Posts

Showing posts from December, 2022

દિવાળીબેન ટ્રસ્ટ સંચાલીત સીવણની તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયા...

Image
દિવાળીબેન ટ્રસ્ટ સંચાલીત સીવણની તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયા સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ દિવાળીબેન ટ્રસ્ટ-બારડોલી સંચાલીત સીવણ વર્ગમા ચાર માસની તાલીમ પૂર્ણ થતા, દીક્ષાંત સમારોહ રાખવામા આવ્યો હતો. જેમા મુખ્ય મહેમાન તરીકે ડાંગ જિલ્લા પંચાયત ડેપ્યુટી ડીડીઓ શ્રી યોગેશ જોષી ઉપસ્થિત રહ્યા હતા.  આ પ્રસંગે શ્રી યોગેશ જોષીએ બહેનોને જણાવ્યુ હતુ કે, જમાના પ્રમાણે અપડેટ થવાની જરૂર છે. ડાંગ જિલ્લામા દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા ઘણી જ સરાહનીય કામગીરી થઈ રહી છે, તે આપણા જિલ્લા માટે આનંદની વાત છે.  ડાંગ જિલ્લામા દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક સીવણના વર્ગ પાંચ ક્ષેત્રમા આવેલ છે, જેમા આહવા, શામગહાન, સાકરપાતળ, પીપલદહાડ અને સુબીરમા વર્ગો ચાલે છે. જેમા સાકરપાતળ ક્ષેત્રમા પાર્લર વર્ગ અને શામગહાનમા કોમ્પ્યુટર વર્ગ પણ નિશુલ્ક ચાલે છે.  દીક્ષાંત સમારોહમા આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરીચંદભાઇ ભોયે, વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડીનેટર શ્રી સૂર્યવંશી, પ્રા શિક્ષિકા નિરમાબેન ભોયે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ સંચાલન દિવાળીબેન ટ્રસ્ટના કોઓર્ડીનેટર શ્રી રાજેશ પટેલ દ્વારા કરવામા આવ્...

ડાંગ જિલ્લામા મકરસંક્રાંતિ દરમિયાન ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા/ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ

Image
ડાંગ જિલ્લામા મકરસંક્રાંતિ દરમિયાન ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા/ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ  ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.એ.ગાવિત દ્વારા ઉત્તરાયણના તહેવાર દરમિયાન, સમગ્ર ડાંગ જિલ્લામા ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા/ઉપયોગ કરવા ઉપર હંગામી પ્રતિબંધ ફરમાવાયો છે. આગામી તા. ૧૪/૦૧/૨૦૨૩ના રોજ મકરસંક્રાંતીનો તહેવાર આવતો હોય, ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમા આ તહેવાર નિમિત્તે કેટલાક લોકો જાહેર માર્ગો રસ્તાઓ ઉપર પતંગ ઉડાડે છે, અને કપાયેલ પતંગો અને દોરો વિગેરે મેળવવા હાથમા લાંબા ઝંડા, વાંસ વગેરે લઈ રસ્તાઓ, ગલીઓમા, શેરીઓમા દોડાદોડ કરતા હોય છે, જેના કારણે ટ્રાફીકને અડચણ થાય છે, તેમજ રસ્તા ઉપર, ગલીઓમા શેરીઓમા ટેલીફોન/ઇલેક્ટ્રીકના તાર ઉપર લંગર નાખી ભેરવાયેલા પતંગ કાઢવાના પ્રયત્નો કરે છે, તેથી બે ઈલેક્ટ્રીકના વાયરો ભેગા થવાથી શોટ સર્કીટની તથા તાર તૂટી જવાની સંભાવના રહેલી છે.  આ ઉપરાંત પતંગ ઉડાડવા માટે ઘણા લોકો ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરતા હોય, ચાઈનીઝ દોરો કોઈ વ...

