આહવાની જવાહર અને ગાંધી કોલોની પાસે દીપડો આવી ચઢતાં લોકોમાં ભય નુ વાતાવરણ
આહવાની જવાહર અને ગાંધી કોલોની પાસે દીપડો આવી ચઢતાં લોકોમાં ભય નુ વાતાવરણ
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
આહવા નગરની જવાહર અને ગાંધી કોલોની પાસે દીપડોએ ત્રાડ પાડતાં લોકોમાં ભય ફેલાયો છે
ડાંગજિલ્લાનાં આહવા નગરનાં ગાંધી કોલોની જવાહર કોલોનીમાં છેલ્લા કેટલાક સમયથી ખુંખાર દીપડા લટાર મારતો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ખુંખાર દીપડો રાત્રીનાં અરસામાં કાયમ લટાર મારતો જોવા મળ્યો છે. ગતરોજ રાત્રીનાંઅરસામાં શિકારની શોધમાં ભટકતો આ ખુંખાર અને કદાવર દીપડો આહવા નગરનાં જવાહર કોલોની નજીક આવેલ દીવાલ પર ચડીને ત્રાડ પાડતો પસાર થતા કોલોનીનાં લોકોનાં જીવ તાળવે ચોંટાયા હતા.આહવાનાં જવાહર કોલોની નજીક હમેંશા દેખા દેતો આ દીપડાએ આજદિન સુધી કોઈનાં પર હુમલો કર્યો નથી. પરંતુ ડાંગ વન વિભાગની ટીમ આ કદાવર દીપડાને પાંજરે પુરી દૂરનાં જંગલમાં છોડે તેવી લોકોની માંગણી છે.
Comments
Post a Comment