ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ
ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ
વિધાનસભાના નાયબ દંડકશ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતીમા યોજાઈ સામાન્ય સભા
નાયબ દંડકશ્રીએ જંગલ મંડળીઓના હોદ્દેદારો સાથે પણ સંવાદ સાધ્યો
ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બુધુભાઇ કામડીની અધ્યક્ષતામા તાલુકાની સામાન્ય સભા યોજવામા આવી હતી. આ સભામા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતી રહી હતી.
સુબીર તાલુકા પંચાયતની યોજાયેલી આ સામાન્ય સભામા 15મા નાણાપંચ અંતર્ગત નાણાકીય વર્ષ 2023-24 અંગે આયોજન તેમજ સુધારો કરવા બાબતે ચર્ચા વિચારણ હાથ ધરવામા આવી હતી.
સભામા દંડક શ્રી વિજયભાઇ પટેલે ઉપસ્થિત સુબીર તાલુકા પંચાયતના સદરસ્યોશ્રીઓને પોતાના મત વિસ્તારના કામો સુચવવા અંગે સુચનો કર્યા હતા. તેમજ તાલુકા સદસ્યોને વિકાસની ગતીને વેગ આપવા માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે જણાવ્યુ હતુ. આ સાથે જ યોગ્ય સંકલન, સહમતી સાથે પ્રજાકીય કામો કરવા માટે પણ તેમણે સદસ્યોને આગ્રહ કર્યો હતો.
સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભામા તાલુકા વિકાસ અધિકારી પુનમબેન ડામોર, સુબિર તાલુકા પંચાયત ઉપ પ્રમુખશ્રી પ્રિતીબેન ગામિત તેમજ અન્ય તાલુકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે નાયબ દંડકશ્રીએ આહવા ખાતે જંગલ મંડળીની બેઠકમા હાજરી આપી, ડાંગ જિલ્લાના જંગલ મંડળીના પ્રમુખ-મંત્રીઓ સાથે સંવાદ સાધ્યો હતો. સાથે જ અહી દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદ સાથે ડાંગ જિલ્લામા વૃક્ષો વાવવા અંગેના આયોજન સંદર્ભે પણવિષેશ ચર્ચા કરવામા હતી.
Comments
Post a Comment