સુરત-બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્રારા મહિલા અને તેમના બે માસૂમ બાળકોને સુરક્ષિત આશ્રય આપવવામાં આવ્યો

સુરત-બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્રારા મહિલા અને તેમના બે માસૂમ બાળકોને સુરક્ષિત આશ્રય આપવવામાં આવ્યો
ગઈ તા:-૧૭-૦૮-૨૦૨૪ નાં રોજ રાત્રી ના સમયે કામરેજ ચાર રસ્તા વિસ્તારમાંથી એક મહિલા એ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન નંબર પર ફોન કરી જણાવ્યુ કે તેમના પતિએ તેમને બે બાળકો સાથે ઘરમાંથી કાઢી મૂક્યા છે.હાલ મારી પાસે રહેવાં માટે કોઈ વ્યવસ્થા નો હોવાથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની મદદ ની જરૂર છે. જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર પટેલ ખુશ્બૂ ,મહિલા પોલીસ કોન્સ્ટેબલ કલ્પનાબેન વસાવા તેમજ પાઇલોટ પટેલ ધર્મેશભાઈ ઘટના સ્થળે પીડિતા મહિલાની મદદ માટે પહોચ્યા.ત્યારબાદ પીડિતા મહિલા ના કાઉન્સેલીંગ કરેલ.પીડિત મહિલા સાથે વાતચીત કરી તેમની પ્રાથમિક માહિતી લીધી.જેમાં પીડિત મહિલાએ જણાવેલ કે તેમણે બીજા લગ્ન કરેલા છે તેમના પહેલા લગ્ન મા પતિ ખુબજ વ્યસન કરતા હોવાથી મૃત્યુ પામ્યા હતા.પીડિતા મહિલા ને બે બાળકો હતા.સાસરી અને પિયર પક્ષ માં કોઈ જવાબદારી લઈ શકે તેવું નો હતું તેથી પીડિતા બીજા લગ્ન કરવામાં આવ્યા હતા.પીડિતા તેમના બે બાળકો સાથે રાજી ખુશી તેમના બીજા પતિ સાથે રહેતા હતા.પરંતુ પતિ ઘરે ખર્ચ માટે પૈસા આપતા નો હતાં છતાં પણ પીડિતા ધરે થી જ કામ કરી ને ગુજરાન ચલાવતા હતા.પીડિતા ના પતિ તેમની ઉપર ખોટી શાંકાઓ રાખી અવાર- નવાર ઝઘડો કરતા હતા.પીડિતા ના સાસુ પણ તેમને ખુબજ માનસિક ત્રાસ આપતા હતા.આજ રોજ પીડિતા ના પતિએ તેમને મારપીટ કરી તેમના બે બાળકો સાથે ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા.પીડિતા ના પિયર મા માતા -પિતા પણ મૃત્યુ પામ્યા હતા.એક ભાઈ છે પરંતું તેઓ પીડિતા ને કોઈ પણ સાથ-સહકાર આપતા નો હતા. પીડિતા ભાઈ દ્રારા જણાવવામાં આવેલ કે મારે પણ પરિવાર છે બાળકો છે તેથી ફરી પિયર આવતી ની એવુ કહેવામાં આવેલ પીડિતા ને એ બાબતનું ખૂબ જ દુઃખી થયેલ. પીડિતા સવાર થી તેમના બાળકો સાથે અલગ અલગ જગ્યાએ ફરતા રહ્યા પણ ક્યાં રહેવાની વ્યવસ્થા કરી શક્યા નહીં તેથી તેઓ બસ સ્ટેશન પાસે બાળકો સાથે બેઠા હતાં ત્યારે એક અજાણ્યા વ્યક્તિ એ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની માહિતી આપેલ.હાલ પીડિતા તેમના સાસરી કે પિયર માં રહેવાં જવાં માંગતા નો હતાં તેથી મહિલા અને તેમના બાળકો ને આશ્રય તથા લાંબાગાળાના કાઉન્સિલિંગ ની જરૂર હોય તેથી પીડિતા મહિલા અને તેમના બાળકોનું કાઉન્સેલીંગ કરી.પીડિતા અને તેમના બાળકો ને સૂરત ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટર માં સુરક્ષિત આશ્રય આપવામાં આવેલ છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...