વેજલપુર પોલીસે કતલ કરવાના ઇરાદે ક્રુરતાપૂર્વક ખુલ્લા ખેતરમાં બાંધી રાખેલા ૧૨ ગૌવંશને બચાવી લીધા

વેજલપુર પોલીસે કતલ કરવાના ઇરાદે ક્રુરતાપૂર્વક ખુલ્લા ખેતરમાં બાંધી રાખેલા ૧૨ ગૌવંશને બચાવી લીધા
સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ

કાલોલ ના વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.આર.ગોહિલ સહિત પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે નવાગામ રીછીયા ગામ ચલાલી રોડ ઉપર નિશાળ ફળિયાના ખુલ્લા ખેતરમાં ક્રૂરતાપૂર્વક બાંધીને ઘાસચારા કે પાણીની સગવડ વગર કતલ કરવાનાં ઇરાદે બાંધી રાખેલા તેવી બાતમી વાળી જગ્યાએ પોલીસ સ્ટાફ સાથે તપાસ કરતાં ગાયનંગ-૦૩,બળદ નંગ-૭ અને વાછરડા નંગ એક તથા વાછરડી નંગ એક કુલ ૧૨ ગૌવંશ નંગ જેની કિં.રૂ.૧,૪૫,૦૦૦/ ના મુદ્દામાલ કબજે કરી આરોપી મોહમદ હનીફ ઉર્ફે જખર ઉર્ફે જકરીયો S/O સીદીક ટપ રહે.વેજલપુર તાલુકા કાલોલ જીલ્લા પંચમહાલ નાઓ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમની વિવિધ કલમો અધિનિયમની વિવિ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વેજલપુર પોલીસ દ્વારા પ્રસસનીય કામગીરી કરવામાં આવી.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...