દિવાળીબેન ટ્રસ્ટ સંચાલીત સીવણની તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયા...
દિવાળીબેન ટ્રસ્ટ સંચાલીત સીવણની તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયા
દિવાળીબેન ટ્રસ્ટ-બારડોલી સંચાલીત સીવણ વર્ગમા ચાર માસની તાલીમ પૂર્ણ થતા, દીક્ષાંત સમારોહ રાખવામા આવ્યો હતો. જેમા મુખ્ય મહેમાન તરીકે ડાંગ જિલ્લા પંચાયત ડેપ્યુટી ડીડીઓ શ્રી યોગેશ જોષી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી યોગેશ જોષીએ બહેનોને જણાવ્યુ હતુ કે, જમાના પ્રમાણે અપડેટ થવાની જરૂર છે. ડાંગ જિલ્લામા દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા ઘણી જ સરાહનીય કામગીરી થઈ રહી છે, તે આપણા જિલ્લા માટે આનંદની વાત છે.
ડાંગ જિલ્લામા દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક સીવણના વર્ગ પાંચ ક્ષેત્રમા આવેલ છે, જેમા આહવા, શામગહાન, સાકરપાતળ, પીપલદહાડ અને સુબીરમા વર્ગો ચાલે છે. જેમા સાકરપાતળ ક્ષેત્રમા પાર્લર વર્ગ અને શામગહાનમા કોમ્પ્યુટર વર્ગ પણ નિશુલ્ક ચાલે છે.
દીક્ષાંત સમારોહમા આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરીચંદભાઇ ભોયે, વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડીનેટર શ્રી સૂર્યવંશી, પ્રા શિક્ષિકા નિરમાબેન ભોયે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ સંચાલન દિવાળીબેન ટ્રસ્ટના કોઓર્ડીનેટર શ્રી રાજેશ પટેલ દ્વારા કરવામા આવ્યુ હતુ.
Comments
Post a Comment