ઠગાઇના ગુન્હામાં છેલ્લા સાતેક માસથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી શહેરા પોલીસ.

ઠગાઇના ગુન્હામાં છેલ્લા સાતેક માસથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી શહેરા પોલીસ.
સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે જરૂરી સુચના કરેલ અને ગોધરા વિભાગ ગોધરાના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.રાઠોડ સાહેબ નાઓએ નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી, હ્યુમન વધુમાં વધુ ઉપયોગ કરી તેમજ સતત વોચ-તપાસમા રહી નાસતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ – સોર્સીસનો ફરતા વોન્ટેડ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે શહેરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૨૦૪૮૯/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના કામનો નાસતો-ફરતો વોન્ટેડ આરોપી ઈશ્વરભાઈ રંગીતભાઈ બારીઆ રહે.નવાગામ તા.શહેરા જી.પંચમહાલ નાનો પોતાના ઘરે આવેલ છે. તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે પો.ઇન્સ.શ્રી એ પો.સ્ટે.ની સર્વેલન્સના માણસોને જરૂરી માર્ગદર્શન તેમજ સુચના આપી સદરહુ આરોપીને પડી લાવવા સુચન કરતાં સર્વેલન્સ ટીમના માણસોએ સદરહુ આરોપીના ઘરે જઇ તપાસ કરતાં એક ઇસમ બાતમી મુજબનો મળી આવતા સદરહુ ઇસમને પકડી પાડી તેનુ નામઠામ પુછતા તેણે પોતે પોતાનું નામ ઇશ્વરભાઇ રંગીતભાઇ બારીઆ ઉવ.૩૨ રહે.નવાગામ મીરાપુર ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ નાનો હોવાનું જણાવેલ. જેથી ઉપરોકત ગુન્હાના કામે આગળની કાયદેસર કાર્યવાહી કરવા સારૂ સદરહુ આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...