આહવા કોલેજમા CWDC સમિતિ ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

આહવા કોલેજમા CWDC સમિતિ ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

 સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ખાતે CWDC સમિતિ તથા મહિલા અને બાળ અધિકારની કચેરી, ડાંગના સંયુક્ત ઉપક્રમે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન કાર્યક્રમ યોજાઇ ગયો.

દરમિયાન દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી .આર.એન.ગામીત દ્વારા માનસિક હિંસા, જાતીય હિંસા, અને આર્થિક હિંસાની માહિતી, આવી હિંસાથી કઈ રીતે રક્ષણ મેળવી શકાય, અને પીડિત મહિલાઓને કાયદાનો લાભ અપાવીને હિંસામુક્ત કેવી રીતે કરી શકાય, એની સંપૂર્ણ માહિતીથી વિદ્યાર્થીનીઓને માહિતગાર કરાયા હતા.

બાળ વિકાસ અધિકારી શ્રી ચિરાગ જોષી દ્વારા, બાળ સુરક્ષાથી વિદ્યાર્થીઓને મહિગાર કરવામા આવ્યા હતા. CWDC સિમિતના અધ્યક્ષ એવા પ્રા.યોગીનાબેન પ્રજાપતિ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામા આવ્યુ હતુ.
એડવોકેટ શ્રી સંજયભાઈ દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસાથી કઈ રીતે બચી શકાય તેવા કાયદાની વિદ્યાર્થીનીઓને માહિતી આપવામા આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટર આહવાના કેન્દ્ર સંચાલક સ્મિતાબેન દ્વારા હંગામી ધોરણે આશ્રય કઈ મહિલાઓ લઈ શકે તે વિશેની જાણકારી આપવામા આપવામા આવી હતી.

તો 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર દિપીકાબેન દ્વારા હેલ્પલાઇન નંબર, હેલ્પલાઇન એપનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, અને કઈ રીતે સમાધાન થાય એની વિગતવાર માહિતી આપવામા આવી હતી.

મિશન શક્તિ કેન્દ્રના જિલ્લા કો-ઓડિનેટર હીનાબેન એસ.ગામીત દ્વારા સ્લાઈડ બતાવીને મહિલાઓ વિવિધ સેવાઓ કઈ રીતે મેળવી શકે તેની માહિતી આપી શપથ લેવાયા હતા.

સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવાના આચાર્યશ્રી ડૉ. ઉત્તમભાઈ ગાંગુર્ડે દ્વારા, ઘરેલુ હિંસાના કાયદાનો સદુપયોગ કરવો, અને હિંસાના મૂળને દૂર કરવાની અસરકારક માહિતી આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...