આહવાની મિલપાડા પ્રાથમિક શાળાના બાળકોએ કલેક્ટર કચેરીની મુલાકાત કરી
આહવાની મિલપાડા પ્રાથમિક શાળાના બાળકોએ કલેક્ટર કચેરીની મુલાકાત કરી
આહવાની પ્રાથમિક શાળા-મિલપાડા દ્વારા ડાંગ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુલાકાત લેવામા આવી હતી.
જેમા ધોરણ 4 થી 8 ના તમામ બાળકોએ જિલ્લાની મુખ્ય કલેકટર કચેરીની મુલાકાત લઇ, કચેરીની વિવિધ શાખાઓમા થતા નાગરિકોના કામો વિશે માહીતિ મેળવી હતી.
બાળકોમા નાગરિક બન્યા પછી જમીન, ઘર, આવક, જાતિ, રેશન કાર્ડ કઢાવવા કયા પ્રકારની કાર્યવાહી કરવી, એ અંગે કલેકટર કચેરી જનસેવા કેન્દ્રના કર્મચારી શ્રી યોગેશભાઈ ગાવિતે માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
શાળાના બાળકોમા બેન્કમા થતી નાણાંની લેવડ દેવડ માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા-આહવા શાખાની પણ મુલાકાત લેવામા આવી હતી. જેમા બાળકોને બેન્ક એકાઉન્ટમાંથી નાણા કેવી રીતે મેળવવા, કેવી રીતે નાણાં જમા કરવા, ચેકનો ઉપયોગ કઈ રીતે થાય, જે અંગેનુ માર્ગદર્શન બેન્ક ઓફિસરે આપ્યુ હતુ.
વિવિધ ક્ષેત્રીય મુલાકાતમા શાળાના બાળકોને સમાજમા નાગરિક તરીકેની સાચી ફરજ અંગે માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડવા બદલ પ્રાથમિક શાળા મિલપાડા-આહવા દ્વારા કલેક્ટર કચેરી સહિતની વિવિધ કચેરીઓના કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.
Comments
Post a Comment