સુરત સીટી પોલીસ દ્વારા આયોજિત ડેટ લીફટીંગ સ્પર્ધામાં આંબાવાડી નો યુવાન આશિષ ચૌધરી પ્રથમ ક્રમ મેળવી સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો...
સુરતના માંગરોળ તાલુકાના આંબાવાડી ગામનો યુવાન આશિષ ચૌધરીએ નિકુંજ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નેશનલ પાવરલીફટિંગ ફેડરેશન ના ત્રણ દિવસીય ટૂર્નામેન્ટની અંદર ડેડ લિફ્ટ સ્પર્ધમાં ભાગ લઈને ૨૧૫ કીલો વજન ઊંચકી પ્રથમ ક્રમ સ્થાન પ્રાપ્ત કરી સુવર્ણ પદક મેળવ્યો હતો.
સરદાર ન્યૂઝ:-રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત
સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશન અને સુરત સીટી પોલીસ દ્વારા આયોજિત નેશનલ ડેડ લીફટીંગ સ્પર્ધા સુરત ખાતે યોજાઈ હતી જેમાં આંબાવાડી ગામનો યુવાન આશિષ આર ચૌધરી એ તા ૧૯ના રવિવારે ના ભાગ લઈ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.જે બદલ માંગરોલ તાલુકા અને આદિવાસી સમાજ નું નામ રોશન કરતા તેમને અભિનદન પાઠવ્યા.
બ્રધર્સ જીમ ટ્રેનર નિકુંજ ચૌધરીએ અભિનંદન આપતા જણાવ્યું હતુંકે અગાઉ પણ તેમણે યોજાયેલી દરેક સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યા હતા તેમજ રાષ્ટ્રીય કક્ષાની અને જિલ્લા કક્ષાની તમામ સ્પર્ધા માં ભાગ લઇ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે એ માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે
Comments
Post a Comment