ડાંગના કાલીબેલ અને ભેંસકાતરી રેંજમા વન વિભાગની ક્લસ્ટર યોજના અંતર્ગત વિવિધ સાધનોનુ વિતરણ કરાયુ

ડાંગના કાલીબેલ અને ભેંસકાતરી રેંજમા વન વિભાગની ક્લસ્ટર યોજના અંતર્ગત વિવિધ સાધનોનુ વિતરણ કરાયુ 
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

ડાંગ જિલ્લાનો વિકાસ લોકોના સહયારા પ્રયાસથી શક્ય બનશે :- શ્રી વિજયભાઈ પટેલ

નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે 1915 લાભાર્થીઓને વિવિધ સાધનોનુ વિતરણ કરાયુ ;


 ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકના કાલીબેલ અને ભેંસકાતરી રેંજમા વન વિભાગની 'ક્લસ્ટર યોજના' અંતર્ગત ખેડૂત લાભાર્થીઓને પતરા, થાંભલા, સ્કૂલના બાળકોને શેક્ષણિક કીટ, કિશાન કીટ, આંબા કલમના લાભાર્થીઓને ટાંકી, પાઇપ, ફેરણા કીટ, મશરૂમ કીટ વગેરેનું વિતરણ કરવામા આવ્યુ હતુ.

આ પ્રંસગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, બહેનો આર્થિક રીતના પગભર બની છે. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી બહેનોને સખી મંડળની યોજનાઓનો લાભ મળ્યો છે. પશુપાલન કે મશરૂમ જેવા વ્યવસાયથી બહેનો આર્થિક રીતના પગભર બની છે. 

જરૂરિયાતમંદ લાભાર્થીઓને યોજનાકીય સહાય આપવા બદલ શ્રી વિજયભાઈ પટેલે વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. 

નાયબ વન સરક્ષક શ્રી દિનેશભાઇ રબારીએ આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, વન વિભાગ મુખ્યત્વે વન રક્ષણ ઉપરાંત આનુષગિક પ્રવૃત્તિઓ કરે છે. જેમા EDC યોજના તમેજ ક્લસ્ટર યોજના અંતર્ગત વિવિધ લાભો આપવામા આવે છે. શ્રી રબારીએ ઉપસ્થિત ગ્રામજનોને સરકારી યોજનાકીય લાભો લેવા અનુરોધ કર્યો હતો. યોજનાકીય લાભો લઈને પગભર થવા માટે લોકોને અપીલ કરી હતી.

ગુજરાતમા સૌ પ્રથમ કાલીબેલ ખાતે FPO બનાવવામા આવેલ છે. જેમા બહેનો સ્વતંત્ર રીતના પોતાનો ધંધો શરૂ શકશે. FPO બહેનોને સરકારી યોજનાકીય સહાય તેમજ આર્થિક રીતના પગભર બનવા માટે વન વિભાગ સહાય કરશે તેમ પણ શ્રી દિનેશભાઇ રબારીએ જણાવ્યુ હતુ.

આ પ્રંસગે ભેંસકાતરી આર.એફ.ઓ. શ્રી સમીર કોંકણી, કોશિમદા તાલુકા સદસ્ય શ્રી પાવુલભાઈ, તાલુકા સદસ્ય શ્રી રતિલાલભાઈ, માજી સરપંચ શ્રીમતિ કલ્પનાબેન, વન કર્મીઓ, લાભાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
 પાક મેળવી આત્મનિર્ભર બન્યા : શ્રીમતી મંદાબેન માળી

ક્લસ્ટર યોજના અંતર્ગત મશરૂમની કીટ મેળવનાર સાવરખડી ગામના લાભાર્થી શ્રીમતી મંદાબેન આશિષભાઇ માળી જણાવે છે કે, તેઓને વન વિભાગ દ્વારા 4 થી 5 વાર મશરૂમની કીટ આપવામા આવી છે. મશરૂમની એક કીટથી તેઓ 3 થી 5 વાર જેટલો પાક મેળવે છે, અને આ પાકથી તેઓ 30 હજાર જેટલી આવક  મેળવતા થયા છે. સાથે જ હવે તેઓ આ પાક મેળવી આત્મનિર્ભર બન્યા છે.

મજૂરી કામ અર્થે બહાર ગામ જવુ નહીં પડે : શ્રીમતી નંદાબેન ગામિત

કોશિમદા ગામના આશિષ સખી મંડળના મંત્રી શ્રીમતી નંદાબેને જણાવ્યુ હતુ કે, અમારા મંડળને ગાય ખરીદી માટે વન વિભાગ દ્વારા 3 લાખની સહાય આપવામા આવી છે. જેનાથી હવે ગાય ખરીદી કરી ઘર બેઠા આવક મેળવી શકીશુ. ગાય ખરીદી સહાય યોજના અંતર્ગત તેમને લોન મળતા તેઓએ ઉત્તર વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...