પંચશીલ કોલેજ ગોધરા ખાતે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો.
પંચશીલ કોલેજ ગોધરા ખાતે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો.
" મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે .
ભૂંસાવા ક્યાં દિધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે.
ખલક કાંઈક કેટલાય ખૂંદયા બધાની ધૂળ ચોંટી છે.
હજી પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં સાચવી રાખ્યો છે. "
આજ રોજ પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે 21 મી ફેબ્રુઆરી "વિશ્વ માતૃભાષા દિવસની" ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉ.ભાવિનીબેન પંડ્યા દ્વારા વિદ્યાર્થીઓને "સાંપ્રત સમયમાં માતૃભાષાનું મહત્વ" વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યએ વિદ્યાર્થીઓને વિશ્વ માતૃભાષા દિવસની શુભકામના પાઠવી.
Comments
Post a Comment