Posts

Showing posts from December, 2021

સુરત સીટી પોલીસ દ્વારા આયોજિત ડેટ લીફટીંગ સ્પર્ધામાં આંબાવાડી નો યુવાન આશિષ ચૌધરી પ્રથમ ક્રમ મેળવી સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો...

Image
સુરતના માંગરોળ તાલુકાના આંબાવાડી ગામનો યુવાન આશિષ ચૌધરીએ નિકુંજ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નેશનલ પાવરલીફટિંગ ફેડરેશન ના ત્રણ દિવસીય ટૂર્નામેન્ટની અંદર ડેડ લિફ્ટ સ્પર્ધમાં ભાગ લઈને ૨૧૫ કીલો વજન ઊંચકી પ્રથમ ક્રમ સ્થાન પ્રાપ્ત કરી સુવર્ણ પદક મેળવ્યો હતો.  સરદાર ન્યૂઝ:- રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશન અને સુરત સીટી પોલીસ દ્વારા આયોજિત નેશનલ ડેડ લીફટીંગ સ્પર્ધા સુરત ખાતે યોજાઈ હતી જેમાં આંબાવાડી ગામનો યુવાન આશિષ આર ચૌધરી એ તા ૧૯ના રવિવારે ના ભાગ લઈ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.જે બદલ માંગરોલ તાલુકા અને આદિવાસી સમાજ નું નામ રોશન કરતા તેમને અભિનદન પાઠવ્યા. બ્રધર્સ જીમ ટ્રેનર નિકુંજ ચૌધરીએ અભિનંદન આપતા જણાવ્યું હતુંકે અગાઉ પણ તેમણે યોજાયેલી દરેક સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યા હતા તેમજ રાષ્ટ્રીય કક્ષાની અને જિલ્લા કક્ષાની તમામ સ્પર્ધા માં ભાગ લઇ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે એ માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજી ની અધ્યક્ષ સ્થાને સંગઠન પ્રભારી સીતાબેન નાયક, પ્રભારી પ્રફફૂલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતીમાં આહવા ખાતે સંગઠન રચનાત્મક અને આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણી અંગે રૂપરેખા અંતર્ગત બેઠક યોજાઇ .

Image
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજીની અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં તાજેતરમાં જાહેર થયેલા ગ્રામ પંચાયતની ચૂંટણી પરિણામો પર ખુશી વ્યક્ત કરી હતી. આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભા ની ચૂંટણી માટે બુથ,શક્તિ કેન્દ્ર ,પેજ સમિતિ સહિત વિવિધ વિભાગોની ચર્ચા કરવામાં આવી હતી.તેઓએ પાયાના કાર્યકરો સહિત તાલુકા જિલ્લા પંચાયત ના ચૂંટાયેલા પદાધિકારીઓ, મંડળ મોરચાના સભ્યો,સંગઠન મજબૂત કરવા પર ભાર મુક્યો હતો. આ બેઠકમાં પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર, ધારાસભ્ય વિજયભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાંવીત, મહામંત્રીઓ હરીરામ સાવંત,રાજેશભાઈ ગામિત,કિશોરભાઈ ગાંવીત સહિત જિલ્લા તાલુકાના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ જિલ્લામાં હરિયાળા વનોથી શોભતા નાનાપાડા વાંસલીના જંગલ વિસ્તારોમાં મોટાપાયે લીલા કુમળા બાંબુનું નિકંદન થતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે...

