આહવા ડાંગ બાર એસોસિએશના સને ૨૦૨૨/૨૩ના હોદ્દેદારોની વરણી કરાઇ...
આહવા ડાંગ બાર એસોસિએશના સને ૨૦૨૨/૨૩ના હોદ્દેદારોની વરણી કરાઇ
તારીખ ૧૬/૧૨/૨૦૨૨ ના રોજ બાર કાઉન્સીલ ઓફ
ગુજરાતના આદેશાનુસાર "એક બાર એક મત" ના નિયમ પ્રમાણે આહવા (ડાંગ) બાર એસોસિએશનના નવા હોદેદારોની નિમણુંક બાબતની મીટિંગ યોજવામા આવી હતી.
જેમા પ્રમુખ પદ માટે સંજયભાઈ સી. બારે, અને મંત્રી પદ માટે રમણભાઈ પી. લાખન એ ફોર્મ ભરેલ, અને તેઓની સામે કોઈ હરીફે ફોર્મ ભરેલ નહિ, જેથી પ્રમુખ અને મંત્રી બીન હરીફ જાહેર થયેલ હતા.
ઉપપ્રમુખ તરીકે શુકરભાઈ એલ. ડબકે અને ખજાનચી તરીકે પંડીતભાઈ એમ. બાગુલને સર્વોનુમતે જાહેર કરવામા આવ્યા હતા. જેમા પધ્ધતિ અનુસાર નીચે મુજબના હોદેદારોની નિમણુંક થવા પામેલ છે.
(૧) પ્રમુખ : સંજયભાઈ સી. બારે,
(૨) મંત્રી : રમણભાઈ પી. લાખન,
(૩) ઉપ પ્રમુખ : શુક્કરભાઈ એલ. ડબકે,
(૪) ખજાનચી : પંડિતભાઈ એમ. બાગુલ
Comments
Post a Comment