"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત કુલ રૂ.૩.૮૩ લાખથી વધુનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરતી ડાંગ પોલીસ
"તેરા તુજકો અર્પણ" ડાંગ જિલ્લા પોલીસની પ્રશંસનીય કામગીરી "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત કુલ રૂ.૩.૮૩ લાખથી વધુનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરતી ડાંગ પોલીસ પોતાની ખોવાયેલી વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓએ રાજીપો વ્યક્ત કર્યો સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ, તથા મળેલી અરજી/ફરિયાદો અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, વિવિધ ચીજ વસ્તુઓ તથા મુદ્દામાલ મુળમાલિકોને ત્વરિત પરત મળી રહે તે હેતુથી 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની અધ્યક્ષતા, અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલની આગેવાની હેઠળ આહવા ખાતે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. દરમિયાન જિલ્લાના અરજદારો દ્વારા પોલીસ સ્ટેશનમાં કરાયેલી અલગ અલગ પ્રકારની અરજી/ફરિયાદો પૈકી મોબાઈલ ખોવાઈ જવા બાબતની અરજીઓમાં, જિલ્લાની એલ.સી.બી.શાખા દ્વારા C.E.I.R. (Central Equipment Identity Register) પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી, બીટ ઇન્ચાર્જ તથા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટેકનીકલ સ્ટાફ સાથે સ...