વાંકલ માં ખેડૂત શિબિર યોજાઇ ખેડૂત શિબિર થકી ખેડૂતો શાકભાજી ફુલોની ખેતી શેરડીનું વાવેતર ખેડૂતોની આવક બમણી કરવા પ્રયાસ....
સુરતના માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં માર્કેટયાર્ડ ખાતે મોસાલી,વાંકલ,ઝંખવાવ ના આજુબાજુના ગામોના ખેડૂતો માટે એ પી એમ સી કોસંબા દ્વારા ખેડૂત શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું...
સરદાર ન્યૂઝ:-રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત
શિબિર પ્રારંભમાં ભારત ના પહેલા ચીફ ઓફ ડિફેન્સ જનરલ બિપીન રાવતનું દુર્ઘટનામાં અવસાન થતાં તેમને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી શિબિરની શરૂઆત કરવામાં આવી હતી એપીએમસીના ચેરમેન દિલીપસિંહ રાઠોડ દ્વારા ખેડૂત શિબિર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને ખેડૂત શિબિર નો વધુને વધુ લાભ લેવા ખેડૂતોને જણાવ્યું હતું કામરેજ સુગરના ચેરમેન અશ્વિન પટેલે ખેડૂતોને માહિતી આપતા જણાવ્યુકે કામરેજ સુગરમાં ખેડૂતોને સભાસદો બનવા માટે ૪૦૦૦/રૂપિયા ભરીને સભાસદો બનાવવામાં આવશે.જે રીતે અન્ય બિન સભાસદોને વહીવટી ચાર્જ લઈ રોપાણ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
વધારે રિકવરી આપતી શેરડીની જાત પર ૧૦૦રૂપિયા વધુ આપવાની જાહેરાત કરી હતી.. સુમુલ ના ઉપપ્રમુખ રાજુ ભાઈ પાઠક ખેડૂતોને વિસ્તૃત માહિતી આપી હતી.
ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ શિબિર માં ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. માંગરોળ તાલુકા ના વાંકલ, ઝંખવાવ વિસ્તારમાં વર્ષો જૂની માંગ હતી કે ઉકાઈનું પાણી મળે એ માટે ૫૯૦ કરોડ ના ખર્ચે પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે.
સરકારની કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂત શિબિર થી ગ્રામીણ વિસ્તારના ખેડૂતો શાકભાજી ફુલોની ખેતી કરી ખેડૂતો, સુખી, સમૃદ્વ ખેડૂતો શેરડી પાકનું વાવેતર કરી શકે ખેડૂતોની આવક બમણી થાય એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે બારડોલી, કામરેજ, સુગર દ્વારા ખેડૂતોને સહાયભૂત થવા તેમજ શેરડી વાવેતર ની નોંધણી અને ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ માંગરોળના ધારાસભ્ય ગણપતભાઇ વસાવાનું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના સદસ્યો અને ખેડૂતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સુમુલ ડેરીના ઉપપ્રમુખ રાજુ પાઠક,કામરેજ સુગરના ડિરેક્ટર અશ્વિન પટેલ,રાકેશ સોલંકી, મહામંત્રી દિપક વસાવા હર્ષદ ચૌધરી જિલ્લા પંચાયત સદસ્ય સિંચાઈ સમિતિના ચેરમેન અફઝલ પઠાણ,તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત,ભૂમિબેન,સુરેન્દ્ર સિંહ ખેર,તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ પટેલ, તાલુકા પંચાયત સહિત ના અન્ય ચૂંટાયેલા સદસ્ય ભાજપ ના આગેવાનો દૂધ મંડળીના પ્રમુખ ઉપપ્રમુખ ખેડૂતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment