આહવા તેમજ વઘઇ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી
આહવા તેમજ વઘઇ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી
હિન્દુ સ્વરાજયના સ્થાપક હિન્દુ હૃદયસમ્રાટ અને મરાઠા શાસનના ઉચ્ચ રક્ષક એવા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વધઇ અને આહવા નગરના મરાઠા અને અન્ય સમાજ દ્વારા અંબા માતાના મંદિર ખાતે શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી છત્રપતિ શિવાજી ની શોભાયાત્રાનો પ્રારંભ વઘઈ અંબામાતા ના મંદિર થી કરાયો હતો જે શોભાયાત્રા યાત્રા માં નગર ના અનેક લોકો જોડાઇ શિવાજી મહારાજ કી જય, જય ભવાની-જય શિવાજીના જયઘોષ સાથે શોભાયાત્રા જુદા જુદા વિસ્તારમાં ફરી ગાંધીબાગ ખાતે પુર્ણ કરાઇ હતી ત્યાર બાદ મરાઠી સમાજ દ્રારા શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે અંબામાતાજી નાં પટાંગણ માં પ્રસાદી નુ પણ આયોજન કરાયુ હતુ જેમાં દરેક સમાજ ના લોકો એ પ્રસાદી નો લાભ લઇ ને ધન્યતા પ્રાપ્ત કરી હતી આ શિવાજી જન્મ જયંતી ની ઉજવણી પ્રસંગ ને શોભાવવા વધઇ ના મરાઠા સેવા સંધ ના મિત્ર મંડળના સભ્યો એ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.ડાંગ જિલ્લાનાં આહવા અને વઘઇમાં શિવાજી જંયતિ નિમિત્તે જય શિવાજીનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો.અને આહવા વઘઇમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં શિવાજી જંયતિની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી
Comments
Post a Comment