આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ ગોધરાના આચાર્ય શ્રી,શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એ.સી. મેમ્બર તેમજ   યુનિવર્સિટી આચાર્ય મંડળના પ્રમુખ ડૉ.એમ.બી.પટેલ તથા શાળાના આચાર્યશ્રી વિનુભાઈ પરમાર તેમજ ગામમાંથી પધારેલા ઉપસરપંચ શ્રી, માજી તાલુકા પંચાયત સદસ્ય દલીબેન તેમજ ચંચોપા પ્રાથમિક શાળાના શિક્ષકો,શાળા SMC કમિટીના અધ્યક્ષ તેમજ સભ્યશ્રીઓ,વડીલો, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તેમજ પંચશીલ કૉલેજના અધ્...

ભારતીય જનતા પાર્ટીના આહવા મંડળ કારોબારી બેઠક આંબેડકર હોલ ખાતે યોજાઇ.

Image
ભારતીય જનતા પાર્ટીના આહવા મંડળ કારોબારી બેઠક આંબેડકર હોલ ખાતે યોજાઇ. સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ          આહવા મંડળ કારોબારી પ્રભારી રણજીતાબેન પટેલ, સંગઠન મહામત્રી કિશોરભાઈ ગાંવિત, હરિરામ સાવંત, આહવા તાલુકા પંચાયત પ્રમુખ કમળાબેન રાઉત ના માર્ગદર્શન હેઠળ બેહક માં આગામી લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત માટે કાર્યકર્તાઓને કામે લાગી જવા આહ્વાન કર્યું હતું.  આહવા તાલુકા મંડળ પ્રમુખ સંજયભાઈ વહેવારે એ ગત વિધાનસભા માં કોઈ બુથ કે શક્તિ કેન્દ્ર માં નબળી કામગરી રહી ગઈ હસે તેનીની સમીક્ષા કરવા અનુરોધ કર્યો હતો. આહવા મંડળ કારોબારી બેઠક માં ભાજપ પ્રમખના માતૃશ્રી નું તાજેતરમાં જ નિધન થયું હોય ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ એ બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન મંડળ મહામંત્રી સતીષ સૈદાને એ પાર પાડ્યું હતું.