Image
મળતી માહિતી મુજબ દક્ષિણ ડાંગ અને પશ્ચિમ ડાંગ રેન્જ વિસ્તારમાં આવેલા વાંસલી અને કુત્તરનાચ્યાંના જંગલોમાં સરકારી નીતિનિયમો ની અવગણના કરી મોટાપાયે લીલા કુમળા વાંસ નું નિકંદન કઢાય રહ્યાનું જાણવા મળ્યું છે. સરદાર ન્યૂઝ ડાંગ  પર્યાવરણની કરોડરજજુ ગણાતું અને પશુ પંખીઓનો આશ્રય સ્થાન લીલા વાંસ કોના આશીર્વાદ હેઠળ નિકંદન કઢાય રહ્યો છે, તે તપાસનો વિષય બન્યો છે.  એકતરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે માત્ર જંગલ ઉપજ માંથી લીલા વાંસ કાઢવાની પરવાનગી ગ્રામ સભાને આપવામાં આવી છે.  તેવા સંજોગોમાં ચૂંટણી આચારસંહિતા ની આડમાં મોટા પાયે લીલા વાંસનું નિકંદન માટે સરકારી ધારાધોરણો કેમ નડતા નથી તેવા સવાલો આમ નાગરિકોમાં મનમાં  ઘુમરાય રહ્યો છે. નાનાપાડા થી વાંસલી, સુંદા, કાસવદહાડ,વાસુરના વિસ્તારોમાં મોટાપાયે લીલા કુમળા બાંબુ ના સફાયા થી પશુ પક્ષીઓ માટે આશ્રય સ્થાન છીનવાઈ જવા સાથે પર્યાવરણને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની શકયતા ઉભી થવા પામી છે. તેવા સંજોગોમાં લીલા કુમળા વાંસ કાપવાની પરવાનગી કેવી રીતે આપવામાં આવી તેની તપાસ થાય તે જરૂરી છે. ...

ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં એકાએક પલટો આવતા વાદળછાયા માહોલમાં ઠંડીનો ચમકારો વધ્યો....

Image
ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં બુધવારે એકાએક વાતાવરણમાં પલટો આવતા ઠંડીનું જોર વધ્યું હતું... સરદાર ન્યૂઝ ડાંગ દિવસભર   સૂર્યનારાયણે વાદળોમાં સંતાકૂકડી રમ્યા બાદ વાતાવરણમાં ભેજને પગલે જનજીવન પર અસર પહોંચી હતી. કેટલાક સમયથી બદલાયેલા મૌસમથી ગરીબ આદિવાસી ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાની ભોગવવાની નોબત સર્જાઈ હતી.  ત્યારે હવે વાદળછાયા વાતાવરણ ને પગલે શિયાળુ ડુંગળી,ઘઉં, કઠોળ,સ્ટ્રોબેરી , શાકભાજી જેવા પાકોમાં જીવાત પડી નુકસાન થવાની સંભાવના નકારી શકાતી નથી.ગિરિમથક સાપુતારા ખાતે નૌકાવીહાર, રોપવે,એડવેન્ચર એક્ટિવિટી સહિત બદલાયેલા મૌસમનો પ્રવાસીઓએ ભરપૂર મજા માણી હતી.  જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં શરદી ખાંસી ,વાયરલ ફીવર ના કેસો વધતા લોકોની કફોડી હાલત બની હતી.બદલાયેલા વાતાવરણમાં ડાંગ ના ખેડૂતોમાં પાક બગડવાની સ્થિતિમાં ચિંતાના વાદળો ઘેરાવા પામ્યા હતા.

વાંકલ માં ખેડૂત શિબિર યોજાઇ ખેડૂત શિબિર થકી ખેડૂતો શાકભાજી ફુલોની ખેતી શેરડીનું વાવેતર ખેડૂતોની આવક બમણી કરવા પ્રયાસ....

Image
સુરતના માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં માર્કેટયાર્ડ ખાતે મોસાલી,વાંકલ,ઝંખવાવ ના આજુબાજુના ગામોના ખેડૂતો માટે એ પી એમ સી કોસંબા દ્વારા ખેડૂત શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું...   સરદાર ન્યૂઝ:-રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત શિબિર પ્રારંભમાં ભારત ના પહેલા ચીફ ઓફ ડિફેન્સ જનરલ બિપીન રાવતનું દુર્ઘટનામાં અવસાન થતાં તેમને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી શિબિરની શરૂઆત કરવામાં આવી હતી એપીએમસીના ચેરમેન દિલીપસિંહ રાઠોડ દ્વારા ખેડૂત શિબિર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને ખેડૂત શિબિર નો વધુને વધુ લાભ લેવા ખેડૂતોને જણાવ્યું હતું કામરેજ સુગરના ચેરમેન અશ્વિન પટેલે ખેડૂતોને માહિતી આપતા જણાવ્યુકે કામરેજ સુગરમાં ખેડૂતોને સભાસદો બનવા માટે ૪૦૦૦/રૂપિયા ભરીને સભાસદો બનાવવામાં આવશે.જે રીતે અન્ય બિન સભાસદોને વહીવટી ચાર્જ લઈ રોપાણ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. વધારે રિકવરી આપતી શેરડીની જાત પર ૧૦૦રૂપિયા વધુ આપવાની જાહેરાત કરી હતી.. સુમુલ ના ઉપપ્રમુખ રાજુ ભાઈ પાઠક ખેડૂતોને વિસ્તૃત માહિતી આપી હતી. ધારાસભ્ય ગણપતભાઈ વસાવ...