આહવાની મિલપાડા પ્રાથમિક શાળાના બાળકોએ કલેક્ટર કચેરીની મુલાકાત કરી

Image
આહવાની મિલપાડા પ્રાથમિક શાળાના બાળકોએ કલેક્ટર કચેરીની મુલાકાત કરી  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ  આહવાની પ્રાથમિક શાળા-મિલપાડા દ્વારા ડાંગ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુલાકાત લેવામા આવી હતી. જેમા ધોરણ 4 થી 8 ના તમામ બાળકોએ જિલ્લાની મુખ્ય કલેકટર કચેરીની મુલાકાત લઇ, કચેરીની વિવિધ શાખાઓમા થતા નાગરિકોના કામો વિશે માહીતિ મેળવી હતી.  બાળકોમા નાગરિક બન્યા પછી જમીન, ઘર, આવક, જાતિ, રેશન કાર્ડ કઢાવવા કયા પ્રકારની કાર્યવાહી કરવી, એ અંગે કલેકટર કચેરી જનસેવા કેન્દ્રના કર્મચારી શ્રી યોગેશભાઈ ગાવિતે માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. શાળાના બાળકોમા બેન્કમા થતી નાણાંની લેવડ દેવડ માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા-આહવા શાખાની પણ મુલાકાત લેવામા આવી હતી. જેમા બાળકોને બેન્ક એકાઉન્ટમાંથી નાણા કેવી રીતે મેળવવા, કેવી રીતે નાણાં જમા કરવા, ચેકનો ઉપયોગ કઈ રીતે થાય, જે અંગેનુ માર્ગદર્શન બેન્ક ઓફિસરે આપ્યુ હતુ.  વિવિધ ક્ષેત્રીય મુલાકાતમા શાળાના બાળકોને સમાજમા નાગરિક તરીકેની સાચી ફરજ અંગે માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડવા બદલ પ્રાથમિક શાળા મિલપાડા-આહવા દ્વારા કલેક...

આહવાના ડાંગ દરબાર ખાતે યોજાયો કેશ ક્રેડિટ કેમ્પ..

Image
કેમ્પમા 15 સ્વસહાય જુથોને રૂ.23.45 લાખની ધિરાણ સહાય અપાઈ  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ., ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે, આહવાના ડાંગ દરબાર હોલ ખાતે, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની અધ્યક્ષતામા કેશ ક્રેડિટ કેમ્પ યોજાઈ ગયો. આ કેમ્પમા ડાંગ જિલ્લાના કુલ 15 સ્વ સહાય જૂથોને રૂપિયા 23.45 લાખની ધિરાણ સહાય આપવા સાથે, સ્વસહાય જુથના તાલીમાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામા આવ્યા હતા. આ પ્રંસગે વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, દેશની શાસન ધુરા સંભાળી છે ત્યારથી, બહેનોને 50 % અનામતનો લાભ મળી રહ્યો છે. સ્વ સહાય જૂથો માટે આપવામા આવેલી રકમથી બહેનો આત્મનિર્ભર બનશે. સાથે જ બહેનો આત્મવિશ્વાસ કેળવી અન્ય માટે પ્રેરણારૂપ પણ બનશે. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક ખેતી આધારિત ડાંગ જિલ્લાનો નાગલી પાક, આજે ડાંગની ઓળખ બની છે. નાગલી તેમજ અન્ય પાકોથી બહેનો સ્વ સહાય જૂથો ચલાવે છે. વધુમા સરકાર દ્વારા આપવામા ...

ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિની નિયુક્તિ ...

Image
DANG-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિની નિયુક્તિ  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ૧૫મી ગુજરાત વિધાનસભાના ગઠન બાદ નવરચિત મંત્રી મંડળમા રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ સહિત શ્રમ અને રોજગાર વિભાગની જવાબદારી સંભાળતા, દક્ષિણ ગુજરાતના સુરત ગ્રામ્ય (માંડવી)ના મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિને, રાજ્ય સરકારે ડાંગ અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમા રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા એક આદેશ અનુસાર, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકારના સોળ જેટલા મંત્રીશ્રીઓને જુદા જુદા જિલ્લાઓના પ્રભારી તરીકેની વિશેષ જવાબદારી સોંપવામા આવી છે. જે મુજબ રાજ્યના છેવાડે આવેલા અને ૯૮ ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે શ્રી કુંવરજીભાઇ હળપતિની નિયુક્તિ કરવામા આવી છે. ઉલ્લેખનિય છે કે, મંત્રીશ્રી ડાંગ ઉપરાંત ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેનો પણ કાર્યભાર સંભાળશે. એક ટેલિફોનિક મુલાકાતમા મંત્રીશ્રીએ ડાંગના વિકાસને વધુ વેગવાન બનાવવા સાથે, અહી વન પર્યાવરણની જાળવણી સા...

