આહવાના ડાંગ દરબાર ખાતે યોજાયો કેશ ક્રેડિટ કેમ્પ..
કેમ્પમા 15 સ્વસહાય જુથોને રૂ.23.45 લાખની ધિરાણ સહાય અપાઈ
ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ., ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે, આહવાના ડાંગ દરબાર હોલ ખાતે, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની અધ્યક્ષતામા કેશ ક્રેડિટ કેમ્પ યોજાઈ ગયો.
આ કેમ્પમા ડાંગ જિલ્લાના કુલ 15 સ્વ સહાય જૂથોને રૂપિયા 23.45 લાખની ધિરાણ સહાય આપવા સાથે, સ્વસહાય જુથના તાલીમાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામા આવ્યા હતા.
આ પ્રંસગે વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, દેશની શાસન ધુરા સંભાળી છે ત્યારથી, બહેનોને 50 % અનામતનો લાભ મળી રહ્યો છે. સ્વ સહાય જૂથો માટે આપવામા આવેલી રકમથી બહેનો આત્મનિર્ભર બનશે. સાથે જ બહેનો આત્મવિશ્વાસ કેળવી અન્ય માટે પ્રેરણારૂપ પણ બનશે.
ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક ખેતી આધારિત ડાંગ જિલ્લાનો નાગલી પાક, આજે ડાંગની ઓળખ બની છે. નાગલી તેમજ અન્ય પાકોથી બહેનો સ્વ સહાય જૂથો ચલાવે છે. વધુમા સરકાર દ્વારા આપવામા આવતી સહાયનો ઉપયોગ કરવા માટે જણાવ્યુ હતુ.
આ કાર્યક્રમમા જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોષી, જિલ્લા સદસ્ય શ્રી લાલભાઈ ગાવિત, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, લીડ બેંક મેનેજર શ્રી સેજલ મેઠા, તેમજ સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.
Comments
Post a Comment