પ્રજાજનોમાં અનોખી લોકચેતના જગાવતા, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે 'તિરંગા યાત્રા' યોજાઈ હતી
તિરંગા યાત્રા-આહવા, જિલ્લો ડાંગ
પ્રજાજનોમાં અનોખી લોકચેતના જગાવતા, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે 'તિરંગા યાત્રા' યોજાઈ હતી
સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, આહવા ગ્રામ પંચાયતનાં સરપંચ શ્રી હરિચંદભાઈ ભોયે, ભાજપાના જિલ્લા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, મહામંત્રી શ્રી દિનેશભાઈ ભોયે, શ્રી હરિરામ સાંવત, કાર્યકરો સર્વશ્રી ગીરીશભાઈ મોદી, શ્રી રમેશભાઈ ચૌધરી સહિત ગ્રામજનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ વિગેરેએ આ 'તિરંગા યાત્રા'માં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આહવા સ્થિત સરકારી વાણિજ્ય અને વિનિયન કોલેજથી પ્રારંભાયેલી આ 'તિરંગા યાત્રા' આહવાના મુખ્ય માર્ગો પર થઈ, સરદાર સ્મારક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે આહવાના ફુવારા સર્કલ સુધી પહોંચી હતી.


Comments
Post a Comment