પશુ સંરક્ષણ અધિનીયમના ગુન્હામાં નાસતા - ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી શહેરા પોલીસ

Image
પશુ સંરક્ષણ અધિનીયમના ગુન્હામાં નાસતા - ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી શહેરા પોલીસ સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે જરૂરી સુચના કરેલ અને ગોધરા વિભાગ ગોઘરાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.રાઠોડ સાહેબ નાઓએ નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ કરવા માટે હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી તેમજ સતત વોચ-તપાસમા રહી નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચન અને - માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.પી.ખરાડી શહેરા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે (૧)મોરવા(હ) પો.સ્ટે, ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૮૨૨૦૫૬૬/૨૦૨૨ પ્રાણીઓ ની સાચવણી અંગેનો અધિનીયમ ની કલમ-૫,૬ (એ),૬(બી),૮(૨),૧૦ તથા જી.પી.એકટ કલમ-૧૧૯ મુજબ તેમજ (૨)શહેરા પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૨૦૬૭૭/૨૦૨૨ પશુ સંરક્ષણ અધિ.૨૦૧૧ ના સુધારા-૨૦૧૭ ની કલમ-૫(૧)(૧એ),૬,૮ તથા જી.પી.એકટ ની કલમ-૧૧૯ મુજબના ગુન્હાના કામનો નાસતો-...

ડાંગ જિલ્લા ના સુબીર તાલુકા ના માળગા ગ્રુપ ગ્રામ પંચાયત ના માળગા ગામે રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર જોવાઈ રહ્યો છે.

Image
ડાંગ જિલ્લા ના સુબીર તાલુકા ના માળગા ગ્રુપ ગ્રામ પંચાયત ના માળગા ગામે રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર જોવાઈ રહ્યો છે. સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લા મા ભષ્ટ્રાચાર કરવો એ કોઈ મોટી વાત નથી જેનો ઉત્તમ માં ઉત્તમ નજારો જોવા મળી રહ્યા છે જેમા આ એક ખુબ સુંદર વર્ણન છે જયારે હકીકત કઈ અલગ, જેનું ઉત્તમ ઉદાહરણ માળગા ગ્રુપ ગ્રામપંચાયત એજ્યુકેટેડ સરપંચ શ્રી દ્વારા બનાવેલ નાળું કામ ચોમાસા માં ધોવાઈ ગયું. ડાંગ જિલ્લા ના સુબીર તાલુકા ના માળગા ગ્રુપ ગ્રામપંચાયત ના માળગા ગામે સરપંચ દ્વારા ગામના ખેતર માં જવાના ના રસ્તા પર નાળા નું બાંધ કામ કરવામાં આવ્યું હતું.પરંતુ નાળા ના બાંધકામ માં હલકી ગુણવતા નું માલ સામાન ઉપયોગ થયેલ હોવાનું મનાય છે જેના કારણે આ વર્ષ ના ચોમાસામાં નાળું ધોવાઈ ગયું છે. માળગા ગામ ના લોકો પાસે થી મળતી માહિતી અનુસાર ગત વર્ષે યોજાયેલ ગ્રુપ ગ્રામ પંચાયત ની ચૂંટણી માં ગામ લોકો એ ગામ ના નવયુવાન અર્જુનભાઇ ચૌધરી પર વિશ્વાસ મૂકી ભારે બહુમતી થી તેમને ચૂંટવા માં આવ્યા હતા. પરંતુ વર્તમાન સમયમાં ગામના સરપંચ ના ભ્રષ્ટાચારી કામગીરી થી ગામ લોકો માં ભારે નારાજગી જોવા મળી રહી છે. અને ...

