લગ્નના આયોજનો ઉપર કમોસમી વરસાદે પાણી ફેરવ્યું...

વન પ્રદેશ ડાંગ જિલ્લો અને વાંસદા તાલુકા માં કમોસમી વરસાદે ભારે કરી....
સરદાર ન્યૂઝ:-ડાંગ
દંડકારણય વન પ્રદેશ ડાંગ અને ડુંગરાળ પ્રદેશ તાલુકામાં વરસેલા કમોસમી વરસાદથી ડાંગર સહિતકૃષિ પાકોને વ્યાપક નુકસાન થયું છે સાથે ઇંટ ઉદ્યોગકારોને ફરી એકવાર મોટું નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ લગ્ન જેવા શુભ પ્રસંગોમાં મંડપો પાણીથી તરબોળ બનતા વર કન્યાના માતા-પિતા અને પરિવાર ચિંતામાં મુકાઈ ગયા છે કમોસમી વરસાદ તમામ લોકોના માટે મોટું સંકટ બન્યો છે.
  કમોસમી વરસાદ થી વન પ્રદેશ ડાંગ જિલ્લો અને વાંસદા તાલુકા માં ખાસ કરીને ડાંગર ના પાક અને શાકભાજી ના પાક માં મોટુ નુકસાન થતાં ખેડૂતો ની હાલત કફોડી બની છે. થોડા દિવસ અગાઉ પણ કમોસમી વરસાદ થયો હતો.અને તેનાથી વધુ નુકસાન ખેડૂતોને હાલમાં થઈ રહ્યું છે.
બીજી તરફ વાંસદા તાલુકા ના  ઇંટ ઉદ્યોગકારો વ્યવસાય કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા ઇંટ ઉદ્યોગકારોને મોટું નુકસાન થયું હતું અને હાલમાં જે વરસાદ પડી રહ્યો છે, તેનાથી ફરી એકવાર ઇટ ના ધંધામાં વ્યાપક નુકસાન થયું છે.
              વન પ્રદેશ ડાંગ અને વાંસદા  તાલુકમાં અનેક ગામોમાં એક ડિસેમ્બરની સવારથી કમોસમી વરસાદ વરસતાં લગ્ન આયોજકો ચિંતામાં મુકાયા હતાં.બીજી ડિસેમ્બર માવઠાનું_ સંકટ ચાલુ રહી હુ ત્યારે માવઠું લગ્ન સીઝન માટે ચિંતા લઈને આવ્યું છે. હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. વરસાદના કારણે લગ્ન મંડપ અને ડેકોરેશન ખરાબ થઇ રહ્યા છે. પ્રસંગને યાદગાર બનાવવા લોકોએ કરેલા આયોજનો ઉપર પાણી ફરી વળ્યું છે. કમોસમી વરસાદની અસર ડેકોરેશન ઉપરાંત આવનારા મહેમાનની સંખ્યા ઉપર પણ પડે છે.સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં
વરસાદ વરસ્યો હતો. જેથી લગ્ન આયોજકો ચિંતાતુર બન્યા હતા. કમોસમી વરસાદથી અનેક પ્રકારની મુશ્કેલી સર્જાય છે. 

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...