વાંકલ ગામમાં પ્રથમવાર ગૌકૃપા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે....

સુરત ના માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં સૌ પ્રથમવાર ગૌકૃપા કથાનું સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સરદાર ન્યૂઝ રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત
છેલ્લા 31વર્ષથી ગૌમાતાની રક્ષા અને પર્યાવરણ જાગૃતિ માટે પદ યાત્રા કરી રહેલા ગુરુદેવ ભગવાન ના પરમ શિષ્ય સાધ્વી ગાર્ગી ગોપાલ સરસ્વતીજીના સાનિધ્યમાં સાંઈ મંદિર વાંકલ ખાતે ગૌકૃપા કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગૌકથા તા.૬.૧૨ થી ૧૨.૧૨ સુધી રાત્રે ૮ થી ૧૧ કલાક સાત દિવસ સુધી સાધ્વી દ્વારા 
કથાનું રસપાન કરાવવા માં આવશે.આજે સવારે ગૌકથા સ્થળ હનુમાનજી મંદિરથી કળશ યાત્રા વાજતેગાજતે કાઢવામાં આવી હતી.
કળશ યાત્રા નીકળી ગામમાં દરેક ફળિયામાં ફેરવવામા આવી હતી.ગ્રામજનો,ગૌ ભક્તો ખુબ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા કળશ યાત્રા કથા સ્થળ પર પહોંચી
સાધ્વી ગાર્ગી ગોપાલ સરસ્વતીજી એ પ્રથમ ગૌમાતાની પૂજા,અર્ચના,આરતી તેમજ કળશ તુલસી માતાની પૂજા પણ કરવામાં આવી હતી. સાધ્વીજીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ગૌકથાનું રસપાન કરવાથી પુણ્ય મળે છે. સંસારમાં મનુષ્ય સુખ દુખની પ્રાપ્તિ માટે આજે દોટ મૂકી રહ્યો છે. ત્યારે આ ગૌકથા સાંભળવાથી પણ મનુષ્યના જીવનમાં પાપનો નાશ થાય છે.મનુષ્ય ને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.ગૌકૃપા કથામાં સંસારમાં સુખ દુઃખ નું સમાધાન આ ગૌકથા માં કરવામાં આવશે જેથી ગૌ ભક્તો ને મોટી સંખ્યામાં કથાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...