આહવાની જવાહર અને ગાંધી કોલોની પાસે દીપડો આવી ચઢતાં લોકોમાં ભય નુ વાતાવરણ

Image
આહવાની જવાહર અને ગાંધી કોલોની પાસે દીપડો આવી ચઢતાં લોકોમાં ભય  નુ વાતાવરણ    સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ આહવા નગરની જવાહર અને ગાંધી કોલોની પાસે દીપડોએ ત્રાડ પાડતાં લોકોમાં ભય ફેલાયો છે    ડાંગજિલ્લાનાં આહવા નગરનાં ગાંધી કોલોની જવાહર કોલોનીમાં છેલ્લા કેટલાક સમયથી ખુંખાર દીપડા લટાર મારતો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ખુંખાર દીપડો રાત્રીનાં અરસામાં કાયમ લટાર મારતો જોવા મળ્યો છે. ગતરોજ રાત્રીનાંઅરસામાં શિકારની શોધમાં ભટકતો આ ખુંખાર અને કદાવર દીપડો આહવા નગરનાં જવાહર કોલોની નજીક આવેલ દીવાલ પર ચડીને ત્રાડ પાડતો પસાર થતા કોલોનીનાં લોકોનાં જીવ તાળવે ચોંટાયા હતા.આહવાનાં જવાહર કોલોની નજીક હમેંશા દેખા દેતો આ દીપડાએ આજદિન સુધી કોઈનાં પર હુમલો કર્યો નથી. પરંતુ ડાંગ વન વિભાગની ટીમ આ કદાવર દીપડાને પાંજરે પુરી દૂરનાં જંગલમાં છોડે તેવી લોકોની માંગણી છે.

ઘેર-ઘેર સંસ્કરણ'ના સૂત્ર સાથે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ.

Image
' ઘેર-ઘેર સંસ્કરણ'ના સૂત્ર સાથે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ. ઘેર-ઘેર સંસ્કાર આપો : ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી સરદાર ન્યૂઝ:-દીપક પુરોહિત-માંગરોળ  માંગરોળ ની ઐતિહાસિક મોટા મિયા બાવાની દરગાહ ખાતે ઉર્સ મેળા નો પ્રારંભ થયો છે વ્યસન મુક્તિ, કોમીએકતા, ભાઇચારો, ઘેર-ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવો અને આધ્યાત્મિક પ્રગતિ કરો જેવા સંદેશ આપતી તાલુકા મથક મોટામિયાં માંગરોલ મુકામે આવેલ કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની ઐતિહાસિક મોટામિયાંબાવાની દરગાહ ગાદીખાતે ગુજરાતી તિથિ મુજબ પોષ સુદ એકમથી 15 દિવસ સુધી ચાલશે દરગાહના પ્રવેશદ્વાર પર  વિવિધ કોમના આગેવાનો  દ્વારા ગાદીપતિ ખ્વાજા સલીમ ઉદ્દીન ચિસ્તી સાહેબ અને ગાદીના ઉતરાધિકારી મતાઉદ્દીન ચીસ્તી સાહેબ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. તેઓ દરગાહ કમ્પાઉન્ડમાં પહોંચતા મોટામિયાં બાવાની દરગાહ પર હાજરી આપી કોમી એકતા અને ભાઇચારાના માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. બપોરે લગભગ 04:00 કલાકે દરગાહ ખાતેથી સંદલનું જૂલુસ નીકળ્યું હતું, જે ગામમાં ફરી દરગાહ ખાતે પરત ફરેલ હતું, ત્યારબાદ દરગાહ શરીફમાં  વર્તમાન ગ...

આહવા ડાંગ બાર એસોસિએશના સને ૨૦૨૨/૨૩ના હોદ્દેદારોની વરણી કરાઇ...

Image
આહવા ડાંગ બાર એસોસિએશના સને ૨૦૨૨/૨૩ના હોદ્દેદારોની વરણી કરાઇ સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ  તારીખ ૧૬/૧૨/૨૦૨૨ ના રોજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના આદેશાનુસાર "એક બાર એક મત" ના નિયમ પ્રમાણે આહવા (ડાંગ) બાર એસોસિએશનના નવા હોદેદારોની નિમણુંક બાબતની મીટિંગ યોજવામા આવી હતી. જેમા પ્રમુખ પદ માટે સંજયભાઈ સી. બારે, અને મંત્રી પદ માટે રમણભાઈ પી. લાખન એ ફોર્મ ભરેલ, અને તેઓની સામે કોઈ હરીફે ફોર્મ ભરેલ નહિ, જેથી પ્રમુખ અને મંત્રી બીન હરીફ જાહેર થયેલ હતા.   ઉપપ્રમુખ તરીકે શુકરભાઈ એલ. ડબકે અને ખજાનચી તરીકે પંડીતભાઈ એમ. બાગુલને સર્વોનુમતે જાહેર કરવામા આવ્યા હતા. જેમા પધ્ધતિ અનુસાર નીચે મુજબના હોદેદારોની નિમણુંક થવા પામેલ છે.  (૧) પ્રમુખ : સંજયભાઈ સી. બારે,  (૨) મંત્રી : રમણભાઈ પી. લાખન,  (૩) ઉપ પ્રમુખ : શુક્કરભાઈ એલ. ડબકે,  (૪) ખજાનચી : પંડિતભાઈ એમ. બાગુલ

