ડાંગ જિલ્લાના પૂર્વપટી વિસ્તારના ડોન પર્વતમાળામાં "પક્ષીરાજ ગીધ "ની હલચલ સામે આવતા પકૃતિપ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે
ડાંગ જિલ્લાના પૂર્વપટી વિસ્તારના ડોન પર્વતમાળામાં "પક્ષીરાજ ગીધ "ની હલચલ સામે આવતા પકૃતિપ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં બાયોવર્સીટી ઝોન તરીકે ઓળખવામાં આવતો પૂર્વપટ્ટીનો ડોન પર્વત શૃંખલા પર દુર્લભ વનસ્પતિઓ સાથે હવે નામશેષ ના કગાર પર આવી ગયેલા 8 જેટલા ગિધો વન વિભાગની ટીમે નોંધી તેના સંવર્ધન માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે. પર્યાવરણ ની સંતુલન જાળવવા મહત્વ નો ભાગ ભજવતા ઇન્ડિયન વલ્ચર પ્રજાતિના વિશાળકાય પક્ષીઓ ડાંગ જિલ્લામાંથી ધીરેધીરે વિલુપ્ત થતા વન વિભાગ સહિત પ્રકૃતિપ્રેમીઓમાં નારાજગી જોવા મળી હતી. પરંતુ હાલમાં જ ઉત્તર ડાંગ વન વિભાગની ટીમે ગીધ ની વસ્તી અંગે સર્વે હાથ ધરવામાં આવતા ડોન વિસ્તારના ડુંગર ઉપર ગુફામાં 8 જેટલાં ગીધો ની ગતિવિધિઓ તેમજ તેની અવરજવર માલુમ પડતા ગીધ પ્રજાતિ ડાંગ જિલ્લામાં અસ્તિત્વ ધરાવતો હોય ખુશીનો માહોલ સર્જાયો હતો. કુદરતના સફાઈ કામદાર ની ભૂમિકા અદા કરનારા 8 જેટલા ગીધ ડોન પર્વતીય વિસ્તારમાં જોવા મળ્યા હોવાની પુષ્ટિ ઉત્તર વન વિભાગના ડીએફઓ દિનેશ રબારીએ કરી હતી.તેમજ તેની હવે વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.
વિશ્વભરમાં ગીધની 23 પ્રજાતિઓ હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી 9 પ્રકારની પ્રજાતિ ભારતમાં અને તેમાંથી 7 પ્રકારની પ્રજાતિ ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે.પશુપાલન કરતા એકમો દ્વારા કેમિકલયુક્ત ઇન્જેક્શનને કારણે મરણ થયેલ પશુઓને આરોગવાથી ગિધોના અસ્તિત સામે ખતરો ઉભો થવા પામ્યો છે. સામાન્ય વત ગીધ માનવ વસ્તી થી દુર દુર્ગમ પહાડીમાં બખોલ કે ગુફા માં વસવાટ કરે છે. પુખ્ત વય નું ગીધ 70 થી 85 સેમી ઊંચું અને પાંચ થી છ કીલો.વજન ધરાવે છે. માદા કરતા નર ગીધની લંબાઈ વધુ હોય છે. વર્ષમાં 1 ઈંડુ મૂકી બચ્ચા નો ઉછેર નો સમયગાળો નવેમ્બરથી માર્ચ સુધીનો હોય છે.
ગીધો નો માનવ જાતિ અને પર્યાવરણ ની જાણવણી માટે મહત્વનો ફાળો રહ્યો છે. તેઓ મૃત શરીરને સફાચટ કરી સાફ કરી નાંખે છે, જેથી મૃત પશુઓની દુર્ગન્ધ કે જોખમકારક વિષાણુ વાતાવરણમાં ફેલાતા અટકી રોગચાળા સામે બચાવ કામગીરી કરે છે.
તાજેતરમાં જ ડાંગ ઉત્તરવન વિભાગ દ્વારા કરવામાં આવેલ વસ્તી ગણતરીમાં ડોન પર્વત પર ગીધોની અવરજવર દેખાઈ આવતા વસાહત નોંધાઇ હતી.ડીએફઓ દિનેશ રબારી અને આર.એફ.ઓ.વાઘેલાની ટિમ દ્વારા વસાહત પર સતત નિગરાની રાખી ગીધ પ્રજાતિનું સંવર્ધન કરી તેને અસ્તિત્વમાં રાખવા પ્રયાસ હાથ ધર્યા હતા.
તદઉપરાંત ડીએફઓ દિનેશ રબારી એ આવનારી ફેબ્રુઆરીમાં પક્ષી પ્રેમીઓ માટે બર્ડ ફેસ્ટિવલ યોજવાની પણ તૈયારી કરી લીધી છે ત્યારે ડાંગ જિલ્લામાં પ્રવાસીઓ માટે હવે કુદરતી સૌંદર્ય સાથે વન્યસૃષ્ટિ નિહાળવાનો સુનેરો અવસર પ્રાપ્ત થતા પર્યાવરણ પ્રેમીઓમાં ખુશી છવાઈ જવા પામી છે.
Comments
Post a Comment