વઘઇ પોલીસની ટીમે બે પિસ્તોલ અને 46 કાર્ટીસ સાથે બસમાં મુસાફરી કરનાર યુવાનને ઝડપી પાડ્યો..
વઘઇ પોલીસની ટીમે બે પિસ્તોલ અને 46 કાર્ટીસ સાથે બસમાં મુસાફરી કરનાર યુવાનને ઝડપી પાડ્યો..
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ સહીત વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ પી.બી.ચૌધરીની પોલીસ ટીમને નાસિકથી ડાંગ તરફ આવતી બસમાં ગેરકાયદેસર વિસ્ફોટક હથિયારોની હેરાફેરી અંગેની સઘન બાતમી મળી હતી.જે બાતમીનાં આધારે વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ પી.બી ચૌધરીની ટીમે એલર્ટ બની વઘઇનાં આર.ટી.ઓ ચેકપોસ્ટ પર સઘન વોચ ગોઠવી હતી.અહી વઘઇ પોલીસની ટીમે બાતમીનાં આધારે નાસિક તરફથી આવેલ બસને ઉભી રાખી મુસાફરોનાં સામાનની તપાસ કરી રહ્યા હતા તે વેળાએ પાછળની સીટ પર થેલા સાથે બેસેલ યુવાન પર શંકા ગઈ હતી.પોલીસની ટીમે પંચો સમક્ષ આ યુવાનનાં થેલા ચેક કરતા તેમાંથી બે પિસ્તોલ,46 કાર્ટીશ અને ચપ્પુ સહીતનો ગેરકાયદેસર વિસ્ફોટ સામાન મળી આવતા તુરંત જ આ યુવાનને હીરાશતમાં લીધો હતો.વઘઇની પોલીસે આ ઘાતક હથિયારો સાથે ઝડપી પાડેલ યુવાનની પૂછપરછ કરતા તેનું નામ સમીર હનીફ શેખ રે.વડોદરા હોવાનું જણાવ્યુ હતુ.હાલમાં ડાંગ જિલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં રાહબરી હેઠળ વઘઇ પોલીસની ટીમે આ યુવાનની મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી આ પિસ્તોલ અને કાર્ટીશ ક્યાંથી લાવ્યો હતો.અને કોને આપવાનો હતો જે અંગેની સઘન પૂછપરછ હાથ ધરી છે.
Comments
Post a Comment