27મી ફેબ્રુથી સાતમી માર્ચ સુધી હોળાષ્ટકઃ શું છે તેનું મહાત્મ્ય...?
27મી ફેબ્રુથી સાતમી માર્ચ સુધી હોળાષ્ટકઃ શું છે તેનું મહાત્મ્ય...?
હોળી પહેલાની આઠ તિથિ એટલે હોળાષ્ટક. આ સમયગાળાને અશુભ માનવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શિવે કામદેવને ભસ્મ કર્યા એ દિવસ ફાગણ શુક્લ અષ્ટમી હતી. ત્યારથી ફાગણ સુદ અષ્ટમીથી ફાગણ સુદ પૂર્ણિમા એટલે કે હોળી સુધીના સમયગાળાને અશુભ ગણવામાં આવ્યો છે. આ સમયગાળો સાંસારિક કામનાઓને નષ્ટ કરવા માટે છે. કામનાઓની પૂર્તિ માટે નહીં. આ સમય સાધના કરવા માટે, પ્રભુ ભક્તિ કરવા માટે ઉત્તમ છે, પરંતુ આ દરમિયાન કોઈ શુભ કાર્ય એટલે કે સંસારની દૃષ્ટિએ શુભ હોય એવા પ્રસંગો થઈ શકતા નથી. જેમ કે વિવાહ, ખાતમુહૂર્ત, સગાઈ, મુંડન, ગૃહપ્રવેશ, હવન વગેરે. 27મીએ રાતે 12.59 વાગ્યાથી હોળાષ્ટક બેસે છે. (26મીએ રાતે 12 વાગ્યા પછી 27 તારીખ ગણાશે.)
એવું કહેવાય છે કે...
હોળાષ્ટકની આઠમી તિથિએ ચંદ્ર ઉગ્ર બને છે.
- નવમી તિથિએ સૂર્ય ઉગ્ર બને છે.
- દસમી તિથિએ શનિ ઉગ્ર બને છે.
- અગિયારસે શુક્ર ઉગ્ર બને છે.
- બારસ તિથિએ ગુરુ ઉગ્ર બને છે.
- ત્રયોદશીએ બુધ ગ્રહ ઉગ્ર બને છે.
- ચતુર્દશીએ મંગળ ઉગ્ર બને છે.
- પૂનમની તિથિએ રાહુ ઉગ્ર બને છે.
હોળાષ્ટક દરમિયાન ગ્રહોને શાંત કરવા નવગ્રહ પીડાહર સ્તોત્રનો પાઠ ઉત્તમ મનાય છે.
આ દરમિયાન ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ આ મંત્રના જાપ પણ ઉત્તમ મનાય છે.
હોળાષ્ટકમાં ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે. નરસિમ્હા કવચના પાઠ કરો.
આ વખતે આઠ તિથિનો સમયગાળો લાંબો હોવાથી નવ દિવસ સુધી હોળાષ્ટક રહેશે. આવો યોગ 27 વર્ષ બાદ રચાઈ રહ્યો છે.
Comments
Post a Comment