ડાંગ જિલ્લા ના સુબીર તાલુકા ના માળગા ગ્રુપ ગ્રામ પંચાયત ના માળગા ગામે રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર જોવાઈ રહ્યો છે.

ડાંગ જિલ્લા ના સુબીર તાલુકા ના માળગા ગ્રુપ ગ્રામ પંચાયત ના માળગા ગામે રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર જોવાઈ રહ્યો છે.
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

ડાંગ જિલ્લા મા ભષ્ટ્રાચાર કરવો એ કોઈ મોટી વાત નથી જેનો ઉત્તમ માં ઉત્તમ નજારો જોવા મળી રહ્યા છે જેમા આ એક ખુબ સુંદર વર્ણન છે જયારે હકીકત કઈ અલગ, જેનું ઉત્તમ ઉદાહરણ માળગા ગ્રુપ ગ્રામપંચાયત એજ્યુકેટેડ સરપંચ શ્રી દ્વારા બનાવેલ નાળું કામ ચોમાસા માં ધોવાઈ ગયું. ડાંગ જિલ્લા ના સુબીર તાલુકા ના માળગા ગ્રુપ ગ્રામપંચાયત ના માળગા ગામે સરપંચ દ્વારા ગામના ખેતર માં જવાના ના રસ્તા પર નાળા નું બાંધ કામ કરવામાં આવ્યું હતું.પરંતુ નાળા ના બાંધકામ માં હલકી ગુણવતા નું માલ સામાન ઉપયોગ થયેલ હોવાનું મનાય છે જેના કારણે આ વર્ષ ના ચોમાસામાં નાળું ધોવાઈ ગયું છે. માળગા ગામ ના લોકો પાસે થી મળતી માહિતી અનુસાર ગત વર્ષે યોજાયેલ ગ્રુપ ગ્રામ પંચાયત ની ચૂંટણી માં ગામ લોકો એ ગામ ના નવયુવાન અર્જુનભાઇ ચૌધરી પર વિશ્વાસ મૂકી ભારે બહુમતી થી તેમને ચૂંટવા માં આવ્યા હતા. પરંતુ વર્તમાન સમયમાં ગામના સરપંચ ના ભ્રષ્ટાચારી કામગીરી થી ગામ લોકો માં ભારે નારાજગી જોવા મળી રહી છે. અને હાલ રોડ નું કામ ચાલુ છે તેમાં પણ ભ્રસ્ટાચાર જોવા મળી રહ્યું છે રેતી તો આખી ધૂળ વાળી વાપરવામાં આવી રહી છે તો આ રસ્તો કેટલો સમય ચાલ છે જયારે પુસવામાં આવ્યું ત્યરે સરપંચ શ્રી દ્રારા જવાબ એમ મયલુ કે હૂતો તાપી સોનગઢ ની રેતી વાપરૂં શુ તો હાલ રેતી નો ઢગલો ધૂળ વાળો છે તે શું રમવા માટે લાયવા છે ગામ નાં લોકો ને સ્કીમ આપીરહ્યા છે તેમજ તાલુકા પંચાયતના ટીડીઓ શ્રી યોગ્ય ન્યાયિક તપાસ કરે અને માળગા ગામ થયેલ નાળાના કામમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે યોગ્ય તપાસ કરે અને શિક્ષાત્મક પગલાં લે એવી ગામ લોકો ની માંગ ઉઠવા પામી છે

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...