પેરા ઓલમ્પિક માટે સિનિયર સીટીઝન ડાંગ નાં ખેલાડી ની પસંદગી થઈ....

Image
પેરા સપોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત અને પેરા ઓલમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા ભારત સરકાર અમદાવાદ દ્વારા ડાંગ જિલ્લાનાં સિનિયર બેટમિન્ટન ખેલાડી ગોરધનભાઈ નેરકર ની પસંદગી કરવામાં આવી છે. સરદાર ન્યૂઝ ડાંગ આગામી દિવસોમાં ભુવનેશ્વર માં યોજાનાર બેટમિન્ટન સ્પર્ધામાં ગોરધનભાઈ નેરકર ભાગ લેશે જ્યાં તેઓ આ સ્પર્ધામાં વિજેતા બનશે તો તેઓ સીધાં પેરા ઓલમ્પિક ખેલાડી માં તેઓ આવનાર ઓલમ્પિક સ્પર્ધામાં ભાગ લેશે. ગોરધનભાઈ નેરકર આ પહેલાં સિનિયર સીટીઝન રમતમાં વિજેતા રહી ચૂક્યાં છે. ખેલ મહાકુંભ માં પણ તેઓ રાજ્ય કક્ષાના વિજેતા બની ચૂક્યા છે.  પેરા ઓલમ્પિક માં ડાંગ નાં ખેલાડીની પસંદગી થતાં ડાંગ વાસીઓ દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી.

પુણા વિસ્તારમાં ટ્યૂશન ક્લાસીસ જતી ધોરણ 11 અભ્યાસ કરતી તરૂણી નો પીછો કરી એસિડ એટેક ની ધમકી આપનાર યુવાન વિરૂધ્ધ યુવતીએ ફરિયાદ કરતા પોલીસે કરી ધરપકડ...

Image
તરૂણી ની પડોશમાં રહેતો જ instagram પર મેસેજ કરીને હેરાન કરતો હતો જેને લઇને તરુણીના પિતાએ ઠપકો આપવા સાથે માર માર્યો હતો જેની અદાવત રાખીને તરૂણી ને રસ્તે અટકાવી  ધમકી આપી હતી... સરદાર ન્યૂઝ.રિપોર્ટર.સુરત:-અક્ષય વાઠેર સુરતના પુણા વિસ્તારમાં રહેતો અને સાડીમાં લેસ પટ્ટી લગાવવાનું કામ કરતો યુવાને પોતાના પડોશમાં રહેતી યુવતીને ઇન્સ્ટાગ્રામ પર હેરાન કરતો હતો જેને લઇને યુવતીએ તેના પિતાને ફરિયાદ કરતાં તરુણીના પિતાએ યુવકને માર માર્યો હતો તેની અદાવત રાખીને આ યુવાને ૧૫ વર્ષીય તરુણીને ટ્યુશન જતા સમયે પીછો કરી રસ્તે અટકાવી એસિડ એટેક કરવાની ધમકી આપી હતી જેને લઇને તરૂણીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મૂળ સૌરાષ્ટ્રના જામનગર ના વતની અને સુરતના પુણા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અને સાડી ઉપર લેસ પટ્ટી લગાવવાનો વેપાર કરતાં પરિવારની ૧૫ વર્ષીય પુત્રી ધોરણ 11માં અભ્યાસ કરે છે જોકે કોરોના ને લઈને આ તરુણી ઓનલાઇન અભ્યાસ કરતી હતી ત્યારે તેની માતા ના ફોન ઉપર એક યુવક દ્વારા ફોન કરી હેરાન કરવા માગતો ઇન્સ્ટાગ્રામ...

ડાંગ -જિલ્લાની 41 ગ્રામપંચાયત માંથી પાંચ જેટલી ગ્રામપંચાયત થઈ સમરસ....

