વઘઈ તાલુકા ની ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ વિરુદ્ધ 6 સભ્યો એ વિકાસકીય કામોને લઈને અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરતા ખળભળાટ મચી ગયો છે.

વઘઈ તાલુકા ની ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ વિરુદ્ધ 6 સભ્યો એ વિકાસકીય કામોને લઈને અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરતા ખળભળાટ મચી ગયો છે.
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ ના વઘઈ તાલુકા માં સમાવિષ્ટ ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયત માં કોગ્રેસ ના સરપંચ તરીકે  વાસંતીબેન રાજેશભાઇ ચૌધરી આરૂઢ થયા બાદ વિકાસ લક્ષી કામો માં સરપંચ પતિ ના મનસ્વી વહીવટ ને કારણે  આજરોજ ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયતનાં 06 સભ્યોમાં (1) સુનીલ જાદવ ચોર્યા (2) રોહિત સુરેશ ભોયે (3) શંકર રડકીયા પાસયા (4) રૂતિબેન મોહનભાઇ ચોર્યા (5) પ્રકાસ માદાભાઇ ચૌધરી (6) પ્રેમિલા રાકેશ હળપતિ એમ કુલ 6 સભ્યો એ મહિલા સ૨પંચ વાસંતીબેન ચૌધરી વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારી વઘઈ સમક્ષ અવિશ્વાસનાં પ્રસ્તાવની દ૨ખાસ્ત મૂકી જણાવ્યું છે કે ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયતમાં વિકાસનાં કામો સમયસર થતાં નથી, તથા સરપંચ દ્વારા સભ્યો  ના સુચનો ધ્યાને લઇ કાર્યવાહી થતી નથી સભ્યો ને વિશ્વાસ માં લીધા વગર પંચાયત ના કામો સરપંચ મનસ્વી રીતે કરી રહ્યા છે વધુ માં સામાન્ય સભા માં કામો ની નોંધ મહિલા સરપંચ ના પતિ દ્વારા મનમાની મુજબ કરવામાં આવે છે જેથી આજ રોજ સરપંચ અને તેના પતિ થી કંટાળી ને 06 જેટલા સભ્યોએ ડુંગરડા ગ્રૂપ ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ વાસંતીબેન ચૌધરી સામે અવિશ્વાસ નો પ્રસ્તાવ રજુ કરી દરખાસ્ત મુકતા ડાંગ જિલ્લા ના રાજકાણ માં ગરમાટો આવી ગયો

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...