ડાંગ જિલ્લાના આહવા એસ.ટી ડેપોએ એક દિવસમાં મેળવી રેકોર્ડ બ્રેક આવક
ડાંગ જિલ્લાના આહવા એસ.ટી ડેપોએ એક દિવસમાં મેળવી રેકોર્ડ બ્રેક આવક
સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા એસ.ટી. ડેપોએ તારીખ ૨૧/૮/૨૦૨૪ના રોજ, ફક્ત એક જ દિવસમાં કુલ રૂ.૫ લાખ ૯૮ હજાર ૧૮૩ જેટલી માતબર આવક મેળવી હતી. જે આજદિન સુધીની એસ.ટી.ની દૈનિક આવકનો નવો સીમાચિન્હ છે.
એસ.ટી. ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમારે આ અધધ.. આવક મેળવવા માટે, ડેપોનાં સૌ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આહવા એસ.ટી. ડેપો 'બી' કક્ષાનો હોઈ, અહિં માત્ર ૪૩ જેટલા જ બસના સિડ્યુલો હોવાની સાથે તેનું સંચાલન પણ મર્યાદિત કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
વલસાડ વર્તુળના વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલ અને આહવા એસ.ટી. ડેપો મેનેજરશ્રીનાં હકારાત્મક પ્રયાસો થકી, પ્રવાસીઓની જુદી જુદી માંગણીઓ સંતોષવામાં આવી રહી છે. જેમાં આહવા એસ.ટી. ડેપો દ્વારા આગામી દિવસોમાં ૬ થી ૭ જેટલાં બસ સિડ્યુલની લોક માંગણીની દરખાસ્ત કરવામાં આવી છે. જેથી આવનાર દિવસોમાં જિલ્લાની મુસાફર જનતાને મહત્તમ સુવિધાઓ મળી રહેશે, તેમ શ્રી કિશોરસિંહ પરમારે જણાવ્યું હતું.

Comments
Post a Comment