Image
આજ રોજ ડાંગ જિલ્લા ની 41 ગ્રામ પંચાયત પેકી ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સરદાર ન્યૂઝ ડાંગ સુબીર તાલુકા માં  2 ગ્રામ પંચાયત બિનહરીફ થઈ જેમાં (1) હનવતપાડા ગ્રામ પંચાયત ના સરપંચ દેશમુખ સુલેમન ભાઈ માહરૂ સાથે 7સભ્ય બિનહરીફ થયા અને (2) લાવચાલી ગ્રામ પંચાયત  સરપંચ કપિલા બેન સુમન ભાઈ રાઉત સાથે 6 સભ્ય બિનહરીફ થયા તેજરીતે વઘઈ તાલુકા માં (1)ચીંચોન્ડ ગ્રામ પંચાયત ના સરપંચ અમિતા બેન રજનીકાંત ભાઈ ગાવિત બિનહરીફ (સમરસ )જાહેર થયા અને (2) દગુનિયા ગ્રામપંચાયત માં આશા બેન હર્ષદ ભાઈ ગાવીત સાથે 4 સભ્ય બિનહરીફ થયા અને આહવા તાલુકા માં ઘોઘલી ગ્રામ પંચાયત માં નરેશ ભાઈ ગમજ ભાઈ ભોયે બિનહરીફ (સમરસ ) થયા છે તેઓને ડાંગ ભારતીય જનતા પાર્ટી ના યશસ્વી પ્રમુખશ્રી દશરથ ભાઈ પવાર સાહેબ વતી અને સંગઠન ની ટીમ વતી ખૂબ ખૂબ અભિનંદન અને સહ શુભેચ્છાઓ અને અને આગામી ગ્રામ પંચાયત ના સૌ  ભારતીય જનતા પાર્ટી ના પેનલ પ્રેરિત સરપંચ ના ઉમેદવારો અને સભ્ય શ્રીઓ ને વિજય પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ

બારડોલી તાલુકાના રૂવા ભરમપોર ગામમાં વન વિભાગની કાર્યવાહી....

Image
ખેડૂત અનામત સાગી વૃક્ષો કાપતો હતો ત્યારે જ વન વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ... સરદાર ન્યૂઝ બારડોલી ગામના માજી સરપંચ અને ખેડૂત આગેવાન રાજુ જયંતિ પટેલ ખેતરમાં રોપેલા સાગી વૃક્ષો કાપી રહ્યા હતા  વન વિભાગે સ્થળ પર પહોંચી ખેડૂત સામે દંડનીય કાર્યવાહી આરંભી, કુલ 24 જેટલા વૃક્ષો પરવાનગી વગર કાપી નાખ્યા હતા  બે અલગ અલગ પ્લોટમાં અનુક્રમે 11 અને 13 મળી કુલ 24 વૃક્ષો કાપવામાં આવ્યા છે કલ્પના ચૌધરી મહુવાના ફોરેસ્ટર  મહુવાના ફોરેસ્ટર કલ્પના ચૌધરીએ જણાવ્યુ હતું કે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંડવીની સૂચનાથી અમે અહી કાર્યવાહી કરવા આવ્યા હતા. જ્યાં ખેતરમાં ખેડૂત પરવાનગી વગર સાગના વૃક્ષો કાપી રહ્યા હતા.જે અંગે અમે રિપોર્ટ તૈયાર કરી દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

વાંકલ ગામમાં પ્રથમવાર ગૌકૃપા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે....

Image
સુરત ના માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં સૌ પ્રથમવાર ગૌકૃપા કથાનું સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સરદાર ન્યૂઝ રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત છેલ્લા 31વર્ષથી ગૌમાતાની રક્ષા અને પર્યાવરણ જાગૃતિ માટે પદ યાત્રા કરી રહેલા ગુરુદેવ ભગવાન ના પરમ શિષ્ય સાધ્વી ગાર્ગી ગોપાલ સરસ્વતીજીના સાનિધ્યમાં સાંઈ મંદિર વાંકલ ખાતે ગૌકૃપા કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગૌકથા તા.૬.૧૨ થી ૧૨.૧૨ સુધી રાત્રે ૮ થી ૧૧ કલાક સાત દિવસ સુધી સાધ્વી દ્વારા  કથાનું રસપાન કરાવવા માં આવશે.આજે સવારે ગૌકથા સ્થળ હનુમાનજી મંદિરથી કળશ યાત્રા વાજતેગાજતે કાઢવામાં આવી હતી . કળશ યાત્રા નીકળી ગામમાં દરેક ફળિયામાં ફેરવવામા આવી હતી.ગ્રામજનો,ગૌ ભક્તો ખુબ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા કળશ યાત્રા કથા સ્થળ પર પહોંચી સાધ્વી ગાર્ગી ગોપાલ સરસ્વતીજી એ પ્રથમ ગૌમાતાની પૂજા,અર્ચના,આરતી તેમજ કળશ તુલસી માતાની પૂજા પણ કરવામાં આવી હતી. સાધ્વીજીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ગૌકથાનું રસપાન કરવાથી પુણ્ય મળે છે. સંસારમાં મનુષ્ય સુખ દુખની પ્રાપ્તિ માટે આજે દોટ મૂકી રહ્...

