પાસાના આરોપીને પકડી પાડતી શહેરા પોલીસ.
પાસાના આરોપીને પકડી પાડતી શહેરા પોલીસ.
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓએ અસામાજીક પ્રવ્રુત્તિઓ કરી સમાજમાં દુષણ ફેલાવતાં ઇસમો વિરૂદ્ધ પાસા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના કરેલ જે અન્વયે ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓએ માજીદખાં બિસ્મીલ્લાખાં પઠાણ રહે.વચ્છેસર ફળીયુ આંકડીયા તા.શહેરા જી.પંચમહાલ નાનો શહેરા વિસ્તારમાં ગેરકાયદેસર ગૌવંશના કતલનાં ગુન્હાઓ આચરી સમાજમાં દહેશત ફેલાવી અસામાજીક પ્રવ્રુત્તિઓ કરી ભયનો માહોલ ઉભો કરતો હોય અને આજુબાજુમાં રહેતા લોકોમાં ભય ફેલાવતો હોય. જે માથાભારે ઈસમ વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરતાં મહે. જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પંચમહાલ-ગોધરા નાઓએ પાસા મંજુર કરતાં ઉપરોક્ત ઇસમને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.કે.રાજપુત તથા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના માણસોએ વોરંટ આધારે પકડી લઇ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.
Comments
Post a Comment