ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં એકાએક પલટો આવતા વાદળછાયા માહોલમાં ઠંડીનો ચમકારો વધ્યો....
ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં બુધવારે એકાએક વાતાવરણમાં પલટો આવતા ઠંડીનું જોર વધ્યું હતું...
સરદાર ન્યૂઝ ડાંગ
દિવસભર સૂર્યનારાયણે વાદળોમાં સંતાકૂકડી રમ્યા બાદ વાતાવરણમાં ભેજને પગલે જનજીવન પર અસર પહોંચી હતી. કેટલાક સમયથી બદલાયેલા મૌસમથી ગરીબ આદિવાસી ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાની ભોગવવાની નોબત સર્જાઈ હતી.
ત્યારે હવે વાદળછાયા વાતાવરણ ને પગલે શિયાળુ ડુંગળી,ઘઉં, કઠોળ,સ્ટ્રોબેરી , શાકભાજી જેવા પાકોમાં જીવાત પડી નુકસાન થવાની સંભાવના નકારી શકાતી નથી.ગિરિમથક સાપુતારા ખાતે નૌકાવીહાર, રોપવે,એડવેન્ચર એક્ટિવિટી સહિત બદલાયેલા મૌસમનો પ્રવાસીઓએ ભરપૂર મજા માણી હતી.
જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં શરદી ખાંસી ,વાયરલ ફીવર ના કેસો વધતા લોકોની કફોડી હાલત બની હતી.બદલાયેલા વાતાવરણમાં ડાંગ ના ખેડૂતોમાં પાક બગડવાની સ્થિતિમાં ચિંતાના વાદળો ઘેરાવા પામ્યા હતા.
Comments
Post a Comment