ઉમેદવારીપત્ર સ્વિકારવાની છેલ્લી તારીખે માંગરોળ, ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારોનો અને સમર્થકોનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો...

Image
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની અંતીમ દિવસે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્યપદ માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી રહ્યા છે .... સરદાર ન્યૂઝ:-રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત જેના પગલે માંગરોળ,ઉમરપાડા ની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી સતત ધમધમી રહી હતી ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ ૪ ડિસેમ્બર હોવાને કારણે ઉમેદવારો ઉમેદવારી કરવા માટે સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા માંગરોળ મા ૫૫ ઉમરપાડા મા  ૩૩ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે.  જેમાં આજે અંતિમ દિવસ છે માંગરોળ ખાતે સરપંચના ૧૯૬ ઉમેદવારો અને સભ્યપદ માટે કુલ ૧૧૫૬ ઉમેદવાર અને ઉમરપાડા ખાતે સરપંચના કુલ ૧૯૫ ઉમેદવારો અને સભ્યપદ માટે ૧૧૪૯ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી.ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ અને સભ્ય પદ માટે ઉમેદવારી પત્રો ભરવા માટે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ઉપર ઉમેદવારો અને સમર્થકો ભારે ધસારો જોવા મળ્યો હતો ઉમેદવારી નોંધાવી તમામ ઉમેદવારોને જીતનો દાવો કરી ગામના વિકાસ માટે સક્રિય રહેવા ની ખાતરી આપી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારીપત્ર...

લગ્નના આયોજનો ઉપર કમોસમી વરસાદે પાણી ફેરવ્યું...

Image
વન પ્રદેશ ડાંગ જિલ્લો અને વાંસદા તાલુકા માં કમોસમી વરસાદે ભારે કરી.... સરદાર ન્યૂઝ:-ડાંગ દંડકારણય વન પ્રદેશ ડાંગ અને ડુંગરાળ પ્રદેશ તાલુકામાં વરસેલા કમોસમી વરસાદથી ડાંગર સહિતકૃષિ પાકોને વ્યાપક નુકસાન થયું છે સાથે ઇંટ ઉદ્યોગકારોને ફરી એકવાર મોટું નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ લગ્ન જેવા શુભ પ્રસંગોમાં મંડપો પાણીથી તરબોળ બનતા વર કન્યાના માતા-પિતા અને પરિવાર ચિંતામાં મુકાઈ ગયા છે કમોસમી વરસાદ તમામ લોકોના માટે મોટું સંકટ બન્યો છે.   કમોસમી વરસાદ થી વન પ્રદેશ ડાંગ જિલ્લો અને વાંસદા તાલુકા માં ખાસ કરીને ડાંગર ના પાક અને શાકભાજી ના પાક માં મોટુ નુકસાન થતાં ખેડૂતો ની હાલત કફોડી બની છે. થોડા દિવસ અગાઉ પણ કમોસમી વરસાદ થયો હતો.અને તેનાથી વધુ નુકસાન ખેડૂતોને હાલમાં થઈ રહ્યું છે. બીજી તરફ વાંસદા તાલુકા ના  ઇંટ ઉદ્યોગકારો વ્યવસાય કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા ઇંટ ઉદ્યોગકારોને મોટું નુકસાન થયું હતું અને હાલમાં જે વરસાદ પડી રહ્યો છે, તેનાથી ફરી એકવાર ઇટ ના ધંધામાં વ્યાપક નુકસાન થયું છે.               વ...