ઉમેદવારીપત્ર સ્વિકારવાની છેલ્લી તારીખે માંગરોળ, ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારોનો અને સમર્થકોનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો...
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની અંતીમ દિવસે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્યપદ માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી રહ્યા છે....
સરદાર ન્યૂઝ:-રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત
જેમાં આજે અંતિમ દિવસ છે માંગરોળ ખાતે સરપંચના ૧૯૬ ઉમેદવારો અને સભ્યપદ માટે કુલ ૧૧૫૬ ઉમેદવાર અને ઉમરપાડા ખાતે સરપંચના કુલ ૧૯૫ ઉમેદવારો અને સભ્યપદ માટે ૧૧૪૯ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી.ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ અને સભ્ય પદ માટે ઉમેદવારી પત્રો ભરવા માટે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ઉપર ઉમેદવારો અને સમર્થકો ભારે ધસારો જોવા મળ્યો હતો ઉમેદવારી નોંધાવી તમામ ઉમેદવારોને જીતનો દાવો કરી ગામના વિકાસ માટે સક્રિય રહેવા ની ખાતરી આપી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારીપત્રો ચકાસણી તા ૬ ડિસેમ્બર ઉમેદવારીપત્રક ખેંચવાના તારીખ ૭મી ડિસેમ્બર બાદ ચૂંટણી માટે સ્પષ્ટ ચિત્ર જાહેર થશે
Comments
Post a Comment