ઘેર-ઘેર સંસ્કરણ'ના સૂત્ર સાથે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ.

'ઘેર-ઘેર સંસ્કરણ'ના સૂત્ર સાથે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ.

ઘેર-ઘેર સંસ્કાર આપો : ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી
સરદાર ન્યૂઝ:-દીપક પુરોહિત-માંગરોળ

 માંગરોળ ની ઐતિહાસિક મોટા મિયા બાવાની દરગાહ ખાતે ઉર્સ મેળા નો પ્રારંભ થયો છે
વ્યસન મુક્તિ, કોમીએકતા, ભાઇચારો, ઘેર-ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવો અને આધ્યાત્મિક પ્રગતિ કરો જેવા સંદેશ આપતી તાલુકા મથક મોટામિયાં માંગરોલ મુકામે આવેલ કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની ઐતિહાસિક મોટામિયાંબાવાની દરગાહ ગાદીખાતે ગુજરાતી તિથિ મુજબ પોષ સુદ એકમથી 15 દિવસ સુધી ચાલશે દરગાહના પ્રવેશદ્વાર પર  વિવિધ કોમના આગેવાનો  દ્વારા ગાદીપતિ ખ્વાજા સલીમ ઉદ્દીન ચિસ્તી સાહેબ અને ગાદીના ઉતરાધિકારી મતાઉદ્દીન ચીસ્તી સાહેબ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.
તેઓ દરગાહ કમ્પાઉન્ડમાં પહોંચતા મોટામિયાં બાવાની દરગાહ પર હાજરી આપી કોમી એકતા અને ભાઇચારાના માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. બપોરે લગભગ 04:00 કલાકે દરગાહ ખાતેથી સંદલનું જૂલુસ નીકળ્યું હતું, જે ગામમાં ફરી દરગાહ ખાતે પરત ફરેલ હતું, ત્યારબાદ દરગાહ શરીફમાં  વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિશ્તીના હસ્તે સંદલ શરીફની વિધિનો આરંભ થયો હતો. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘેર-ઘેર ગાય પાળો,  ઘેર -ઘેર વ્યસન મુક્તિ, કોમીએકતા, ભાઇચારો, ઘેર-ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવો અને આધ્યાત્મિક પ્રગતિ કરોનો સમન્વય એટલે જ ઘેર-ઘેર સંસ્કાર આપો અર્થાત ઘેર - ઘેર સંસ્કરણ જે યુવા પેઢી માટે હાલના સમયની તાતી જરૂરીયાત છે.
આ કાર્યક્રમમાં પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, ઉપરાંત પીર ડો. મતાઉદ્દીન  ચિશ્તી, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, ફરીદુદ્દીન મોઇનુદ્દીન ચિશ્તી તેમજ કુટુંબીજનો  તેમજ વિદેશથી પધારેલ મેહમાનો પણ જોડાયા હતા. વર્તમાન સ્થિતિ જોતા ડૉ મતાઉદ્દીન ચિશ્તી દ્વારા સરકારશ્રી ની કોવીડ ગાઈડ લાઈનનુ પાલન કરવા, માસ્ક પહેરવા વિશેષ અનુરોધ કરેલ હતો.  રવિવારે ચિરાગીનો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ 15 દિવસ સુધી ચાલશે
ઉર્સ  દરમિયાન દરગાહ શરીફ ને રંગબેરંગી લાઈટો થી  શણગારવામાં આવી હતી તેમજ વિવિધ પ્રકારની ચકડોળ દુકાનો ખાણી પીણી ના સ્ટોલો પણ આવેલા છે ઉર્સ દરમિયાન કાયદો વ્યસ્થા જળવાય રહે એ માટે વહિવટી તંત્ર તેમજ પોલીસ દ્વારા પણ ખુબ સારો સહકાર અને બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...