રંભાસ માધ્યમિક શાળા ખાતે માતૃ-પિતૃ વંદના તેમજ વાલી મિટીંગનો કાર્યક્રમ યોજાયો
રંભાસ માધ્યમિક શાળા ખાતે માતૃ-પિતૃ વંદના તેમજ વાલી મિટીંગનો કાર્યક્રમ યોજાયો
BAPS સ્વામીનારાયણ સંસ્થાના સહયોગથી ચાલતા જ્ઞાનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-રંભાસ (ડાંગ) સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાર્ગવ માહલા, પૂ. મંગલનયન સ્વામીજી, પૂ. મુનીચરણ સ્વામીજી, ગામના આગેવાન શ્રી ગણેશભાઈ માહલા તથા ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમા તાજેતરમાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ અને ત્રીજી વાલી મિટિંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમમા શાળાના વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાનુ પૂજન, આરતી, પ્રદક્ષિણા અને પંચાંગ-પ્રણામ કરી પોતાના હાથે માતા-પિતાને સંપૂર્ણ ભોજન કરાવ્યુ હતુ. આ પ્રસંગે પૂ. મંગલનયન સ્વામીજીએ ઉપસ્થિત વાલીઓને શ્રેષ્ઠ વાલી તરીકેની પોતાની ફરજોનો ઉપદેશ આપી, શાળામા શિક્ષણની સાથે સંસ્કારનુ સિંચન કરવા માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમના અતિથી વિશેષ તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાર્ગવ માહલાએ શાળાના શિસ્ત અને સંસ્કારની સરાહના કરી હતી. તથા ધોરણ-10 અને ધોરણ-12 ની બોર્ડની જાહેર પરીક્ષામા શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
Comments
Post a Comment