આહવાની દીપદર્શન સ્કૂલ ખાતે નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિમા વાલી સંમેલન યોજાયુ

Image
આહવાની દીપદર્શન સ્કૂલ ખાતે નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિમા વાલી સંમેલન યોજાયુ   સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ   ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત દીપદર્શન સ્કૂલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિમા રંગારંગ કાર્યક્રમો સાથે વાલી સંમેલનની ઉજવણી કરવામા આવી હતી.  મેઘધનુષ્યના સપ્તરંગો સમાન જીવન મૂલ્યોમા આધ્યાત્મિકતા, વિવેક, શાંતિ, સન્માન, સંસ્કૃતિનુ જતન, કેળવણી, અને દેશભક્તિ જેવા મૂલ્યોનુ સિંચન બાળકોમા થાય, તે હેતુને ધ્યાનમા રાખી “જીવન ઉજાસ” થીમ ઉપર શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામા આવ્યા હતા.  આ પ્રંસગે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, શાળાઓ વિદ્યાર્થીઓમા વ્યક્તિત્વ ધડતરનુ કામ કરે છે. ગુરૂ અને શિષ્યનો સંબધ અજોડ હોય છે. બાળકો વાલીઓ કરતા શાળાના શિક્ષકો સાથે વધારે સમય વિતાવતા હોય, ત્યારે બાળકોની સાચવણીથી લઇ શિક્ષણ ઉજાસ પાથરવાનુ કામ શાળાના શિક્ષકો કરી રહ્યા છે. અહી દીપદર્શન શાળાએ પણ ડાંગ જિલ્લામા શિક્ષણરૂપી દિપ જ્યોતી પ્રગટાવી છે. શ્રી વિજયભાઇ પટેલે વર્ષ ૨૦૨૨-૨૩ ની પોતાની એમ.એલ.એ...

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

Image
ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ વિધાનસભાના નાયબ દંડકશ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતીમા યોજાઈ સામાન્ય સભા  નાયબ દંડકશ્રીએ જંગલ મંડળીઓના હોદ્દેદારો સાથે પણ સંવાદ સાધ્યો   ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બુધુભાઇ કામડીની અધ્યક્ષતામા તાલુકાની સામાન્ય સભા યોજવામા આવી હતી. આ સભામા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતી રહી હતી.  સુબીર તાલુકા પંચાયતની યોજાયેલી આ સામાન્ય સભામા 15મા નાણાપંચ અંતર્ગત નાણાકીય વર્ષ 2023-24 અંગે આયોજન તેમજ સુધારો કરવા બાબતે ચર્ચા વિચારણ હાથ ધરવામા આવી હતી.  સભામા દંડક શ્રી વિજયભાઇ પટેલે ઉપસ્થિત સુબીર તાલુકા પંચાયતના સદરસ્યોશ્રીઓને પોતાના મત વિસ્તારના કામો સુચવવા અંગે સુચનો કર્યા હતા. તેમજ તાલુકા સદસ્યોને વિકાસની ગતીને વેગ આપવા માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે જણાવ્યુ હતુ. આ સાથે જ યોગ્ય સંકલન, સહમતી સાથે પ્રજાકીય કામો કરવા માટે પણ તેમણે સદસ્યોને આગ્રહ કર્યો હતો.  સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભામા તાલુકા વિકાસ અધિકારી પુનમબેન ડામોર...

