ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજી ની અધ્યક્ષ સ્થાને સંગઠન પ્રભારી સીતાબેન નાયક, પ્રભારી પ્રફફૂલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતીમાં આહવા ખાતે સંગઠન રચનાત્મક અને આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણી અંગે રૂપરેખા અંતર્ગત બેઠક યોજાઇ .
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજીની અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં તાજેતરમાં જાહેર થયેલા ગ્રામ પંચાયતની ચૂંટણી પરિણામો પર ખુશી વ્યક્ત કરી હતી.
આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભા ની ચૂંટણી માટે બુથ,શક્તિ કેન્દ્ર ,પેજ સમિતિ સહિત વિવિધ વિભાગોની ચર્ચા કરવામાં આવી હતી.તેઓએ પાયાના કાર્યકરો સહિત તાલુકા જિલ્લા પંચાયત ના ચૂંટાયેલા પદાધિકારીઓ, મંડળ મોરચાના સભ્યો,સંગઠન મજબૂત કરવા પર ભાર મુક્યો હતો.
આ બેઠકમાં પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર, ધારાસભ્ય વિજયભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાંવીત, મહામંત્રીઓ હરીરામ સાવંત,રાજેશભાઈ ગામિત,કિશોરભાઈ ગાંવીત સહિત જિલ્લા તાલુકાના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment