ડાંગ જિલ્લામાં હરિયાળા વનોથી શોભતા નાનાપાડા વાંસલીના જંગલ વિસ્તારોમાં મોટાપાયે લીલા કુમળા બાંબુનું નિકંદન થતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે...
મળતી માહિતી મુજબ દક્ષિણ ડાંગ અને પશ્ચિમ ડાંગ રેન્જ વિસ્તારમાં આવેલા વાંસલી અને કુત્તરનાચ્યાંના જંગલોમાં સરકારી નીતિનિયમો ની અવગણના કરી મોટાપાયે લીલા કુમળા વાંસ નું નિકંદન કઢાય રહ્યાનું જાણવા મળ્યું છે.
સરદાર ન્યૂઝ ડાંગ
પર્યાવરણની કરોડરજજુ ગણાતું અને પશુ પંખીઓનો આશ્રય સ્થાન લીલા વાંસ કોના આશીર્વાદ હેઠળ નિકંદન કઢાય રહ્યો છે, તે તપાસનો વિષય બન્યો છે.
એકતરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે માત્ર જંગલ ઉપજ માંથી લીલા વાંસ કાઢવાની પરવાનગી ગ્રામ સભાને આપવામાં આવી છે.
તેવા સંજોગોમાં ચૂંટણી આચારસંહિતા ની આડમાં મોટા પાયે લીલા વાંસનું નિકંદન માટે સરકારી ધારાધોરણો કેમ નડતા નથી તેવા સવાલો આમ નાગરિકોમાં મનમાં ઘુમરાય રહ્યો છે. નાનાપાડા થી વાંસલી, સુંદા, કાસવદહાડ,વાસુરના વિસ્તારોમાં મોટાપાયે લીલા કુમળા બાંબુ ના સફાયા થી પશુ પક્ષીઓ માટે આશ્રય સ્થાન છીનવાઈ જવા સાથે પર્યાવરણને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની શકયતા ઉભી થવા પામી છે. તેવા સંજોગોમાં લીલા કુમળા વાંસ કાપવાની પરવાનગી કેવી રીતે આપવામાં આવી તેની તપાસ થાય તે જરૂરી છે.
Comments
Post a Comment