પુણા વિસ્તારમાં ટ્યૂશન ક્લાસીસ જતી ધોરણ 11 અભ્યાસ કરતી તરૂણી નો પીછો કરી એસિડ એટેક ની ધમકી આપનાર યુવાન વિરૂધ્ધ યુવતીએ ફરિયાદ કરતા પોલીસે કરી ધરપકડ...

તરૂણી ની પડોશમાં રહેતો જ instagram પર મેસેજ કરીને હેરાન કરતો હતો જેને લઇને તરુણીના પિતાએ ઠપકો આપવા સાથે માર માર્યો હતો જેની અદાવત રાખીને તરૂણી ને રસ્તે અટકાવી  ધમકી આપી હતી...

સરદાર ન્યૂઝ.રિપોર્ટર.સુરત:-અક્ષય વાઠેર
સુરતના પુણા વિસ્તારમાં રહેતો અને સાડીમાં લેસ પટ્ટી લગાવવાનું કામ કરતો યુવાને પોતાના પડોશમાં રહેતી યુવતીને ઇન્સ્ટાગ્રામ પર હેરાન કરતો હતો જેને લઇને યુવતીએ તેના પિતાને ફરિયાદ કરતાં તરુણીના પિતાએ યુવકને માર માર્યો હતો તેની અદાવત રાખીને આ યુવાને ૧૫ વર્ષીય તરુણીને ટ્યુશન જતા સમયે પીછો કરી રસ્તે અટકાવી એસિડ એટેક કરવાની ધમકી આપી હતી જેને લઇને તરૂણીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
મૂળ સૌરાષ્ટ્રના જામનગર ના વતની અને સુરતના પુણા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અને સાડી ઉપર લેસ પટ્ટી લગાવવાનો વેપાર કરતાં પરિવારની ૧૫ વર્ષીય પુત્રી ધોરણ 11માં અભ્યાસ કરે છે જોકે કોરોના ને લઈને આ તરુણી ઓનલાઇન અભ્યાસ કરતી હતી ત્યારે તેની માતા ના ફોન ઉપર એક યુવક દ્વારા ફોન કરી હેરાન કરવા માગતો ઇન્સ્ટાગ્રામ પર તેને મેસેજ કરવામાં આવતા હતા જોકે યુવતી આ બાબતે તપાસ કરતા આ મેસેજને ફોન કરનાર અન્ય કોઈ નહીં પણ તેના જૂના ઘરે પડોશમાં રહેતો જીગ્નેશ નામનો યુવક હતો જોકે આ બાબતે  તરૂણી  જીગ્નેશ ને મેસેજ ન કરવા કહેતા  જીગ્નેશ તેનો કિશન જતી હતી તે સમયે બાઇક લઇને તેનો પીછો કરીને રસ્તે અટકાવી તેને હેરાન કરતો હતો પીછો કરી તેને હેરાન કરતો હતો આ બાબતે તરુણીને તેના પિતાને ફરિયાદ કરતાં થોડા સમય પહેલાં પિતાએ આ જીગ્નેશ ને ઠપકો આપ્યો હતો અને માર પણ માર્યો હતો જેની અદાવત રાખી બે દિવસ તરુણ  તેની સાથે મેસેજ પર વાત નહીં કરે તો તેને સોસાયટીમાં જાહેરમાં બદનામ કરવાની ધમકી આપી હેરાન પરેશાન કરવા લાગ્યો હતો જોકે આ બાબતે બે દિવસ પહેલાં તળિયા પિતા પુણાગામ વિસ્તારમાં ગીતાનગર પાસેથી પસાર થતા હતા ત્યારે જીગ્નેશ અચાનક લઈ જઈ આવ્યો હતો અને તેમને તેઓએ માથાકૂટ કરીને તેની અદાવત રાખી તેમની દીકરી ઉપર એસિડ એટેક કરવાની ધમકી આપી હતી જેને લઈને ધૃતિના પિતા ગભરાઇ ગયા હતા અને તાત્કાલિક પોલીસ મથકે દોડી ગયા મામલે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પિતાની ફરિયાદ લઇ પોલીસે ધમકી આપનાર જીગ્નેશ ચૌહાણ નામના યુવકની ધરપકડ કરી તેના વિરુધ્ધ કીર્તિ અને જાનથી મારી નાખવાની ધમકી નો ગુનો દાખલ કરી વધુ તપાસ પુણા પોલીસે શરૂ કરી છે

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...