આહવા કોલેજમા CWDC સમિતિ ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

Image
આહવા કોલેજમા CWDC સમિતિ ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ  સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ખાતે CWDC સમિતિ તથા મહિલા અને બાળ અધિકારની કચેરી, ડાંગના સંયુક્ત ઉપક્રમે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન કાર્યક્રમ યોજાઇ ગયો. દરમિયાન દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી .આર.એન.ગામીત દ્વારા માનસિક હિંસા, જાતીય હિંસા, અને આર્થિક હિંસાની માહિતી, આવી હિંસાથી કઈ રીતે રક્ષણ મેળવી શકાય, અને પીડિત મહિલાઓને કાયદાનો લાભ અપાવીને હિંસામુક્ત કેવી રીતે કરી શકાય, એની સંપૂર્ણ માહિતીથી વિદ્યાર્થીનીઓને માહિતગાર કરાયા હતા. બાળ વિકાસ અધિકારી શ્રી ચિરાગ જોષી દ્વારા, બાળ સુરક્ષાથી વિદ્યાર્થીઓને મહિગાર કરવામા આવ્યા હતા. CWDC સિમિતના અધ્યક્ષ એવા પ્રા.યોગીનાબેન પ્રજાપતિ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામા આવ્યુ હતુ. એડવોકેટ શ્રી સંજયભાઈ દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસાથી કઈ રીતે બચી શકાય તેવા કાયદાની વિદ્યાર્થીનીઓને માહિતી આપવામા આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટર આહવાના કેન્દ્ર સંચાલક સ્મિતાબેન દ્વારા હંગામી ધોરણે આશ્રય ...

ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે આહવા ખાતે મોબાઈલ બ્લડ કલેક્શન વાનને લીલી ઝંડી આપી

Image
ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે આહવા ખાતે મોબાઈલ બ્લડ કલેક્શન વાનને લીલી ઝંડી આપી સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ  ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સંચાલિત મોબાઈલ બ્લડ કલેક્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન  કરાવાયુ હતુ. આ પ્રંસગે શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, મોબાઈલ બ્લડ કલેક્શન વાન, ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમા જઈ બ્લડ કલેક્ટ કરશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બ્લડ કલેક્શન વાનમા 3 બેડની સુવિધાઓ છે. જેના દ્વારા ઠેર ઠેર ગામડાઓમા જઈ બ્લડ કલેક્ટ કરવામા સરળતા રહેશે. નાયબ દંડકશ્રીએ આહવા સિવિલ હોસ્પિટલમા આવેલ બ્લડ બેંકની મુલાકાત લીધી હતી. સાથે જ કોરોના વાઇરસ અંગે સાવચેતીના ભાગરૂપે આહવા સિવિલ હોસ્પિટલના કોવીડ વોર્ડ, તેમજ ઓક્સિજન પ્લાટની પણ  મુલાકાત કીધી હતી. મોબાઈલ બ્લડ કલેક્શન વાન પ્રસ્થાન વેળા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેદ્રસિંહજી જાડેજા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ...

ડાંગ જિલ્લાના પૂર્વપટી વિસ્તારના ડોન પર્વતમાળામાં "પક્ષીરાજ ગીધ "ની હલચલ સામે આવતા પકૃતિપ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે

Image
ડાંગ જિલ્લાના પૂર્વપટી વિસ્તારના ડોન  પર્વતમાળામાં "પક્ષીરાજ ગીધ "ની હલચલ સામે આવતા પકૃતિપ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.            સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં બાયોવર્સીટી ઝોન તરીકે ઓળખવામાં આવતો પૂર્વપટ્ટીનો  ડોન પર્વત શૃંખલા પર દુર્લભ વનસ્પતિઓ સાથે હવે નામશેષ ના કગાર પર આવી ગયેલા  8 જેટલા ગિધો વન વિભાગની ટીમે નોંધી તેના સંવર્ધન માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે. પર્યાવરણ ની સંતુલન જાળવવા મહત્વ નો ભાગ ભજવતા ઇન્ડિયન વલ્ચર પ્રજાતિના વિશાળકાય પક્ષીઓ ડાંગ જિલ્લામાંથી ધીરેધીરે વિલુપ્ત થતા વન વિભાગ સહિત પ્રકૃતિપ્રેમીઓમાં નારાજગી જોવા મળી હતી. પરંતુ હાલમાં જ ઉત્તર ડાંગ વન વિભાગની ટીમે ગીધ ની વસ્તી અંગે સર્વે હાથ ધરવામાં આવતા ડોન વિસ્તારના ડુંગર ઉપર ગુફામાં 8 જેટલાં ગીધો ની  ગતિવિધિઓ તેમજ તેની  અવરજવર માલુમ પડતા ગીધ પ્રજાતિ ડાંગ જિલ્લામાં અસ્તિત્વ ધરાવતો હોય ખુશીનો માહોલ સર્જાયો હતો. કુદરતના સફાઈ કામદાર ની ભૂમિકા અદા કરનારા 8 જેટલા ગીધ ડોન પર્વતીય વિસ્તારમાં જોવા મળ્યા હોવાની પુષ...