પશુ સંરક્ષણ અધિનીયમના ગુન્હામાં નાસતા - ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી શહેરા પોલીસ
પશુ સંરક્ષણ અધિનીયમના ગુન્હામાં નાસતા - ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી શહેરા પોલીસ
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે જરૂરી સુચના કરેલ અને ગોધરા વિભાગ ગોઘરાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.રાઠોડ સાહેબ નાઓએ નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ કરવા માટે હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી તેમજ સતત વોચ-તપાસમા રહી નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચન અને - માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.પી.ખરાડી શહેરા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે (૧)મોરવા(હ) પો.સ્ટે, ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૮૨૨૦૫૬૬/૨૦૨૨ પ્રાણીઓ ની સાચવણી અંગેનો અધિનીયમ ની કલમ-૫,૬ (એ),૬(બી),૮(૨),૧૦ તથા જી.પી.એકટ કલમ-૧૧૯ મુજબ તેમજ (૨)શહેરા પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૨૦૬૭૭/૨૦૨૨ પશુ સંરક્ષણ અધિ.૨૦૧૧ ના સુધારા-૨૦૧૭ ની કલમ-૫(૧)(૧એ),૬,૮ તથા જી.પી.એકટ ની કલમ-૧૧૯ મુજબના ગુન્હાના કામનો નાસતો-ફરતો વોન્ટેડ આરોપી મહેબુબ ઉર્ફે ભોલો બશીર શેખ રહે.શહેરા તા.શહેરા નાનો હાલ ગોધરા થી શહેરા તરફ આવનાર છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે પો.ઇન્સ.શ્રી એ પો.સ્ટે. ની સર્વેલન્સ ટીમના માણસોને ઉપરોક્ત બાતમી હકિકતની જાણ કરી સદરહુ આરોપીને પકડી લાવવા સુચના કરતા શહેરા પો.સ્ટે. ના સર્વેલન્સ ટીમના માણસોએ ઝોઝ પાટીયા નજીક આવેલ રેડ એપલ હોટલ નજીક શહેરા-લુણાવાડા હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી સદરહુ આરોપીની વોચ તપાસમાં ઉભા હતા. તે દરમ્યાન ગોધરા તરફના રોડ ઉપરથી એક ઇસમ બાતમી મુજબના વર્ણનવાળો આવતા સર્વેલન્સ ટીમના માણસોએ સદરહુ ઇસમને પકડી સદરહુ ઇસમનું નામઠામ પુછતા તેમણે પોતાનું નામ મહેબુબ ઉર્ફે ભોલો બશીર શેખ ઉવ.૩૧ રહે.શહેરા લીમડીચોક તા.શહેરા જી.પંચમહાલ નાનો હોવાનું જણાવેલ, જેથી ઉપરોકત ગુન્હાઓના કામે સદરહુ આરોપીને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
Comments
Post a Comment