બારડોલી તાલુકાના રૂવા ભરમપોર ગામમાં વન વિભાગની કાર્યવાહી....
ખેડૂત અનામત સાગી વૃક્ષો કાપતો હતો ત્યારે જ વન વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ...
સરદાર ન્યૂઝ બારડોલી
ગામના માજી સરપંચ અને ખેડૂત આગેવાન રાજુ જયંતિ પટેલ ખેતરમાં રોપેલા સાગી વૃક્ષો કાપી રહ્યા હતા
વન વિભાગે સ્થળ પર પહોંચી ખેડૂત સામે દંડનીય કાર્યવાહી આરંભી, કુલ 24 જેટલા વૃક્ષો પરવાનગી વગર કાપી નાખ્યા હતા
બે અલગ અલગ પ્લોટમાં અનુક્રમે 11 અને 13 મળી કુલ 24 વૃક્ષો કાપવામાં આવ્યા છે
કલ્પના ચૌધરી મહુવાના ફોરેસ્ટર
મહુવાના ફોરેસ્ટર કલ્પના ચૌધરીએ જણાવ્યુ હતું કે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંડવીની સૂચનાથી અમે અહી કાર્યવાહી કરવા આવ્યા હતા. જ્યાં ખેતરમાં ખેડૂત પરવાનગી વગર સાગના વૃક્ષો કાપી રહ્યા હતા.જે અંગે અમે રિપોર્ટ તૈયાર કરી દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
Comments
Post a Comment